મોરબીમાં સ્નેહની રાખી - સ્વાવલંબનની ડોરની થીમ પર આધારિત પ્રદર્શન-સહ-વેચાણ રાખી મેળાને રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાએ ખુલ્લો મુક્યો રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાની હાજરીમાં મોરબી ખાતે વિભાજનની વિભીષિકા સ્મૃતિ દિવસનો કાર્યક્રમ યોજાયો ટ્રાન્સમિશન લાઇનના કામે ખેડૂતોને વળતર ચૂકવવા મોરબી કલેક્ટર કચેરી ખાતે નવી નીતિ અન્વયે પ્રથમ વખત MRC કમિટી દ્વારા ભાવ નક્કી થયા: ૪૦૦% થી પણ વધુ વળતર ચૂકવાશે મોરબી તાલુકામાં ગેસ કટિંગના ગુનામાં સંડોવાયેલ આરોપી રાજસ્થાનથી પકડાયો મોરબીના મચ્છુ-2 ડેમના દરવાજા ઉપર તિરંગા રોશનીનો શણગાર મોરબીમાં ગેરકાયદે કતલખાના બંધ કરાવીને નોનવેજની લારીઓ, દુકાન અને હોટલમાં ચેકિંગ કરવા હિન્દુ સંગઠનની માંગ મોરબી એબીવીપી દ્વારા JPSC-JSSC પેપર લીક થતાં કરાયું વિરોધ પ્રદર્શન મોરબી જિલ્લા કક્ષાનો સ્વતંત્રત પર્વની પ્રભારી મંત્રી ત્રિકમભાઈ છાંગા ની હાજરીમાં મોટા દહીસરા ગામે કરશે ઉજવણી
Breaking news
Morbi Today

મોરબીમાં વેપારીને શોરૂમની બહાર ઢસળી લાવીને ધોકા વડે માર મારવાના ગુનામાં બે આરોપીની ધરપકડ


SHARE







મોરબીમાં વેપારીને શોરૂમની બહાર ઢસળી લાવીને ધોકા વડે માર મારવાના ગુનામાં બે આરોપીની ધરપકડ

મોરબીના સનાળા રોડ ઉપર રામચોક પાસે બોસ ઇન્ડિયાનો શોરૂમ આવેલ છે અને તેના માલિક ત્યાં બેઠા હતા દરમિયાન શોરૂમમાં આવેલા શખ્સોએ તેના દિકરા પાસે અઢી લાખ લેવાના છે તે આપવાનુ કહ્યુ હતુ જો કે, શોરૂમ ધારકે રૂપિયા દેવાની ના પાડી હતી જેથી ગાળો આપીને ઢીકાપાટુનો માર માર્યો હતો. ત્યાર બાદમાં તેને ખેંચીને શોરૂમની બહાર લઈ આવ્યા હતા અને ધોળા દિવસે ધોકા વડે માર માર્યો હતો, જેની ફરિયાદ આધારે પોલીસે આ ગુનામાં બે આરોપીની ધરપકડ કરેલ છે.

મોરબીના સનાળા રોડ ઉપર આવેલ રામ ચોક પાસે બોસ ઇન્ડિયાનો શોરૂમ આવેલ છે જેના માલિક રામજીભાઈ અમરશીભાઇ ભીમાણી શોરૂમને બેઠા હતા ત્યારે તેની પાસે હાર્દિક જીતુભાઈ કૈલા અને હરેશ ગઢવી નામના બે શખ્સો ત્યાં આવ્યા હતા અને તેઓના દીકરા મિલન પાસેથી અઢી લાખ રૂપિયા લેવાના છે તે આપવા માટે કહ્યું હતું જે રૂપિયા આપવાની રામજીભાઇએ ના પાડી હતી. જેથી આ બંને શખ્સોએ રામજીભાઈને જેમ ફાવે તેમ ઢીકાપાટુનો માર માર્યો હતો. ત્યારબાદ તેને બાજુમાં આવેલ શેરીમાં ખેંચીને લઈ ગયા હતા અને ત્યાં અન્ય બીજા બે શખ્સો પણ હાજર હતા આ ચારેય શખ્સો દ્વારા રામજીભાઈને હાથે પગે અને સાથળના ભાગે લાકડાના ધોકા વડે માર મારવામાં આવ્યો હતો અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી જે બનાવ સીસીટીવી કેમેરામાં કેદ થયેલ હતો.


ત્યાર બાદ રામજીભાઈ ભીમાણીને સારવાર માટે લઈ ગયા હતા અને તેને મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ચાર શખ્સોની એસએમે ફરિયાદ નોંધાવી હતી જેના આધારે પોલીસે ગુનો નોંધીને આરોપીઓને પકડવા ચક્રો ગતિમાન કર્યા હતા અને આ ગુનાની તપાસ કરી રહેલા એ.એમ. જાપડીયા દ્વારા આરોપી હાર્દિક જીતેન્દ્રભાઈ કૈલા (24) રહે. ખોડીયાર સોસાયટી રામ ડેરી પાસે નાનીવાવડી મોરબી અને હરેશ ઝાલાભાઇ દેવસુર (27) રહે. સુમતિનાથ સોસાયટી નાનીવાવડી મોરબી વાળની ધરપકડ કરેલ છે તેમજ આ બનાવમાં કાયદાના સંઘર્ષમાં આવેલ એક બાળ કિશોરની પૂછપરછ કરીને પોલીસે આગળની કાર્યવાહી કરી હતી.






Latest News