મોરબીમાં જીવનનો અંત આણવા નીકળેલી સગર્ભા મહિલાને 181 મહિલા હેલ્પલાઇનની ટીમે બચાવી
મોરબીના દાઉદી પ્લોટ- વજેપર મેઇન રોડ ઉપર ગંદકીના ગંજથી લોકો ત્રાહિમામ
SHARE









મોરબીના દાઉદી પ્લોટ- વજેપર મેઇન રોડ ઉપર ગંદકીના ગંજથી લોકો ત્રાહિમામ
મોરબીના દાઉદી પ્લોટ શેરી નં.1 માં પાલિકા દ્વારા સફાઈ કરવામાં આવી રહી નથી અને ત્યાં લોકો કચરાના ઢગલા કરે છે જેથી કરીને ત્યાં જાણે કે ડમ્પિંગ સાઇટ હોય તેવી પરિસ્થિતિનું નિર્માણ થયેલ છે જેથી કરીને આસપાસમાં રહેતા લોકો ત્રાહિમામ પોકારી ગયા છે અને આ કચરાના ઢગલા દૂર કરવામાં આવે તેવી લોકોએ માંગ કરી છે આવી જ રીતે મોરબીના સબજેલથી વજેપર જવાના રસ્તા ઉપર પણ વર્ષોથી કચરાના ઢગલા થાય છે જેનાથી પણ લોકો ત્રાહિમામ પોકારી ગયેલ છે તો પણ પાલિકા દ્વારા સફાઈ કેમ કરવામાં આવી રહી નથી તે સૌથી મોટો સવાલ છે.
