અખિલ ભારતીય કોળી સમાજની રાષ્ટ્રીય કાર્યકારિણી બેઠક દિલ્હી કોળી ભવનમાં મળી
મોરબીના સિરામિક ઉદ્યોગમાં વપરાતા નેચરલ ગેસના ભાવમાં ગુજરાત ગેસ કંપનીએ કર્યો 2.70 રૂપિયાનો વધારો
SHARE
મોરબીના સિરામિક ઉદ્યોગમાં વપરાતા નેચરલ ગેસના ભાવમાં ગુજરાત ગેસ કંપનીએ કર્યો 2.70 રૂપિયાનો વધારો
મોરબીના સિરામિક ઉદ્યોગમાં વપરાતા નેચરલ ગેસના ભાવમાં ગુજરાત ગેસ કંપની દ્વારા વધારો કરવામાં આવ્યો છે અને આજ સુધી જે ગેસ ઉદ્યોગકારોને 42.61 ના ભાવથી મળતો હતો તે ગેસ કાલથી 44.68 ના ભાવથી મળશે જેથી ગેસના ભાવમાં વધારો થતા સિરામિક ઉદ્યોગકારો માટે હાલમાં પડ્યા ઉપર પાટુ જેવો ઘાટ સર્જાયો છે.
મોરબીની આસપાસના વિસ્તારમાં લગભગ ૮૦૦ થી વધુ સિરામિકના નાના-મોટા કારખાના આવેલા છે તેમાં લાખો લોકોને રોજગારી મળી રહે છે આટલું નહીં પરંતુ સરકારને પણ કરોડો રૂપિયાનો ટેક્સ મોરબીના સિરામિક ઉદ્યોગમાંથી મળે છે જેથી આ ઉદ્યોગને વધુમાં વધુ ફાયદો થાય તે પ્રકારની વ્યવસ્થા જો સરકાર દ્વારા ગોઠવવામાં આવે તો ઉદ્યોગકારોને ફાયદો થાય અને રોજગારીમાં પણ વધારો થાય તેવી શક્યતાઓ છે પરંતુ વારંવાર ગેસના ભાવમાં વધારો કરવામાં આવે છે જેથી કરીને ઉદ્યોગકારોની મુશ્કેલીઓમાં સતત વધારો થઈ રહ્યો છે.
મોરબી સીરામીક ઉદ્યોગમાં વપરાતા નેચરલ ગેસનો વપરાશ અગાઉ દૈનિક લાખો ક્યુબીક મીટર હતો જો કે, છેલ્લા ઘણા સમયથી હવે અહીના ઉદ્યોગકારો દ્વારા ગુજરાત ગેસ અને પ્રોપેન ગેસનો ઉપયોગ કરવામાં આવે છે જેથી કરીને ગુજરાત ગેસની ડિમાન્ડ હાલમાં પહેલા જેવી રહી નથી અને નેચરલ ગેસ આપતી ગુજરાત ગેસ કંપની દ્વારા ગેસના ભાવમાં વધારો કરાયો છે અને તા 4/7/24 થી જ આ ભાવ વધારો લાગુ કરવામાં આવેલ છે જેથી કરીને તા 3 સુધી જે ગેસ 42.61 ના ભાવથી મળતો હતો તે ગેસ તા 4 થી 44.68 ના ભાવથી મળશે તેવી સિરામિક ઉદ્યોગકારો પાસેથી જાણવા મળેલ છે.