મોરબીમાં સમાધાન માટે આવલે કૌટુંબિક જમાઈ સહિત 4 લોકોને ધોકા વાળી કરીને બે યુવાનના માથા ફાડી નાખ્યા હળવદના દેવળીયા ગામ નજીક બોલેરોના ચાલકે બાઇકને હડફેટે લેતા યુવાનની નજર સામે તેની પત્નીનું મોત: બે ઇજાગ્રસ્ત સારવારમાં માળીયા (મી)ના જાજાસર ગામે ખેતરના સેઢા પાસે ગળાફાંસો ખાઈને યુવતીએ કર્યો આપઘાત ઓનલાઈન ગેમમાં રૂપિયા હારી જવાથી દેણું થઈ જતાં હળવદના ધણાદ ગામે યુવાને ન કરવાનું કરી નાખ્યું મોરબી નજીક કારખાનામાં વેલ્ડિંગ કામ કરતાં સમયે 20 ફૂટ ઉપરથી નીચે પડતાં ઇજા પામેલા યુવાનનું મોત મોરબીમાં સાર્થક વિદ્યામંદિર ખાતે વિદ્યાર્થીનીઓ માટે પ્રિ-નવરાત્રી યોજાઇ ટંકારાના તળાવમાં મગર દેખાયો: લોકોમાં ભયનો માહોલ ટ્રાફિક સમસ્યાનો આવશે અંત: હળવદની વેગડવાવ ફાટકે બનશે 76.19 કરોડના ખર્ચે ઓવરબ્રીજ
Breaking news
Morbi Today

મોરબીની સરકારી તાલુકા શાળા નં.૨ માં આ વર્ષે ખાનગી શાળામાંથી ૨૮ દીકરીઓએ પ્રવેશ મેળવ્યો


SHARE









મોરબીની સરકારી તાલુકા શાળા નં.૨ માં આ વર્ષે ખાનગી શાળામાંથી ૨૮ દીકરીઓએ પ્રવેશ મેળવ્યો

પીએમશ્રી તાલુકા શાળા નં.૨ માં શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ યોજાયેલ.મોરબી જિલ્લા કલેકટર કે.બી.ઝવેરી, સીડીપીઓ મયુરીબેન, બીઆરસી કો-ઓર્ડીનેટર ચિરાગભાઈ આદ્રોજા, મોડેલ સ્કૂલ હળવદ આચાર્ય અલ્તાફભાઈ ખોરજીયા, સીઆરસી કો-ઓર્ડીનેટર રિકિતભાઈ વીડજા, પૂર્વ પાલિકા સદસ્ય અનોપસિંહ જાડેજા વિગેરે મહાનુભાવોએ હાજરી આપી હતી.જુન-૨૦૨૪ થી શાળામાં બાલવાટિકામાં ૩૭ દીકરીઓ તથા ધોરણ ૧ માં ૫૩ દીકરીઓને પ્રવેશ કિટ અર્પણ કરી પ્રવેશ આપ્યો હતો.ગત વાર્ષિક પરીક્ષામાં ઉત્તમ પરિણામ મેળવી પ્રથમ ત્રણ ક્રમાંક મેળવનાર વિદ્યાર્થીનીઓને સિલ્ડ અર્પણ કરી સન્માન કરવામાં આવ્યું હતુ.

તેમજ સરકાર દ્વારા લેવાયેલ સ્પર્ધાત્મક પરીક્ષાઓ જેવી કે NMMS, CET માં ઉત્કૃષ્ટ દેખાવ કરનાર વિદ્યાર્થીનીઓનું સન્માન કરવામાં આવ્યું હતુ.શાળા સાથે હંમેશા જોડાયેલા દાતાઓનું પણ આ તકે સન્માન કરવામાં આવ્યું હતુ.જિલ્લા કલેકટરએ વિદ્યાર્થીઓના વાલીઓને સરકારની યોજનાઓનો પરિચય આપી શૈક્ષણિક ગુણવત્તા સુધરે તે માટે સહકાર આપવા માટે પ્રેરક ઉદબોધન કર્યું હતુ. તેમજ આ શાળામાં આ વર્ષે ખાનગી શાળામાંથી ૨૮ દીકરીઓએ પ્રવેશ મેળવેલ તે બદલ શાળાના તમામ પરિવારને કલેકટરે અભિનંદન આપ્યા હતા. તેમજ માળીયા (મિં.) તાલુકાના જૂના ઘાંટીલા ગામે પંચાયત ગ્રામ ગૃહ વિભાગના ઉપ સચિવ દર્શનભાઈ દેસાઈ, માળિયા ટીડીઓ વાઘેલા, ગામના સરપંચ ઉમેશભાઈ, તલાટી કમ મંત્રી દીપકભાઈ, આરડીસી બેંકના ડિરેક્ટર અમુભાઈ વિડજા તથા ગામના આગેવાનોની હાજરીમાં કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશ ઉત્સવ ઉજવામાં આવ્યો હતો.




Latest News