અમારી ગાય કતલખાને ન જાય: ટંકારાના લજાઈ ગામે ગાયોના લાભાર્થે યોજાયેલ નાટકમાં 13 લાખનું દાન મળ્યું મોરબીમાં ગેરકાયદે કતલખાના બંધ કરાવવા મહાપાલિકામાં સ્ટિકર લાગ્યા: હવે શિવાજી મહારાજના વિચારો મુજબ કાર્યવાહી કરવા હિન્દુ સંગઠનોની ચીમકી માળિયા (મી) હળવદ રોડે બોલેરોની પાછળ ટ્રક અથડાતાં અકસ્માત: મિતાણા પાસે કાર ચાલકે હડફેટે લેતા ઇજા પામેલા વૃદ્ધ સારવારમાં માળિયા (મી) ના ખાખરેચી ગામ નજીક કારખાનાના કવાર્ટરમાં બીમારીથી કંટાળી ગયેલા યુવાને જીવનનો અંત આણ્યો વાંકાનેર તાલુકામાં અપમૃત્યુના બે બનાવ: એક યુવાનનું વીજ શોટ લાગતા મોત બીજાએ જીવન ટુકવ્યું મોરબીમાં પક્ષીઓને ફાયદો નહીં, નુકશાન કરે તેવી પ્રવૃતિ પક્ષી પ્રેમીઓએ બંધ કરવી જોઈએ: જીતુભાઇ ઠક્કર મોરબીમાં ફાયનાન્સ પેઢીએ ગ્રાહક પાસે લોન કલોઝરના રૂપિયા માંગતા કરવામાં આવેલ કેસમાં મહત્વપૂર્ણ ચુકાદો મોરબી મહાપાલિકાના મહારાણી શ્રી નંદકુંવરબા આશ્રય ગૃહ ખાતે નવરાત્રીની આસ્થાભેર ઉજવણી
Breaking news
Morbi Today

હળવદના બ્રાહ્મણી-1 ડેમની ઓફિસના બાથરૂમ ઉપરથી 162 બોટલ દારૂ-96 બિયરના ટીન ઝડપાયા


SHARE









હળવદના બ્રાહ્મણી-1 ડેમની ઓફિસના બાથરૂમ ઉપરથી 162 બોટલ દારૂ-96 બિયરના ટીન ઝડપાયા

હળવદ તાલુકાના દેવળીયા ગામ પાસે આવેલ બ્રાહ્મણી-1 ડેમની ઈરીગેશનની ઓફિસના બાથરૂમના ધાબા ઉપર દારૂ બિયરનો જથ્થો હોવાની હકીકત મળી હતી. જેના આધારે પોલીસે ત્યાં દારૂની રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી 162 બોટલ દારૂની તથા 96 બિયરના ટીન મળી આવ્યા હતા. જેથી પોલીસે પુલ મળીને 43,800 ની કિંમતનો મુદ્દા માલ કબજે કર્યો છે અને આરોપી સ્થળ ઉપર હાજર ન હોવાથી તેની સામે હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધીને તેને પકડવા માટે તજવીજ શરૂ કરી છે.

જાણવા મળતી વિગત પ્રમાણે હળવદ તાલુકા પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે હળવદ તાલુકાના જુના દેવળીયા ગામે બ્રાહ્મણી-1 ડેમની ઇરીગેશનની ઓફિસના બાથરૂમના ધાબા ઉપર દારૂનો જથ્થો હોવા અંગેની હકીકત મળી હતી જેના આધારે પોલીસે ત્યાં દારૂની રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી દારૂની નાની મોટી કુલ મળીને 162 બોટલો મળી આવી હતી તેમજ બીયરના 96 ટીન મળી આવતા પોલીસે કુલ મળીને 43,800 ની કિંમતનો મુદ્દામાલ કબજે કર્યો હતો. અને પોલીસ દ્વારા દારૂની રેડ કરવામાં આવી હતી ત્યારે આરોપી હાજર ન હોય આ માલ રાજુભાઈ કિશોરભાઈ દેગામા જાતે કોળી રહે. જુના દેવળીયા તાલુકો હળવદ વાળાનો હોવાનું સામે આવતા તેની સામે હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે થઈને પોલીસ દ્વારા તજવીજ શરૂ કરવામાં આવી છે




Latest News