મોરબીમાં આરએસએસના સ્વયંસેવકોના ઘરે 133 દીકરીઓનું કરાયું કન્યાપૂજન મોરબીના વનાળીયા (શારદાનગર) ગામે શરદપૂનમે ભટ્ટ પરિવાર દ્વારા યજ્ઞનુ આયોજન મોરબી એસટી ડેપો ખાતે અંબાજી માતાજીનો તૃતીય પાટોત્સવ ઉજવાશે મોરબીમાં પ્રાચીન ગરબીની પરંપરા જાળવતી રાખતી શ્રી ધક્કાવાળી મેલડી ગરબી મોરબી જિલ્લા ઉચ્ચતર માધ્યમિક શિક્ષક સંઘના પ્રમુખ પદે ભગવાનભાઇ કુંભરવાડીયા-મહામંત્રી વિશાલભાઈ ગોધાણી મોરબી જિલ્લા એલસીબીની ટીમે જુદાજુદા ગુનામાં નાસતા ફરતા બે આરોપીને પકડ્યા મોરબીમાં વિદ્યુત સ્મશાન ખાતે રામધૂનને એક વર્ષ પૂર્ણ થતાં રામ જન્મથી રાજ્યભિષેક સુધીનું નાટક યોજાયું ​​​​​​​મોરબીમાંથી નીકળતા નવા નેશનલ હાઇવેનો ખેડૂતો દ્વારા વિરોધ છતાં કામ ચાલુ !
Breaking news
Morbi Today

મોરબીમાં પરણિત પ્રેમિકાની હત્યા કરનાર આરોપીના રિમાન્ડ પૂરા થતાં જેલ હવાલે


SHARE









મોરબીમાં પરણિત પ્રેમિકાની હત્યા કરનાર આરોપીના રિમાન્ડ પૂરા થતાં જેલ હવાલે

મોરબીની મચ્છુની કેનાલમાંથી મહિલાની હત્યા કરેલ હાલતમાં કોહવાયેલ લાશ મળી હતી જે મહિલાની હત્યા તેના પરણિત પ્રેમીએ જ કરી હતી જેથી પોલીસે તેની ધરપકડ કરીને કોર્ટમાં રજૂ કરીને આરોપીના રિમાન્ડ મેળવ્યા હતા જે રિમાન્ડ પૂરા થતાં આરોપીને જેલ હવાલે કરવામાં આવેલ છે. 

મોરબીમાંથી પસાર થતી મચ્છુની કેનાલમાંથી મહિલાની હત્યા કરેલ કોહવાય ગયેલ લાશ મળી આવી હતી જે મહિલાના હાથ ઉપર લખવામાં આવેલ નામ આધારે પોલીસે તપાસ શરૂ કરી હતી અને સોશ્યલ મીડિયામાં મૂકવામાં આવેલ માહિતી આધારે મૃતક મહિલાના પતિ દ્વારા મોરબી એ ડિવિઝનના પીઆઇને ફોન આવ્યો હતો અને તેની પત્ની ગુમ થયેલ છે તેવી તેને સ્થાનિક પોલીસ સ્ટેશને ગુમસુધા ફરિયાદ નોંધાવેલ હતી. અને મૃતક મહિલાના પતિએ પોલીસને કહ્યું હતું કે, તેની પત્નીને તેનો પ્રેમી કુલસીંગ ઉર્ફે ઇડલુ ઉર્ફે રાજુ રાઠવા ભગાડીને ગયેલ છે.

જેથી હત્યાના આ કેસની ગુથી ઉકેલવા માટે પોલીસે કુલસિંગ રાઠવાને શોધવા તજવીજ શરૂ કરી હતી અને તે વાંકાનેરના વાંકીયા ગામની સીમમાં હોવાનું સામે આવ્યું હતું. જેથી પોલીસે તેની ત્યાંથી ધરપકડ કરી હતી અને તેને જ મહિલાની હત્યા કરી હોવાનું સામે આવ્યું હતું જેથી કરીને પોલીસે આરોપીને કોર્ટમાં રજૂ કરીને તેના રિમાન્ડ મેળવ્યા હતા જે રિમાન્ડ પૂરા થતાં આરોપી કુલસીંગ ઉર્ફે ઇડલુ ઉર્ફે રાજુ અમેરસીંગ કીકરીયા રાઠવા જાતે આદિવાસીને કોર્ટમાં રજૂ કરીને જેલ હવાલે કરવામાં આવેલ છે.




Latest News