મોરબીમાં રક્તસેવક બાઈક રાઈડ રેલીનું સ્વામિનારાયણ મંદિર ખાતે સ્વાગત કરાયું મોરબીમાં સમસ્ત મચ્છુકાંઠા વ્યાસ જ્ઞાતિના વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ યોજાયો મોરબીના કલેક્ટરે નવા બસ સ્ટેન્ડની લીધી મુલાકાત મોરબીમાં નવા ભાડા વિધેયકનો વકીલો દ્વારા કરાયો વિરોધ: સોમવારે પણ કોર્ટ કાર્યવાહીથી અલિપ્ત રહેવાનો નિર્ણય બ્મોરબીમાં બેંકની બેદરકારી સબબ સબસીડી ન મળતા દાખલ કરાયેલ ફરીયાદમાં ફરીયાદી તરફે ચુકાદો આપતી ગ્રાહક ટ્રીબ્યુનલ મોરબી નવયુગ ગ્રુપ ઓફ એજ્યુકેશનમાં રાષ્ટ્રભાવનાનો અનોખો સંગમ મોરબી માર્કેટિંગ યાર્ડ ખાતે પ્રાકૃતિક ખેત ઉત્પાદન-વેચાણ કેન્દ્રનો રાજ્યમંત્રીની હાજરીમાં કરાયો પ્રારંભ ભુજમાં નવા બાયપાસ માર્ગો માટે સાંસદ વિનોદભાઇ ચાવડાએ મુખ્યમંત્રીને કરી રજુઆત
Breaking news
Morbi Today

મોરબીના ઘુંટુ અને ભડીયાદ ગામે સામસામે મારામારી, ઇજાગ્રસ્તો સારવારમાં


SHARE









મોરબીના ઘુંટુ અને ભડીયાદ ગામે સામસામે મારામારી, ઇજાગ્રસ્તો સારવારમાં 

મોરબી તાલુકાના ગામે ઘુટુ ગામે  મારામારીનો બનાવ બન્યો હતો તે રીતે જ મોરબીના સામાકાંઠે આવેલા ભડીયાદ ગામે સામસામે મારામારીના બનાવો બન્યા હતા જે બનાવવામાં ઇજા પામેલા લોકોને સારવારમાં ખસેડાયા હતા અને બનાવની જાણ થતા પોલીસ દ્વારા આગળની તપાસ શરૂ કરવામાં આવી છે.

મોરબી તાલુકા પોલીસ સૂત્રોમાંથી મળતી માહિતી પ્રમાણે તાલુકાના ઘુટુ ગામે આવેલા આંબેડકર નગર વિસ્તારમાં સામસાની મારામારીનો બનાવ બન્યો હતો જેમાં એક પક્ષેથી જમનાબેન નાજાભાઇ ચાવડા 50 અને કોમલબેન નાજાભાઇ ઉમર 27 રહે બંને ઘૂંટુ આંબેડકર નગર તથા સામેવાળા સાગર કિશોરભાઈ ચૌહાણ ઉમર 25 અને કાજલબેન સાગરભાઇ ચૌહાણ 27 રહે બંને આંબેડકર નગર ઘુંટુ વાળાઓને ઇજા થતાં ચારેય લોકોને સારવાર માટે સિવિલ હોસ્પિટલે લઈ જવામાં આવ્યા હતા બનાવની હોસ્પિટલ ખાતેથી તાલુકા પોલીસમાં જાણ કરાતા તાલુકા પોલીસ મથકના જે પી પટેલ દ્વારા બનાવની નોંધ કરી આગળની તપાસ શરૂ કરાય છે.

તેમજ મોરબીના સામા સાથે આવેલા ભડીયાદ ગામે રામાપીરના ધોળા પાસે મારામારીનો વિનામ બનાવ બન્યો હતો આ સામસામે મારા મરીના બનાવવામાં એક પક્ષીથી જયેશભાઈ પ્રવીણભાઈ નંદેસરિયા અને રયાબેન જયેશભાઈ નંદેસરિયા ને ઇજાઓ પહોંચી હતી જ્યારે સામેના પક્ષેથી આશાબેન કાંતિભાઈ ઇન્દરિયા 27 અને કાંતિભાઈ દેવશીભાઈ ઇન્દરિયા 29 રહેચા રે ભડીયાદ વાળાઓને બીજાઓ પહોંચી હતી અને સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા ઉપરોક્ત મારામારીના બનાવ સંદર્ભે હોસ્પિટલ ખાતેથી યાદી આવતા હાલ તાલુકા પોલીસ મથકના સોલંકી મારામારીના કારણે સંદર્ભે આગળની તપાસ ચલાવી રહ્યા છે.

બાઈક ચોરીના ગુનામાં ધરપકડ

મોરબી એ ડીવીજન પોલીસ મથકના અશ્વિનભાઈ ઝાપડિયા પાસેથી મળતી માહિતી પ્રમાણે મોરબીમાંથી થયેલ બાઈક ચોરીનો એ ડીવીજન પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધાયો હતો.તે દરમિયાનમાં જામનગર એલસીબી દ્વારા વાહનચોરને પકડવામાં આવ્યો હતો અને તેણે મોરબીમાંથી વાહન ચોરી કરી હોવાની કબૂલાત આપેલ હોય હાલમાં તે વાહન ચોરીના ગુનામાં પોલીસે રોહિત માનાભાઈ બારીયા જાતે કોળી (22) ધંધો કેટરર્સ રહે. જામનગર વાળાની મોરબીની બાઇક ચોરીના ગુનામાં જામનગર પોલીસ પાસેથી કબ્જો મેળવીને ધરપકડ કરીને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.

બંધુનગર પાસે વાહન અકસ્માતમાં ઈજા

મોરબીના વાંકાનેર હાઇવે ઉપર આવેલા બંધુનગર ગામ પાસે ચામુંડા હોટલ નજીક વાહન અકસ્માતનો બનાવ સર્જાયો હતો. જેમાં અજાણ્યા વાહને બાઇકને ટક્કર મારતા બાઈકમાં સવાર ભીખાભાઈ દાનાભાઈ ભંખોડીયા (45) રહે.જવાહર સોસાયટી પાસે ભડીયાદ સામાકાંઠે મોરબી-2 ને ઇજાઓ થતા આયુષ હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવાયા હતા.બનાવની હોસ્પિટલ ખાતેથી તાલુકા પોલીસ મથકમાં જાણ કરાતા સ્ટાફના હરેશભાઈ ચાવડા દ્વારા બનાવની નોંધ કરીને આગળની તપાસ શરૂ કરવામાં આવી છે.ભીખાભાઈને માથાના ભાગે ઇજાઓ થઈ હોય સારવારમાં લઈ જવાય છે.




Latest News