મોરબી જિલ્લા પંચાયતના માજી ચેરમેને ભાજપમાંથી ટિકિટ ન મળતા કરી અપક્ષ ઉમેદવારી: તમામ બેઠકો ઉપર પક્ષ-અપક્ષ સહિત તમામ ઉમેદવારોનું સંપૂર્ણ લિસ્ટ મોરબીમાં વેપાર માટે વ્યાજે લીધેલા ૫ લાખ સામે ૭.૯૦ લાખ ચૂકવવા છતાં પઠાણી ઉઘરાણી કરનાર બે ની ધરપકડ વાંકાનેરના ચિત્રાખડા ગામે ખનીજ માફિયા ઉપર ધોંસ: 45 લાખની મશીનરી કબ્જે મોરબીમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના  ઓબ્ઝર્વર ડૉ. શ્રી સંજય જોશી અધિકારીઓ સાથે કરી સમીક્ષા બેઠક મોરબીમાં પૂર્વ મંત્રી બ્રિજેશ મેરજાના દીકરા ડૉ. પ્રશાંત મેરજાની સ્મૃતિમાં યોજાયેલા મેડિકલ કેમ્પનો 400 જેટલા દર્દીઓએ લાભ લીધો મોરબી તાલુકા પંચાયતના માજી પ્રમુખ સ્વ. નાથાભાઈની પુણ્યતિથિએ સદભાવના વૃદ્ધાશ્રમમાં ભોજન પ્રસાદ કરાવ્યો મોરબીના શનાળા ગામ નજીક બ્રેઝા ગાડીમાં આગ લાગતા કાર બળીને ખાખ મોરબીના ચેક રીર્ટન કેસમાં આરોપીને એક વર્ષની સજા: ડબલ રકમ ચૂકવવા આદેશ
Breaking news
Morbi Today

મોરબી ખાતે વિશ્વ રક્ત દાતા દિવસની ઉજવણી અનુસંધાને અધિકારીઓએ શપથ લીધા


SHARE













મોરબી ખાતે વિશ્વ રક્ત દાતા દિવસની ઉજવણી અનુસંધાને અધિકારીઓએ શપથ લીધા

૧૪ મી જૂન વિશ્વ રક્ત દાતા દિવસની ઉજવણી અનુસંધાને સ્વૈચ્છિક રક્તદાનને મહત્વ આપવા તેમજ રક્ત દાતાઓને પ્રોત્સાહિત કરવા બાબતે મોરબી જિલ્લા કલેકટર કે.બી. ઝવેરીના ઉપસ્થિતિમાં કલેકટર કચેરીના સભાખંડ ખાતે સર્વે અધિકારી દ્વારા રક્તદાન કરવા માટેના શપથ લેવામાં આવ્યા હતા. દર વર્ષે ૧૪મી જૂનના રોજ ‘World Blood Donor Day’ ની ઉજવણી કરવામાં આવે છે. આ વર્ષે વિશ્વ રક્ત દાતા દિવસની ઉજવણી  માટે ‘20 Years Of Celebrating Giving Thank You, Blood Donors’ થીમ બનાવવામાં આવી છે. ત્યારે રક્ત દાતાઓનો આભાર વ્યક્ત કરવા તેમજ રક્તદાન માટે સ્વૈચ્છિક રક્તદાનને મહત્વ આપી પ્રોત્સાહિત કરવાના ઉદ્દેશ્ય સાથે તમામ સરકારી કચેરીઓમાં સંકલ્પ લેવા માટેના કાર્યક્રમોની સમાંતર મોરબી જિલ્લા કલેકટર કચેરી ખાતે પણ સંકલ્પ લેવા માટેના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં જિલ્લા વિકાસ અધિકારી જે.એસ. પ્રજાપતિ, નિવાસી અધિક કલેક્ટરશ્રી એસ.જે. ખાચર તેમજ જિલ્લા વહીવટી તંત્રના અધિકારી અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.






Latest News