મોરબીના દાઉદી પ્લોટ- વજેપર મેઇન રોડ ઉપર ગંદકીના ગંજથી લોકો ત્રાહિમામ
મોરબીમાં મુસ્કાન વેલ્ફેર સોસાયટી-પરિશ્રમ ઔષધી વન દ્વારા વૃક્ષારોપણ
SHARE









મોરબીમાં મુસ્કાન વેલ્ફેર સોસાયટી-પરિશ્રમ ઔષધી વન દ્વારા વૃક્ષારોપણ
મોરબીની મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા જનજાગૃતિ અને જનકલ્યાણના કાર્યો કરવામાં આવે છે તેવામાં મુસ્કાન વેલફેર સોસાયટી દ્વારા અને પરિશ્રમ ઔષધિ વન, મોરબીના દેવેન્દ્રભાઈ જાડેજાના સહયોગથી મોરબીની જનતાના સારા સ્વાસ્થ્ય માટે 51 ઔષધીય છોડોનું વૃક્ષારોપણ કરવામાં આવ્યું છે જેમાં કાંટા શેરીઓ, પરિજાત, કરણ, મરોડ ફળી, ખારો, ગુગળ, ગુંદા, દેશી જાસુદ, સુગંધી તુલસી, ગરમાળો, સીતાફળ, દેશી બદામ, દેશી મહેંદી, કળાથો, અર્જુન સાદડ, ટગર, બીલી, બંગાળી બાવર, ખાખરો, કલ્પવૃક્ષ જેવા વૃક્ષોનો સમાવેશ થાય છે, આ કાર્ય તડાવીયા હનુમાન મંદિર, સથવારા વાડી પાસે શનાળા બાયપાસ રોડ ઉપર કરવામાં આવ્યું હતું. વધુમાં વધુ સારી કામગીરી કરવી હોય તો સમાજના બધા જ લોકોએ તેમાં સહભાગી બનવું પડે છે. આ તકે મુસ્કાન વેલફેર સોસાયટીના તમામ સભ્યો હાજર રહ્યા હતા.
