અમારી ગાય કતલખાને ન જાય: ટંકારાના લજાઈ ગામે ગાયોના લાભાર્થે યોજાયેલ નાટકમાં 13 લાખનું દાન મળ્યું મોરબીમાં ગેરકાયદે કતલખાના બંધ કરાવવા મહાપાલિકામાં સ્ટિકર લાગ્યા: હવે શિવાજી મહારાજના વિચારો મુજબ કાર્યવાહી કરવા હિન્દુ સંગઠનોની ચીમકી માળિયા (મી) હળવદ રોડે બોલેરોની પાછળ ટ્રક અથડાતાં અકસ્માત: મિતાણા પાસે કાર ચાલકે હડફેટે લેતા ઇજા પામેલા વૃદ્ધ સારવારમાં માળિયા (મી) ના ખાખરેચી ગામ નજીક કારખાનાના કવાર્ટરમાં બીમારીથી કંટાળી ગયેલા યુવાને જીવનનો અંત આણ્યો વાંકાનેર તાલુકામાં અપમૃત્યુના બે બનાવ: એક યુવાનનું વીજ શોટ લાગતા મોત બીજાએ જીવન ટુકવ્યું મોરબીમાં પક્ષીઓને ફાયદો નહીં, નુકશાન કરે તેવી પ્રવૃતિ પક્ષી પ્રેમીઓએ બંધ કરવી જોઈએ: જીતુભાઇ ઠક્કર મોરબીમાં ફાયનાન્સ પેઢીએ ગ્રાહક પાસે લોન કલોઝરના રૂપિયા માંગતા કરવામાં આવેલ કેસમાં મહત્વપૂર્ણ ચુકાદો મોરબી મહાપાલિકાના મહારાણી શ્રી નંદકુંવરબા આશ્રય ગૃહ ખાતે નવરાત્રીની આસ્થાભેર ઉજવણી
Breaking news
Morbi Today

સોશ્યલ મીડિયાએ ભારે કરી: હળવદમાં રહેતી યુવતીને તેની સાથે પતિની જેમ રહેતા શખ્સે આપી માર નાખવાની ધમકી


SHARE









સોશ્યલ મીડિયાએ ભારે કરી: હળવદમાં રહેતી યુવતીને તેની સાથે પતિની જેમ રહેતા શખ્સે આપી માર નાખવાની ધમકી

સોશયલ મીડિયાના યુગમાં ઓનલાઈન ચેટિંગ બાદ ઘણા યુવક યુવતીઓ ભાગીને પ્રેમ લગ્ન કરી લેતા હોય છે અને ત્યાર બાદ વાસ્તવિક જીવનમાં ઓનલાઈનમા દેખાડેલ જાહોજલાલી કશું હોતું નથી. અને પછી ઝઘડા થતાં હોય છે આવો જ ઘાટ મોરબી જિલ્લાના હળવદ જોવા મળ્યો છે અને મૂળ છોટાઉદેપુરની યુવતીએ સોશિઅલ મીડિયાથી સંપર્કમાં આવેલા આગ્રાના શખ્સની સામે ભાગીને હળવદ આવી ગયેલ હતી અને ત્યાં સિદ્ધિવિનાયક સોસાયટીમાં રહેતી હતો જો કે, યુવતીને સાથે નાની નાની બાબતોમાં અવારનવાર ઝઘડો કરીને મૂઢમાર મારીને ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવતી હતી જેથી કરીને આ બનાવ સંદર્ભે હાલમાં યુવતીએ હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે યુવતીની સાથે પતિની જેમ રહેતા શખ્સની સામે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજબીજ શરૂ કરી છે

બનાવની જાણવા મળતી માહિતી મુજબ મૂળ છોટાઉદેપુર જિલ્લાના રહેવાસીને હાલમાં હળવદમાં આવેલ સિદ્ધિવિનાયક સોસાયટીમાં રહેતા જોત્સ્નાબેન ગમજીભાઈ રાઠવા જાતે અનુ. જન જાતિ (19) એ હાલમાં સોહેલ સરફુદ્દીન અબ્બાસ રહે. હાલ સિદ્ધિવિનાયક સોસાયટી હળવદ મૂળ રહે. શ્રીનગર ગલી આગ્રા વાળાની સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેને જણાવ્યું છે કે, ફરિયાદી સાથે નાની નાની બાબતોમાં આરોપી અવારનવાર ઝઘડો કરીને મૂઢમાર મારી ગાળો આપીને જાનથી મારી નાખવાની ધમકી આપે છે જેથી કરીને ભોગ બનેલ યુવતી નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે

આ ગુનાની તપાસ કરી રહેલા હેડ કોન્સટેબલ એસ.ડી.સરૈયા સાથે વાત કરતાં તેમણે જણાવ્યુ હતુ કેમ ફરિયાદી અને આરોપી બંને સોશિઅલ મીડિયાથી સંપર્કમાં આવ્યા હતા અને ત્યાર બાદ ફરિયાદી અને આરોપી બંને હળવદમાં આવીને પતિ પત્નીની જેમ રહેવા લાગ્યા હતા જો કે, કોઈ કારણોસર તેને આરોપી ઝઘડો કરીને મૂઢમાર મારી ગાળો આપીને જાનથી મારી નાખવાની ધમકી આપતો હતો જેથી કરીને હાલમાં યુવતીએ નોધાવેલ ફરિયાદ આધારે પોલીસે આગળની કાર્યવાહી કરેલ છે

વીજ શોક લગતા ભેંસનું મોત

મોરબી તાલુકાના વીરપરડા ગામે રહેતા ધર્મરાજસિંહ હરપાલસિંહ જાડેજા જાતે દરબાર (35)એ મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જણાવ્યુ છે કે, વીરપરડા ગામે આવેલ સહકારી મંડળીની ઓફિસ પાસે આવેલ ટીસીના થાંભલા નજીકથી ભેંસ પસાર કરી હતી ત્યારે ભેંસને ઇલેક્ટ્રીક શોટ લાગતાં તેનું મોત નીપજયું હતું જેથી આ બનાવ અંગેની મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતાં પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે




Latest News