હળવદ હોમગાર્ડઝ યુનિટ પર ફરજ નિભાવતા હરેશભાઈ રંગાડિયાનું અવસાન થતા ૧.૫૫ લાખની અવસાન સહાય મંજૂર
SHARE
હળવદ હોમગાર્ડઝ યુનિટ પર ફરજ નિભાવતા હરેશભાઈ રંગાડિયાનું અવસાન થતા ૧.૫૫ લાખની અવસાન સહાય મંજૂર
હોમગાર્ડઝ સભ્ય સ્વ. હરેશભાઈ વાલજીભાઈ રંગાડિયાનું અવસાન થતાં હોમગાર્ડઝ હેડક્વાર્ટર, અમદાવાદ દ્વારા હોમગાર્ડઝ કલ્યાણનિધિમાંથી રૂ. ૧,૫૫,૦૦૦ની અવસાન સહાય મંજૂર કરી અર્પણ કરવામાં આવી હતી.
મોરબી જિલ્લા હોમગાર્ડઝના હળવદ યુનિટ ખાતે ફરજ બજાવતા અને હળવદના રહેવાસી હરેશભાઈ વાલજીભાઈ રંગાડીયાનું તા ૬/૧/૨૦૨૪ના રોજ અવસાન થતાં મે. ડાયરેક્ટર જનરલ હોમગાર્ડઝ હેડક્વાર્ટર, અમદાવાદ દ્વારા હોમગાર્ડઝ કલ્યાણનિધિમાંથી ૧,૫૫,૦૦૦ ની ફરજ સિવાય સામાન્ય સંજોગોમાં અવસાન સહાય મંજૂર કરવામાં આવી હતી. આ સહાય અન્વયે તેમના પત્ની ગં. સ્વ. હંસાબેન હરેશભાઈ રંગાડીયાના નામનો ચેક મોરબી જિલ્લા કમાન્ડન્ટ ડી.બી. પટેલ દ્વારા સ્વ. હરેશભાઈના પુત્રને અર્પણ કરવામાં આવ્યો હતો. આ સહાય અર્પણ વેળાએ હળવદ યુનિટ ઇન્ચાર્જ જે.વી. ચાવડા અને મોરબી યુનિટ ઇન્ચાર્જ જે.એન. વાઘેલા, કર્મચારીઓ તેમજ હોમગાર્ડઝના સભ્યો હાજર રહ્યા હતા.
મોરબી ખાતે ઔદ્યોગિક ભરતીમેળો યોજાશે
રોજગાર વિનિમય કચેરી-મોરબી દ્વારા તા.૧૨ ના રોજ સવારે ૧૧:૦૦ કલાકે, યુ. એન. મહેતા આટર્સ કોલેજ, ભડીયાદ રોડ, નઝર બાગ રેલ્વે સ્ટેશન પાસે, મોરબી ખાતે તાલુકા કક્ષાનાં ઔદ્યોગિક ભરતી મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. આ ભરતીમેળામાં મોરબી જિલ્લાના ખાનગી ક્ષેત્રના વિવિધ નોકરીદાતાઓ ઉપસ્થિત રહીને વિનામુલ્યે પસંદગીની કાર્યવાહી કરશે. જેથી ઉમેદવારોએ, તેમના તમામ શૈક્ષણિક લાયકાતના પ્રમાણપત્રો, શાળા છોડ્યાનું પ્રમાણપત્ર, પાસપોર્ટ સાઇઝના ફોટોગ્રાફ, આધારકાર્ડ, બાયોડાટા વગેરે સાથે સ્વખર્ચે ભરતીના સ્થળે, નિયત સમયે અને તારીખે અચુક ઉપસ્થિત રહેવાનું રહેશે અને રોજગાર વિનિમય કચેરી ખાતે નામ નોંધણી નહીં કરાવેલ ઉમેદવારો પણ હાજર રહી શકશે તેમ મોરબી જિલ્લા રોજગાર અધિકારીની યાદીમાં જણાવાયું છે.