અમારી ગાય કતલખાને ન જાય: ટંકારાના લજાઈ ગામે ગાયોના લાભાર્થે યોજાયેલ નાટકમાં 13 લાખનું દાન મળ્યું મોરબીમાં ગેરકાયદે કતલખાના બંધ કરાવવા મહાપાલિકામાં સ્ટિકર લાગ્યા: હવે શિવાજી મહારાજના વિચારો મુજબ કાર્યવાહી કરવા હિન્દુ સંગઠનોની ચીમકી માળિયા (મી) હળવદ રોડે બોલેરોની પાછળ ટ્રક અથડાતાં અકસ્માત: મિતાણા પાસે કાર ચાલકે હડફેટે લેતા ઇજા પામેલા વૃદ્ધ સારવારમાં માળિયા (મી) ના ખાખરેચી ગામ નજીક કારખાનાના કવાર્ટરમાં બીમારીથી કંટાળી ગયેલા યુવાને જીવનનો અંત આણ્યો વાંકાનેર તાલુકામાં અપમૃત્યુના બે બનાવ: એક યુવાનનું વીજ શોટ લાગતા મોત બીજાએ જીવન ટુકવ્યું મોરબીમાં પક્ષીઓને ફાયદો નહીં, નુકશાન કરે તેવી પ્રવૃતિ પક્ષી પ્રેમીઓએ બંધ કરવી જોઈએ: જીતુભાઇ ઠક્કર મોરબીમાં ફાયનાન્સ પેઢીએ ગ્રાહક પાસે લોન કલોઝરના રૂપિયા માંગતા કરવામાં આવેલ કેસમાં મહત્વપૂર્ણ ચુકાદો મોરબી મહાપાલિકાના મહારાણી શ્રી નંદકુંવરબા આશ્રય ગૃહ ખાતે નવરાત્રીની આસ્થાભેર ઉજવણી
Breaking news
Morbi Today

હળવદના કેદારીયા પાસે રાહદારી યુવાનને ચગદી નાખનાર અજાણ્યા વાહન ચાલક સામે ગુનો નોંધાયો


SHARE









હળવદના કેદારીયા પાસે રાહદારી યુવાનને ચગદી નાખનાર અજાણ્યા વાહન ચાલક સામે ગુનો નોંધાયો

હળવદ તાલુકાના કેદારીયા ગામના રસ્તેથી હળવદ માળીયા હાઈવે રોડ ઉપર આવવાના રસ્તા પાસે કોઈ અજાણ્યા વાહન ચાલકે રાહદારી યુવાને હડફેટે લીધો હતો જેથી તે યુવાનનું મોત નીપજયું હતું આ બનાવ સંદર્ભે હાલમાં મૃતક યુવાનના પિતાએ અજાણ્યા વાહન ચાલક સામે હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે

બનાવની જાણવા મળતી માહિતી મુજબ મૂળ મોરબી તાલુકાના જાંબુડીયા ગામે દશામાની ટેકરી સામે રહેતા અને હાલમાં માળિયા તાલુકાના ખીરાઈ ગામે રહેતા ડોસુભાઈ ઉર્ફે ભીખાભાઈ રોશનભાઈ ગવારીયા જાતે સલાટ (60)એ અજાણ્યા વાહન ચાલક સામે હાલમાં હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેણે જણાવ્યું છે કે હળવદના કેદારીયા ગામના રસ્તેથી હળવદ માળિયા હાઇવે રોડ પર આવવાના રસ્તા ઉપરથી તેઓનો દીકરો રૂપાભાઈ ડોસુભાઈ ગવારીયા જાતે સલાટ (30) ચાલીને જઈ રહ્યો હતો ત્યારે કોઈ અજાણ્યા વાહન ચાલકે તેને પાછળથી ઠોકર મારી હતી જેથી ફરિયાદીના દીકરાને માથાના ભાગે અને શરીરને ગંભીર ઇજા થઈ હતી અને શરીર ચગદાઈ જવાના કારણે તેનું મોત નીપજયું હતું અને અકસ્માત કરીને અજાણ્યો વાહન ચાલક પોતાનું વાહન લઈને ત્યાંથી નાસી ગયો હતો જેથી ભોગ બનેલા યુવાનના પિતાએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે અજાણ્યા વાહનચાલક સામે હાલમાં ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે

દેશી દારૂ

વાંકાનેર તાલુકાના સરતાનપર ગામની સીમમાં કમાન્ડર કારખાનાની સામેથી પસાર થઈ રહેલા બાઇક નંબર જીજે 36 એએચ 6619 ને રોકીને પોલીસ ચેક કરતા તે બાઈક ઉપર જઈ રહેલા શખ્સ પાસેથી ત્રણ લિટર દારૂ મળી આવ્યો હતો જેથી કરીને પોલીસે 50,060 નો મુદ્દામાલ કબજે કર્યો હતો અને આરોપી હાર્દિકભાઈ વિજયભાઈ સંતેસરીયા જાતે કોળી (22) રહે. નવાપરા વિસ્તાર રામકૃષ્ણનગર વાંકાનેર વાળાની ધરપકડ કરી હતી અને તેની પાસેથી વિજયભાઈ અશોકભાઈ સારલા જાતે કોળી રહે. ઢુવા વાળાનું નામ સામે આવ્યું હોય તેને પકડવા માટે પોલીસે તજવીજ શરૂ કરી છે




Latest News