મોરબી જિલ્લા પંચાયતના માજી ચેરમેને ભાજપમાંથી ટિકિટ ન મળતા કરી અપક્ષ ઉમેદવારી: તમામ બેઠકો ઉપર પક્ષ-અપક્ષ સહિત તમામ ઉમેદવારોનું સંપૂર્ણ લિસ્ટ મોરબીમાં વેપાર માટે વ્યાજે લીધેલા ૫ લાખ સામે ૭.૯૦ લાખ ચૂકવવા છતાં પઠાણી ઉઘરાણી કરનાર બે ની ધરપકડ વાંકાનેરના ચિત્રાખડા ગામે ખનીજ માફિયા ઉપર ધોંસ: 45 લાખની મશીનરી કબ્જે મોરબીમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના  ઓબ્ઝર્વર ડૉ. શ્રી સંજય જોશી અધિકારીઓ સાથે કરી સમીક્ષા બેઠક મોરબીમાં પૂર્વ મંત્રી બ્રિજેશ મેરજાના દીકરા ડૉ. પ્રશાંત મેરજાની સ્મૃતિમાં યોજાયેલા મેડિકલ કેમ્પનો 400 જેટલા દર્દીઓએ લાભ લીધો મોરબી તાલુકા પંચાયતના માજી પ્રમુખ સ્વ. નાથાભાઈની પુણ્યતિથિએ સદભાવના વૃદ્ધાશ્રમમાં ભોજન પ્રસાદ કરાવ્યો મોરબીના શનાળા ગામ નજીક બ્રેઝા ગાડીમાં આગ લાગતા કાર બળીને ખાખ મોરબીના ચેક રીર્ટન કેસમાં આરોપીને એક વર્ષની સજા: ડબલ રકમ ચૂકવવા આદેશ
Breaking news
Morbi Today

મોરબી વૈષ્ણવ સંપ્રદાયના ભક્તોએ મહારાજ ફિલ્મ સામે વિરોધ વ્યક્ત કરીને એ ડિવિઝનમાં ફરિયાદ નોંધવા અરજી આપી


SHARE













મોરબી વૈષ્ણવ સંપ્રદાયના ભક્તોએ મહારાજ ફિલ્મ સામે વિરોધ વ્યક્ત કરીને એ ડિવિઝનમાં ફરિયાદ નોંધવા અરજી આપી

#Boycottmaharaj #netflix #સનાતન #sanatan #vhp #bajrangdal

મોરબીમાં વૈષ્ણવ સંપ્રદાય સાથે જોડાયેલા ભક્તોમાં રોષ સાથે મહારાજા ફિલ્મ સામે વિરોધ વ્યક્ત કરલે છે અને મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે આવેદનપત્ર આપીને યશરાજ ફિલ્મના ડાયરેક્ટર અને આ ફિલ્મના સંબંધિત તમામ લોકો સામે ગુનો નોંધવા રજૂઆત કરવામાં આવી છે.

બોલીવુડના અભિનેતા આમિરખાનના દીકરા જુનેદખાનની પહેલી ફિલ્મ મહારાજા 14 જૂને નેટફ્લિકસ પર રિલીઝ થવાની હતી જો કે, ફિલ્મના પોસ્ટર અને સ્ટોરીને લઈને વિવાદ થયેલ છે અને મામલો હાઇકોર્ટ સુધી પહોચી ગયેલ છે જેથી કરીને આ ફિલ્મને રિલીઝ કરવા પર ગુજરાત હાઇકોર્ટ દ્વારા રોક લગાવવામાં આવી છે. તેવામાં મોરબીમાં વૈષ્ણવ સંપ્રદાય સાથે જોડાયેલા ભક્તોએ મહારાજા ફિલ્મ સામે વિરોધ વ્યક્ત કરીને મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશને લેખિતમાં અરજી ફરિયાદ આપેલ છે.

મોરબી પાલિકાના માજી સભ્ય પ્રફુલભાઇએ જણાવ્યું હતું કે, સનાતન ધર્મની આસ્થા પર ફિલ્મ બનાવી તેમજ પુસ્તક લખીને પ્રહાર કરવામાં આવ્યો છે. જેથી મહારાજા પુસ્તક લખનાર સૌરભ શાહપુસ્તક પ્રકાશિત કરનાર  પ્રકાશન હાઉસતેમજ યશરાજ ફિલ્મ અને આમિરખાન તેમજ જુનેદખાન સામે ફરિયાદ કરવાની માંગ કરી છે અને આ પુસ્તકમાં હિન્દુ સંતોધર્મગુરુહિન્દુ ધર્મની બહેનોસ્ત્રીઓ અને સૌથી વધારે હિન્દુ ધર્મના પરમ આરાધ્યાય એવા ભગવાન શ્રીકૃષ્ણ ઉપર પાયા વિહોણા આક્ષેપો કરવામાં આવ્યા છે. અને ધર્મગ્રંથોને ખરાબ ગણવામાં આવ્યા છે. જેથી કરીને આવી ઘટના ભવિષ્યમાં બીજી વખત ન બને તે માટે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરી છે. 

વધુમાં વૈષ્ણવ સંપ્રદાયના ભક્તોએ જણાવ્યુ હતું કે, વારંવાર હિન્દુ ધર્મ ઉપર ફિલ્મો બનાવીને હિન્દુ સમાજની આસ્થાને ઠેસ પહોચડવાનું કામ કરવામાં આવે છે આટલું જ નહીં ફિલ્મને હિત કરવા માટે માત્રને માત્ર આવા સ્ટન્ટ કરીને વિવાદ ઉભા કરવામાં આવે છે જેથી પુસ્તક લખનાર અને તેના ઉપરથી ફિલ્મ બનાવનાર સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે તો જ ભવિષ્યમાં આવી રીતે હિન્દુ ધર્મ ઉપર ફિલ્મો બનાવીને હિન્દુઓની આસ્થાને ઠેસ પહોચડવાની પ્રવૃતિ ઉપર બ્રેક લાગશે






Latest News