મોરબી પીએમશ્રી માધાપરવાડી કન્યા શાળામાં વિજ્ઞાન ગણિત પ્રદર્શન યોજાયું વાંકાનેરમાં યુવા સારથી સંગઠન દ્વારા આયોજિત મહારક્તદાન કેમ્પમાં 334 બોટલ રક્ત એકત્રિત થયું મોરબીના નવલખી રોડેથી નીકળેલો શખ્સ બીયરના ટીન સાથે પકડાયો: રવાપર રોડે યુવાન ઉપર છરી વડે હુમલો મોરબીના વનાળીયા ગામે આંગણવાડી ખાતે આંગણ મિલન સેવા કાર્યક્રમ યોજાયો મોરબી જલારામ ધામ ખાતે સદાવ્રતમાં મહાપ્રસાદ યોજી ભાણેજને શ્રદ્ધાંજલિ અર્પણ કરતો સોમૈયા પરિવાર મોરબીના યુવાનની છેતરપિંડીના ગુનામાં લાઠી પોલીસ દ્વારા અટકાયત મોરબી નજીક ગણેશ વિસર્જન સમયે નદીના પાણીમાં ડૂબી ગયેલ બીજા યુવાનનો પણ મૃતદેહ મળી આવ્યો મોરબી તાલુકામાં દારૂના ગુનામાં સંડોવાયેલ શખ્સ પાસા હેઠળ જેલ હવાલે
Breaking news
Morbi Today

મોરબીમાં જી.એન.આર.એફ. દ્વારા પ્રકૃતિ બચાવો અંતર્ગત વૃક્ષારોપણનું આયોજન


SHARE







મોરબીમાં જી.એન.આર.એફ. દ્વારા પ્રકૃતિ બચાવો અંતર્ગત વૃક્ષારોપણનું આયોજન

જે રીતે સારા આરોગ્ય માટે સ્વસ્થ આહારની જરૂર છે, તેવી રીતે સ્વચ્છ હવા માટે વૃક્ષોની જરૂર છે તેને કોઈ નકારી શકે નહીં. પરંતુ વધતા ગ્લોબલ વોર્મિંગ અને વાયુ પ્રદૂષણને કારણે આબોહવાને ખુબ જ અસર થઈ રહી છે ત્યારે પ્રાકૃતિક સંસાધનોનો સહારો નહીં લઈએ તો ભવિષ્યમાં વધારે ગંભીર પરિસ્થિતિઓનો સામનો કરવો પડે તેમ છે જેથી વૃક્ષોની જતન અનિવાર્ય છે. એક અભ્યાસ મુજબ, એક વૃક્ષ તાપમાનને ઓછામાં ઓછું 4 ડિગ્રી સુધી ઘટાડી શકે છે અને વર્ષભરમાં લગભગ 20 કિલો વાયુ પ્રદૂષણને શોષી શકે છે.

દાવત-એ-ઇસ્લામી હિન્દના કલ્યાણ વિભાગ જી.એન.આર.એફ. (ગરીબ નવાજ રિલીફ ફાઉન્ડેશન)એ તા 1 થી 10 સુધી દેશભરમાં મોટી સંખ્યામાં વૃક્ષો વાવવાનો નિર્ણય કર્યો છે. આ અભિયાનને સફળ બનાવવા માટે કાઉન્સિલ ઓફ દાવત-એ-ઇસ્લામી હિન્દના નિરીક્ષક સૈયદ આરિફ અલી અત્તારી જામિયા અલ-અશરફિયા મૂબારકપુરના કેમ્પસમાં સ્વયં વૃક્ષારોપણ કરી અને એક વિડીયો સંદેશ દ્વારા દેશવાસીઓને દેશભરમાં વૃક્ષો વાવવાની અપીલ કરી છે. જી.એન.આર.એફ. ના સ્વયંસેવકો કોલેજો, શાળાઓ, ધાર્મિક મદરેસા અને વિવિધ ધાર્મિક સ્થળોએ "પ્રકૃતિ બચાવો" શીર્ષક હેઠળ કાર્યક્રમો યોજી લોકોને વૃક્ષારોપણ અભિયાનમાં ભાગ લેવા અપીલ કરી રહ્યા છે. દાવત-એ-ઇસ્લામી ઇન્ડિયાનો મિડિયા વિભાગ આપને આ અભિયાનમાં જી.એન.આર.એફ.ને સમર્થન આપવાની અને પ્રકૃતિ બચાવવાની અપીલ કરે છે 




Latest News