મોરબીમાં સ્નેહની રાખી - સ્વાવલંબનની ડોરની થીમ પર આધારિત પ્રદર્શન-સહ-વેચાણ રાખી મેળાને રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાએ ખુલ્લો મુક્યો રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાની હાજરીમાં મોરબી ખાતે વિભાજનની વિભીષિકા સ્મૃતિ દિવસનો કાર્યક્રમ યોજાયો ટ્રાન્સમિશન લાઇનના કામે ખેડૂતોને વળતર ચૂકવવા મોરબી કલેક્ટર કચેરી ખાતે નવી નીતિ અન્વયે પ્રથમ વખત MRC કમિટી દ્વારા ભાવ નક્કી થયા: ૪૦૦% થી પણ વધુ વળતર ચૂકવાશે મોરબી તાલુકામાં ગેસ કટિંગના ગુનામાં સંડોવાયેલ આરોપી રાજસ્થાનથી પકડાયો મોરબીના મચ્છુ-2 ડેમના દરવાજા ઉપર તિરંગા રોશનીનો શણગાર મોરબીમાં ગેરકાયદે કતલખાના બંધ કરાવીને નોનવેજની લારીઓ, દુકાન અને હોટલમાં ચેકિંગ કરવા હિન્દુ સંગઠનની માંગ મોરબી એબીવીપી દ્વારા JPSC-JSSC પેપર લીક થતાં કરાયું વિરોધ પ્રદર્શન મોરબી જિલ્લા કક્ષાનો સ્વતંત્રત પર્વની પ્રભારી મંત્રી ત્રિકમભાઈ છાંગા ની હાજરીમાં મોટા દહીસરા ગામે કરશે ઉજવણી
Breaking news
Morbi Today

હળવદના ભલગામડામાં ઘેટા બકરા ચરાવવા બાબતે આઠ શખ્સોનો હુમલો: બે મહિલા સહિત ચાર વ્યક્તિને માર માર્યો


SHARE







હળવદના ભલગામડામાં ઘેટા બકરા ચરાવવા બાબતે આઠ શખ્સોનો હુમલો: બે મહિલા સહિત ચાર વ્યક્તિને માર માર્યો

હળવદ તાલુકાના ભલગામડા ગામે ઘેટા બકરા ચરાવવાની બાબતે લઈને બોલાચલી અને ઝઘડા થયો હતો ત્યાર બાદ આઠ શખ્સો દ્વારા પથ્થરના છુટા ઘા કરીને તેમજ લોખંડના પાઇપ, લાકડી અને સોરીયા વડે બે મહિલાઓ સહિત કુલ મળીને ચાર વ્યક્તિઓને માર મારવામાં આવ્યો હતો અને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવેલ છે જેથી ભોગ બનેલા યુવાન દ્વારા હાલમાં હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવવા આવતા પોલીસે ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરી છે

જાણવા મળતી માહિતી મુજબ હળવદ તાલુકાના ભલગામડા ગામે વાડી વિસ્તારમાં રહેતા અને ખેતી કરતાં ગણપતભાઈ ઘનશ્યામભાઈ ભાટીયા (32)એ હાલમાં હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે નારણભાઈ ઉર્ફે સામતભાઈ મશરૂભાઈ ધ્રાંગીયા, દિનેશભાઈ ટીડાભાઇ ધ્રાંગીયા, લાખાભાઈ ડાહ્યાભાઈ ધ્રાંગીયા, બાબુભાઈ સંગ્રામભાઈ, કરસનભાઈ પબાભાઈ ધ્રાંગીયા, દેવાભાઈ આલાભાઇ ધ્રાંગીયા, વિહાભાઇ જલાભાઈ ધ્રાંગીયા અને પુનાભાઈ ઉર્ફે પુનિયો રાઘવભાઈ ગમારા રહે. તમામ ભલગામડા વાળાની સામે ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યું છે કે, ફરિયાદીના કૌટુંબિકભાઈ ઇન્દ્રજીતભાઈ પચાણભાઈ ભાટીયા અને યુવરાજભાઈ પચાણભાઈ ભાટીયા સાથે આરોપી દિનેશભાઈ, નારણભાઈ અને લાખાભાઈને ઘેટા બકરા ચરાવવા બાબતે બોલાચાલી અને ઝઘડો થયો હતો

જેથી નારણભાઈ, દિનેશભાઈ, લાખાભાઈ અને બાબુભાઈએ ફરિયાદી તથા સાહેદોને ગઈકાલે બપોરે પોણા ચારેક વાગ્યાના સુમારે બોલાચાલી અને ઝઘડો કરીને ગાળો આપી હતી અને છૂટા પથ્થરના ઘા કરીને માર માર્યો હતો. ત્યારબાદ કરસનભાઈ, દેવાભાઈ, વિહાભાઈ અને પુનાભાઈ લાકડી, સોરીયુ અને લોખંડના પાઇપ લઈને આવ્યા હતા અને ત્યાં પ્રવીણભાઈને શરીરે માર માર્યો હતો તેમજ સોરીયા વડે આડેધડ માર મારીને માથામાં અને શરીરે ઇજાઓ કરી હતી. તથા ફરિયાદી તેમજ સાહેદ હંસાબેન પચાણભાઈ ભાટીયા અને કોમલબેન યુવરાજભાઈ ભાટિયાને લાકડીઓ મારીને ગડદા પાટુનો માર માર્યો હતો અને ફરિયાદી સહિતનાઓને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી જેથી બનેલા યુવાન દ્વારા હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે આઠ શખ્સોની સામે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે ગુનો નોંધી આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરી છે અને આ અંગેની આગળની વધુ તપાસ હેડ કોન્સ્ટેબલ એસ.ડી. સરૈયા ચલાવી રહ્યા છે






Latest News