મોરબી શહેરમાં 3 અને દીઘડીયામાં 1 રેડ: 5 મહિલા સહિત કુલ 28 લોકો જુગાર રમતા પકડાયા ટંકારાના ચકચારી જેઠા પટેલ હત્યા કેસમાં સરકારે હાઇકોર્ટમાં કરેલ અપીલ રદ ટંકારા તાલુકામાં દારૂના ગુનામાં સંડોવાયેલા બે શખ્સ પાસા હેઠળ જેલ હવાલે મોરબીના યુવાન પાસેથી એક લાખ રૂપિયા લઈને લગ્ન કરીને છનનન થઈ ગયેલ મહિલા ઝડપાઇ: એક દિવસના રિમાન્ડ મંજૂર મોરબી જીલ્લામાં ખાનગી વીજ કંપની પાસેથી વળતર માટે કલેક્ટરની અધ્યક્ષતામાં MRC દ્વારા વધુ ૪ ગામના ભાવ નક્કી કરાયા ટીબી મુક્ત ભારત અભિયાન: વાંકાનેરની દોશી કોલેજના NSS વિદ્યાર્થીઓ દ્વારા જાગૃતિ રેલી યોજાઈ વાંકાનેરના ગારીડા- જાલીડા વચ્ચે પીવાના પાણીના નવા સંપ-પમ્પિંગ સ્ટેશનની મુલાકાત લેતા જીજ્ઞાસાબેન મેર વાંકાનેરના સરતાનપર રોડે કારખાનામાં ટાઇલ્સ લાગતાં સારવારમાં ખસેડાયેલ મહિલાના શરીરમાં લોહીનું પ્રમાણ ઘટી જતાં મોત
Breaking news
Morbi Today

મોરબી જિલ્લામાં ૧૧ જુલાઈના રોજ વિશ્વ વસ્તી દિવસની ઉજવણી સંદર્ભે વિવિધ કાર્યક્રમો યોજાશે


SHARE







મોરબી જિલ્લામાં ૧૧ જુલાઈના રોજ વિશ્વ વસ્તી દિવસની ઉજવણી સંદર્ભે વિવિધ કાર્યક્રમો યોજાશે

મોરબી જિલ્લા વહિવટી તંત્ર અને જિલ્લા આરોગ્ય શાખા દ્વારા વસ્તી નિયંત્રણ માટે કુટુંબમાં જનજાગૃતિ કેળવાય તેવા હેતુથી મોરબી જિલ્લામાં દ્વારા ૧૧ જુલાઈના રોજ વિશ્વ વસ્તી દિવસ ની ઉજવણી અંન્વયે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે.

૧૧ જુલાઈના રોજ વિશ્વ વસ્તી દિવસની ઉજવણી અંતર્ગત કેન્દ્ર અને રાજ્ય સરકારના નેતૃત્વ હેઠળ આરોગ્ય વિભાગ દ્વારા મોરબી જિલ્લાના દરેક વિસ્તારમાં જનજાગૃતિ અર્થે વિવિધ પ્રવૃતિઓ હાથ ધરવામાં આવશે. સમગ્ર જિલ્લામાં મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીના માર્ગદર્શન હેઠળ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર અને અર્બન હેલ્થ સેન્ટરમાં ૧૧ જુલાઈ ના રોજ વિશ્વ વસ્તી દિવસની ઉજવણી કરવામાં આવશે. જેમાં વસ્તી નિયંત્રણ માટે કુટુંબમાં જનજાગૃતિ કેળવવા ચાર તબક્કામાં કાર્યક્રમો યોજાશે.

વિશ્વ વસ્તી દિવસ-૨૦૨૪ ની થીમ માતા અને બાળક ની સુખાકારી માટે ગર્ભાવસ્થાનો સ્વસ્થ સમય અને અંતરરાખવામાં આવી છે. જ્યારે વિશ્વ વસ્તી દિવસ-૨૦૨૪ માટેનું સૂત્ર વિકસિત ભારતની નવી પહેચાન, કુટુંબ નિયોજન દરેક દંપતિ ની શાનરાખવામાં આવ્યું છે. આ સ્લોગન હેઠળ આ વર્ષ ચાર તબક્કા માં આ ઉજવણી કરવામાં આવશે. કુટુંબ નિયોજન માટે દંપતિઓ સાથે સંવાદ કરવામાં આવશે.

તા.૨૦ જુન થી શરૂ થયેલ તબક્કા દરમિયાન પ્રચાર પ્રસાર અંગેની સામગ્રીનું વિતરણ, આરોગ્ય કર્મચારીઓને તાલીમ તેમજ આંતર-ક્ષેત્રીય કન્વર્ઝન જાગ્રતિ અને પ્રચાર સહિતની કરવામાં આવી રહી છે. બીજા તબક્કામાં કુટુંબ નિયોજનના મહત્વ વિષે જનજાગૃતિ લાવવા માટે સાસુ-વહુ મીટીંગ, ઘરે-ઘરે મુલાકાત સોશિયલ મીડિયા અને અન્ય ડીઝીટલ પ્લેટફોર્મ દ્વારા જાગૃતિ અભિયાન, રેલી, બેનર્સ, પોસ્ટર, પત્રિકા વગેરે દ્વારા લોકોન જાગૃત કરવામાં આવશે.

ત્રીજા તબક્કામાં ગર્ભ નિરોધક તેમજ કુટુંબ નિયોજનની સેવાઓ પૂરી પાડવામાં પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે. જ્યારે ચોથા તબક્કામાં કુટુંબ નિયોજનની સારી કામગીરી કરનારને પોત્સાહન એવોર્ડ વિતરણ કામગીરી કરવામાં આવશે. એમ મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો. કવિતાબેન દવેની યાદીમાં જણાવવામાં આવ્યું છે.




Latest News