મોરબીમાં સ્નેહની રાખી - સ્વાવલંબનની ડોરની થીમ પર આધારિત પ્રદર્શન-સહ-વેચાણ રાખી મેળાને રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાએ ખુલ્લો મુક્યો રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાની હાજરીમાં મોરબી ખાતે વિભાજનની વિભીષિકા સ્મૃતિ દિવસનો કાર્યક્રમ યોજાયો ટ્રાન્સમિશન લાઇનના કામે ખેડૂતોને વળતર ચૂકવવા મોરબી કલેક્ટર કચેરી ખાતે નવી નીતિ અન્વયે પ્રથમ વખત MRC કમિટી દ્વારા ભાવ નક્કી થયા: ૪૦૦% થી પણ વધુ વળતર ચૂકવાશે મોરબી તાલુકામાં ગેસ કટિંગના ગુનામાં સંડોવાયેલ આરોપી રાજસ્થાનથી પકડાયો મોરબીના મચ્છુ-2 ડેમના દરવાજા ઉપર તિરંગા રોશનીનો શણગાર મોરબીમાં ગેરકાયદે કતલખાના બંધ કરાવીને નોનવેજની લારીઓ, દુકાન અને હોટલમાં ચેકિંગ કરવા હિન્દુ સંગઠનની માંગ મોરબી એબીવીપી દ્વારા JPSC-JSSC પેપર લીક થતાં કરાયું વિરોધ પ્રદર્શન મોરબી જિલ્લા કક્ષાનો સ્વતંત્રત પર્વની પ્રભારી મંત્રી ત્રિકમભાઈ છાંગા ની હાજરીમાં મોટા દહીસરા ગામે કરશે ઉજવણી
Breaking news
Morbi Today

મોરબીના રંગપર નજીક બાઇકને ડમ્પર ચાલકે હડફેટે લેતા નાની વાવડી ગામે રહેતા યુવાનનું મોત


SHARE







મોરબીના રંગપર નજીક બાઇકને ડમ્પર ચાલકે હડફેટે લેતા નાની વાવડી ગામે રહેતા યુવાનનું મોત

મોરબીના નાનીવાવડી ગામે રહેતો યુવાન મોરબીના રંગપર ગામ પાસે કારખાના નજીકથી બાઇક લઈને પસાર થઈ રહ્યો હતો ત્યારે ડમ્પર ચાલકે હડફેટે લેતા અકસ્માતનો બનાવ બન્યો હતો જેમાં તેને ઈજા થવાથી ઇજાગ્રસ્ત હાલતમાં તેનું મોત નીપજ્યું હતું અને ત્યારબાદ આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે અને ફરિયાદ લેવા માટે ચક્રોગતિમાન કરેલ છે.

જાણવા મળતી માહિતી મુજબ મૂળ ટંકારા તાલુકાના હીરાપર ગામનો રહેવાસી અને હાલમાં મોરબીના નાની વાવડી ગામે રહેતો હાર્દિક અણદાભાઈ ફેફર (27) નામનો યુવાન મોરબીના જેતપર રોડ ઉપર આવેલ રંગપર ગામ પાસે એબીસી સિરામિક પાસેથી બાઇક લઈને પસાર થઈ રહ્યો હતો ત્યારે ડમ્પર ચાલકે તેને હડફેટે લીધો હતો ત્યારે તે યુવાનને ગંભીર ઇજા થઈ હોવાથી તેનું મોત નીપજ્યું હતું અને ત્યારબાદ તેના મૃતદેહને પીએમ માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવ અંગેની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવવી નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે અને આ બનાવની આગળની વધુ તપાસ જનકસિંહ પરમાર ચલાવી રહ્યા છે અને મૃતકના પરિવારજનની ફરિયાદ લેવા માટે તજવીજ શરૂ કરી છે.

વાહન અકસ્માત

મોરબી તાલુકાના મોડપર ગામે રહેતા ભરત ઉર્ફે પોપટ પાલાભાઈ બડધા (50) નામના આધેડ ખાખરાળા ગામ પાસેથી પસાર થતા હતા ત્યારે વાહન અકસ્માતમાં તેને ઈજા થતા તેને સારવાર માટે રાજકોટ લઈ જવામાં આવેલ છે અને આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસને જાણ કરતાં પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે અને બનાવની પ્રાથમિક તપાસ જીલુભાઈ ગોગરા દ્વારા કરવામાં આવી હતી.

અકસ્માતમાં ઇજા

મોરબીના વિદ્યુતનગર વિસ્તારમાં રહેતા પ્રશાંતસિંહ ધર્મેન્દ્રસિંહ નામના વ્યક્તિ મોરબીના લખધીરપુર રોડ ઉપર આવેલ હોટલ પાસેથી પસાર થતા હતા ત્યારે વાહન અકસ્માતના બનાવમાં ઈજા થતાં ઇજા પામેલા વ્યક્તિને સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં લાવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની મોરબી પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે અને આ બનાવની પ્રાથમિક તપાસ હિતેશભાઈ મકવાણા દ્વારા કરવામાં આવી હતી






Latest News