મોરબીના રફાળેશ્વર પાસે માજી સરપંચના પતિને માર મારીને અપહરણ કરવાનો પ્રયાસ કરવાની ઘટનામાં હજુ કોઈ ગુનો નોંધાયો નથી ! મોરબી જલારામ મંદિરે સ્વ.દમયંતિબેન કાંતિલાલ પોપટના પરિવારના સહયોગથી નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પ યોજાયો મોરબીની પીએમશ્રી માધાપરવાડી કન્યા શાળામાં ગુરૂ વંદન ઉત્સવ ઉજવાયો મોરબી જિલ્લા કરણી સેના દ્વારા પી.ટી. જાડેજા સામે કરવામાં આવેલ ખોટી કાર્યવાહીનો વિરોધ વાંકાનેરના ભેરડા ગામ નજીકથી એક વર્ષ પહેલા થયેલ બાઈક ચોરીની હવે ફરિયાદ ! મોરબીના નવા એસટી ડેપોમાં વિદ્યાર્થિનીના પગ ઉપર બસનું ટાયર ફરી જતાં અંગૂઠામાં ફ્રેકચર-બે નખ નીકળી ગયા વાંકાનેરના અણીટીંબા ગામે જાહેરમાં જુગાર રમતા ચાર શખ્સ પકડાયા મોરબીના મહેન્દ્રનગર નજીક ટીસીમાંથી શોર્ટ લાગતાં અજાણ્યા યુવાનનું મોત
Breaking news
Morbi Today

મોરબી તાલુકા પોલીસે ઘુંટુ પાસેના ભંગારના ડેલામાંથી છ શકપડતા બાઇક એન્જીનો કબ્જે કર્યા : આગળની તપાસ શરૂ


SHARE

















મોરબી તાલુકા પોલીસે ઘુંટુ પાસેના ભંગારના ડેલામાંથી છ શકપડતા બાઇક એન્જીનો કબ્જે કર્યા : આગળની તપાસ શરૂ

મોરબી તાલુકા પોલીસ સ્ટાફને પેટ્રોલિંગ દરમિયાન મોરબીના ઘૂંટુ ગામ પાસે આવેલા ભંગારના ડેલામાં શક પડ્યો હતો.જેથી ત્યાં તપાસ કરવામાં આવતા ત્યાંથી બાઈકના છ એન્જીનો મળી આવ્યા હતા.જેથી કરીને 12 હજારની કિંમતનો મુદ્દામાલ જપ્ત કરીને એક ઈસમ સામે હાલ કાર્યવાહી પૂછપરછ હાથ ધરવામાં આવેલ છે.

મોરબી તાલુકા પોલીસસુત્રોમાંથી મળતી માહિતી પ્રમાણે સ્ટાફના મહાવીરસિંહ પરમાર તથા સ્ટાફ વોચ તપાસ તેમજ પેટ્રોલિંગમાં હતો.તે દરમિયાનમાં ઘુંટુ ગામ પાસે આવેલા રામકો વિલેજ નજીકના ઈંટોના ભઠ્ઠા સામેના ભાગે આવેલા ભંગારના ડેલામાં બાઇકના છૂટક એન્જીનો જોવા મળ્યા હતા અને આ બાઈકના એન્જિન શક પડતા હોવાથી ત્યાં જઈને પૂછપરછ કરવામાં આવતા ભંગારના ડેલાના સંચાલક દ્વારા ગલ્લા તલ્લા  કરવામાં આવતા હાલમાં શક પડતા છ નંગ બાઈક એન્જિન કિંમત રૂપિયા 12,000 જપ્ત કરવામાં આવ્યા છે અને તેની સાથે શકદાર તરીકે ડેલા સંચાલક જયસુખભાઈ ચતુરભાઈ ચૌહાણ જાતે કાંગસિયા મલ (ઉંમર 50) રહે.રામકો વિલેજ પાસે ઘુંટુ તા.જી.મોરબી વાળાની તાલુકા પોલીસ દ્વારા પૂછપરછ હાથ ધરવામાં આવી છે.

ઘુંટુ ગામે મારામારીમાં ઇજા

મોરબીના ઘુંટુ ગામે આવેલા આંબેડકરનગર વિસ્તારમાં મારામારીનો બનાવ બન્યો હતો.જેમાં ઘર પાસે થયેલ મારામારીના બનાવમાં દેવજીભાઈ માલાભાઈ વોરા (ઉંમર 61) અને ગીતાબેન દેવજીભાઈ વોરા (ઉમર 55) રહે.બંને આંબેડકરનગર ઘુંટુ વાળાઓને 108 મારફતે સારવાર માટે અહીંની સરકારી હોસ્પિટલે લઈ જવામાં આવ્યા હતા.સિવિલ હોસ્પિટલ ખાતે તેઓની સારવાર કરવામાં આવ્યા બાદ તાલુકા પોલીસમાં જાણ કરવામાં આવતા જે. પી.પટેલ દ્વારા બનાવની નોંધ કરીને આગળની તપાસ શરૂ કરાઈ છે.

બાઈક સ્લીપ થતા ઇજા

મોરબીના ઘુંટુ ગામે આંબેડકરનગર વિસ્તારમાં રહેતા હંસાબેન લાલજીભાઈ રાઠોડ નામના 60 વર્ષના વૃદ્ધા બાઈકના પાછળના ભાગે બેસીને જતા હતા.ત્યારે ગામમાં આવેલા રામજી મંદિર પાસે તેઓ બાઈકમાંથી નીચે પડી ગયા હતા.જેથી શહેરના સામાકાંઠે આવેલી શિવમ હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવાયા હતા.આ અકસ્માત અંગે તાલુકા પોલીસ મથકમાં જાણ કરવામાં આવતા સ્ટાફના જે.પી.પટેલ દ્વારા બનાવની નોંધ કરીને આગળની તપાસ શરૂ કરાઈ હતી.




Latest News