અમારી ગાય કતલખાને ન જાય: ટંકારાના લજાઈ ગામે ગાયોના લાભાર્થે યોજાયેલ નાટકમાં 13 લાખનું દાન મળ્યું મોરબીમાં ગેરકાયદે કતલખાના બંધ કરાવવા મહાપાલિકામાં સ્ટિકર લાગ્યા: હવે શિવાજી મહારાજના વિચારો મુજબ કાર્યવાહી કરવા હિન્દુ સંગઠનોની ચીમકી માળિયા (મી) હળવદ રોડે બોલેરોની પાછળ ટ્રક અથડાતાં અકસ્માત: મિતાણા પાસે કાર ચાલકે હડફેટે લેતા ઇજા પામેલા વૃદ્ધ સારવારમાં માળિયા (મી) ના ખાખરેચી ગામ નજીક કારખાનાના કવાર્ટરમાં બીમારીથી કંટાળી ગયેલા યુવાને જીવનનો અંત આણ્યો વાંકાનેર તાલુકામાં અપમૃત્યુના બે બનાવ: એક યુવાનનું વીજ શોટ લાગતા મોત બીજાએ જીવન ટુકવ્યું મોરબીમાં પક્ષીઓને ફાયદો નહીં, નુકશાન કરે તેવી પ્રવૃતિ પક્ષી પ્રેમીઓએ બંધ કરવી જોઈએ: જીતુભાઇ ઠક્કર મોરબીમાં ફાયનાન્સ પેઢીએ ગ્રાહક પાસે લોન કલોઝરના રૂપિયા માંગતા કરવામાં આવેલ કેસમાં મહત્વપૂર્ણ ચુકાદો મોરબી મહાપાલિકાના મહારાણી શ્રી નંદકુંવરબા આશ્રય ગૃહ ખાતે નવરાત્રીની આસ્થાભેર ઉજવણી
Breaking news
Morbi Today

હળવદ તાલુકાનો બનાવ: સગાઈ નહીં તોડે તો જાનથી મારી નાખીશ, ધરાર પ્રેમીની યુવતીને ફોન ઉપર ધમકી


SHARE









હળવદ તાલુકાનો બનાવ: સગાઈ નહીં તોડે તો જાનથી મારી નાખીશ, ધરાર પ્રેમીની યુવતીને ફોન ઉપર ધમકી

હળવદ તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં રહેતી યુવતીની સગાઈ થઈ ગયેલ હોવા છતાં ધરાર એક તરફી પ્રેમીએ તેને ફોન કરીને સગાઈ નહીં તોડે તો તેને જાનથી મારી નાખશે તેવી ધમકી આપી હતી અને તે ધરાર પ્રેમી યુવતીનો પીછો કરતો હતો જેથી હાલમાં ભોગ બનેલ યુવતીની માતાએ હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી છે તેના આધારે પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે

હળવદ તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં રહેતી યુવતીનો પીછો કરીને ધરાર પ્રેમી તેને હેરાન કરતો હતો જેથી કરીને હાલમાં ભોગ બનેલી યુવતીની માતા દ્વારા હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે અતુલભાઈ પરસોત્તમભાઈ તારબુંદીયા રહે. કૃષ્ણનગર તાલુકો હળવદ વાળાની સામે ફરિયાદ નોંધાવી છે જેમાં જણાવ્યુ છે કે, તેઓની દીકરીની સગાઈ થઈ ગયેલ છે અને એક તરફી પ્રેમમાં આરોપી અતુલભાઇ તારબુંદીયા તેની દીકરી સગાઈ નહીં તોડે તો જાનથી મારી નાખશે તેવી ધમકી આપે છે અને તેનો પીછો કરે છે જેથી કરીને હાલમાં ભોગ બનેલી યુવતીની માતાએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે આઈપીસી કલમ 354 (ડી), 506 (2), (BNS કલમ 78, 351 (૨) મુજબ ગુનો નોંધીને આરોપીને પકડવા માટે ચક્રોગતિમાન કર્યા છે

બાઈક સ્લીપ

મોરબીના ઇન્દિરાનગર વિસ્તારમાં રહેતા રમેશભાઈ પોલાભાઈ મોરતરીયા (55) નામના આધેડ બાઈક લઈને મોરબીના જુના ઘુટુ રોડ ઉપરથી જતા હતા ત્યારે સોનેટ સીરામીક કારખાના સામે અચાનક તેનું બાઈક સ્લીપ થઈ ગયું હતું જેથી કરીને આધેડને ઇજાઓ થઈ હતી જેથી તેને સારવાર માટે લઈ ગયા હતા. ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી બી ડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી કરી છે અને આ બનાવની પ્રાથમિક તપાસ જે.જે. ડાંગર દ્વારા કરવામાં આવી હતી. 




Latest News