મોરબીના સિરામિક ઉદ્યોગમાં વપરાતા નેચરલ ગેસના ભાવમાં ગુજરાત ગેસ કંપનીએ કર્યો 2.70 રૂપિયાનો વધારો
મોરબીમાં દબાણ હટાવવા-પાણીની પાઇપલાઇન પાથરવા બાબતે બે પરિવાર વચ્ચે બઘડાટી: સામસામી ફરિયાદ
SHARE
મોરબીમાં દબાણ હટાવવા-પાણીની પાઇપલાઇન પાથરવા બાબતે બે પરિવાર વચ્ચે બઘડાટી: સામસામી ફરિયાદ
મોરબીના સનાળા રોડે ગોકુલનગર નજીક આવેલ ઘુડની વાડીમાં દબાણ હટાવવા અને પાણીની પાઇપલાઇન પાથરવાનું કામ રોકવા બાબતે બે પરિવાર વચ્ચે બોલાચાલી થઈ હતી અને ત્યારે બંને પક્ષેથી મારામારી પણ કરવામાં આવી હતી જેમાં ઇજા પામેલા લોકોને સારવાર માટે હોસ્પિટલે લઈ ગયા હતા અને ત્યારબાદ મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે બંને પક્ષેથી ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે ગુના નોંધીને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરી છે.
જાણવા મળતી માહિતી મુજબ મોરબીના સનાળા રોડ નજીક આવેલ ગોકુલનગર જાગાની વાડીમાં રહેતા સંજયભાઈ ગોવિંદભાઈ કંઝારીયા જાતે સતવારા (32)એ મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે લાભુબેન કેશવજીભાઈ ડાભી અને મુક્તાબેન છગનભાઈ ડાભી રહે. બંને ઘુડની વાડી ગોકુળનગર પાછળ મોરબી વાળાની સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેને જણાવ્યુ છે કે, તેઓએ મામલતદાર કચેરીમાં દાવો કરેલ હતો જેનો ચુકાદો તેઓની તરફેણમાં આવ્યો છે જેથી રસ્તો ખુલ્લો કરાવવા માટે મામલતદાર કચેરી દ્વારા ડીમોલેશન કરવામાં આવ્યું હતું અને આરોપી બહેનોએ રસ્તો બંધ કરેલ હતો તે કાચી વાડનું ડિમોલેશન થયેલ હતું જે બાબતનો ખાર રાખીને લાભુબેને લાકડી વડે વાસામાં માર મારીને ઇજા કરી હતી તેમજ મુક્તાબેનને કપડાં ધોવાનો ધોકો છૂટો ઘા કરીને ફરિયાદીને મારવાની કોશિશ કરી હતી જેથી ભોગ બનેલા યુવાને દ્વારા નોંધાવવામાં આવેલ ફરિયાદ આધારે બંને મહિલાઓની સામે ગુનો નોંધી પોલીસે આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે.
જ્યારે સામા પક્ષેથી લીલાબેન કેશવજીભાઈ ડાભી જાતે સતવારા (62)એ રોહિતભાઈ શામજીભાઈ કંઝરિયા અને સંજયભાઈ ગોવિંદભાઈ કંઝરિયા રહે. બંને જાગાની વાડી ગોકુલનગર પાછળ મોરબી વાળાની સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેણે જણાવ્યું છે કે, તેઓના ઘરની સામે વાડી વિસ્તારમાં નગરપાલિકાની પાણીની પાઇપલાઇન નાખવાની કામગીરી ચાલુ હોય તેઓના પતિએ જેસીબીના ચાલકને “અમારી જમીન માપણીની સીટ આવ્યા બાદ ખોદકામ કરશો” તેવું કહીને કામ બંધ કરાવ્યું હતું જેથી રોહિતભાઈ અને સંજયભાઈને તે સારું ન લાગતા તેઓએ ફરિયાદીના ઘર પાસે આવીને ગાળો બોલી હતી અને ગાળો બોલવાની ના પાડતા તે બંને ઉશ્કેરાઈ ગયા હતા અને ત્યારબાદ તેણે ફરિયાદીને ઢીકાપાટુનો માર મારીને ઇજા કરી હતી તેમજ રોહિતભાઈએ શેરીમાં પડેલ ઈંટના ટુકડા લઇ છુટા ઘા કરીને ફરિયાદીને ડાબા હાથે તથા પીઠના ભાગે ઇજા કરી હતી જેથી ઇજાગ્રસ્ત વૃદ્ધાને સારવારમાં ખસેડવામાં આવ્યા હતા અને ત્યારબાદ વૃદ્ધાએ મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી છે આમ મારા મારીના આ બનાવમાં બંને પક્ષેથી ફરિયાદ નોંધાવવામાં આવેલ છે.