મોરબીની ઋષભ પાર્ક, ત્રિમૂર્તિ અને સ્વાતિ સોસાયટીમાં પાણીના ધાંધીયાથી લોકો ત્રસ્ત: પાલિકામાં બોલાવી રામધૂન !
SHARE
મોરબીની ઋષભ પાર્ક, ત્રિમૂર્તિ અને સ્વાતિ સોસાયટીમાં પાણીના ધાંધીયાથી લોકો ત્રસ્ત: પાલિકામાં બોલાવી રામધૂન !
મોરબીમાં આવેલ ન્યુ ચંદ્રેશ નગરની બાજુમાં આવેલ ઋષભ પાર્ક સોસાયટીમાં છેલ્લા ઘણા સમયથી પાણીના ધાંધીયા છે અને તે પ્રશ્ન ઉકેલવામાં આવી રહ્યો નથી ત્યારે તે વિસ્તારના લોકોએ પાલિકામાં મોરચો માંડ્યો હતો અને પાણીની સમસ્યા ઉકેલીને પાણી આપવામાં આવે તેવી માંગ કરીને પાણી આપો ના સુત્રોચ્ચાર કર્યા હતા અને પાલિકા કચેરમાં બેસીને અધિકારી તેમજ કર્મચારીઓની સદ્બુદ્ધિ માટે રામધૂન બોલાવી હતી.
મોરબીમાં ન્યુ ચંદ્રેશ નગરની બાજુમાં આવેલ ઋષભ પાર્ક સોસાયટીમાં પાણીની સમસ્યા દિવસેને દિવસે વધી રહી છે ત્યારે આ વિસ્તારમાં પૂરતા પ્રમાણમાં પાણી મળે તેના માટે અનેક વખત રજૂઆત કરવામા આવી છે પરંતુ પાલિકામાં રજૂઆત કરવા છતાં પણ પાણીનો પ્રશ્ન ઉકેવામાં આવી રહ્યો નથી જેથી કરીને શુક્રવારે આ વિસ્તારમાં પાણીના ધાંધિયાથી કંટાળી ગયેલા મહિલાઓ સહિતના લોકો પાલિકા કચેરીએ પહોચ્યા હતા અને પાણીના પ્રશ્નનું કાયમી સમાધાન લાવવામાં આવે તેવી મહિલાઓ સહિતના લોકોએ માંગ કરી હતી અને તે વિસ્તારમાં પાણીની મેઇન લાઈનમાંથી અમુક લોકો દ્વારા ગેરકાયદે વાલ્વ મૂકીને પાણી લેવામાં આવે છે તેવો પણ આક્ષેપ કરવામાં આવ્યો હતી અને ત્યાર બાદ પાલિકાના અધિકારી અને કર્મચારીઓને સદબુદ્ધિ માટે પાલિકા કચેરીમાં લોકોએ રામધૂન બોલાવી હતી અને પાણી આપો, પાણી આપો ના સૂત્રોચ્ચાર પણ કરવામાં આવ્યા હતા આવી જ રીતે મોરબીના વાવડી રોડે આવેલ ત્રિમૂર્તિ અને સ્વાતિ સોસાયટીની મહિલાઓએ પાલિકામાં પાણીની રજૂઆત કરવામાં માટે આવેલ હતી અને તેઓના વિસ્તારમાં છેલ્લા દોઢ માસથી પાણી આવતું નથી જેથી લોકોને નાછૂટકે વેચાતું પાણી લેવાની ફરજ પડે છે તેવી રજૂઆત તેને પાલિકામાં કરી હતી અને નિયમિત પાણી આપવામાં આવે તેવી માંગ કરી હતી અને વધુમાં લોકોએ જણાવ્યુ હતું કે, જ્યારે રજૂઆત કરવા માટે આવીએ છીએ ત્યારે ગણતરીના દિવસો માટે પાણીનો પ્રશ્ન ઉકેલાઈ જાય છે જો કે, પછી પાછા પાણીના ધાંધીયા શરૂ થઈ જાય છે જો હવે પાણીના પ્રશ્નને નહીં ઉલેકવામાં આવે તો આગમી સમયમાં ધારાસભ્યની ઓફિસે ઉગ્ર રજૂઆત કરવામાં આવશે તેવી ચીમકી ઉચ્ચારવામાં આવી હતી.