મોરબીમાં વ્યાજખોરના ત્રાસથી કંટાળી ગયેલ યુવાને એસપી કચેરીએ ફિનાઇલ ગટગટાવ્યું
મોરબીમાં લક્ષ્મીનગર નજીક ઓફીસમાં-ભડીયાદ ગામે જુગારની બે રેડ: ૧.૪૦ ના મુદામાલ સાથે ૧૦ શખ્સ પકડાયા
SHARE







મોરબીમાં લક્ષ્મીનગર નજીક ઓફીસમાં-ભડીયાદ ગામે જુગારની બે રેડ: ૧.૪૦ ના મુદામાલ સાથે ૧૦ શખ્સ પકડાયા
મોરબી તાલુકાના લક્ષ્મીનગર ગામના પાટીયા પાસે આવેલ લક્ષ્મી પ્લાઝા શોપીંગની ઓફીસમાં અને ભડીયાદ ગામની સીમમાં જુગારની બે રેડ કરી હતી ત્યારે કુલ મળીને ૧૦ શખ્સોને પકડવામાં આવ્યા હતા અને પોલીસે કુલ મળીને ૧,૪૦,૨૦૦ નો મુદામાલ કબજે કરેલ છે.
જાણવા મળતી માહિતી મુજબ મોરબી તાલુકાના લક્ષ્મીનગર ગામના પાટીયા પાસે આવેલ લક્ષ્મી પ્લાઝા શોપીંગની ઓફીસમાં જુગાર રમતા હોવાની સુરેશભાઇ હુંબલ, ભાવેશભાઇ મિયાત્રા, ભગીરથસિંહ ઝાલા, વિક્રમભાઇ ફુગશીયાને મળેલ બાતમી આધારે એલસીબીની ટીમે ત્યાં જુગારની રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી ૬ શખ્સો જુગાર રમતા મળી આવ્યા હતા જેમાં ગણેશભાઇ મોહનભાઇ ભંખોડીયા (૩૬), નાનજીભાઇ સવજીભાઇ પંચોટિયા (૫૧), વિપુલભાઇ પુનાભાઇ પરમાર (૩૯) અને મગનભાઇ ભુરાભાઇ વીરસોડિયા (૫૫) રહે. ચારેય લક્ષ્મીનગર મોરબી, અનિલભાઇ અશોકભાઇ અઘારા (૨૭) રહે. ધરમપુર ટીંબડી તા.જી.મોરબી, તેમજ ભરતભાઇ રવજીભાઇ પટેલ (૩૭) રહે. પાટીદાર ટાઉનશીપ ટીંબડી ગામના પાટીયા પાસે મોરબી વાળાનો સંવેશ થાય છે અને પોલીસે તેની પાસેથી રોકડા ૧,૨૧,૦૦૦ કબજે કરીને મોરબી તાલુકા પોલીસ સ્ટેશને ખાતે ગુનો નોંધાયેલ છે આ કામગીરી એલસીબીના ઇન્ચાર્જ પીઆઇ એમ.પી.પંડયાની સૂચના મુજબ સ્ટાફ દ્વારા કરવામાં આવી હતી.
મોરબી તાલુકા પોલીસ સ્ટાફને મળેલ બાતમીના આધારે મોરબીના ભડીયાદ ગામની સીમમાં રેડ કરી હતી ત્યારે ત્યાં સ્ટ્રીટ લાઇટના અજવાળે જાહેરમાં જુગાર રમી રહેલા ચાર વ્યક્તિઓ પકડાતા તેઓ સામે ગુના નોંધી આગળની કાર્યવાહી કરવામાં આવેલ છે.આ અંગે મોરબી તાલુકા પોલીસ સુત્રોમાંથી મળતી માહિતી પ્રમાણે મોરબી તાલુકા પોલીસ મથકના પીએસઆઇ બી.એમ.બગડા તથા સ્ટાફના ભગીરથ લોખીલ સહિતનાઓ પેટ્રોલિંગમાં હતા .ત્યારે મળેલ બાતમીના આધારે મોરબીના સામાકાંઠે ભડીયાદ ગામની સીમમાં રામાપીરના મંદિર પાસે આવેલ પાણીના ટાંકા નજીક રેડ કરવામાં આવી હતી.જ્યાં જાહેરમાં સ્ટ્રીટ લાઇટના અજવાળે જુગાર રમવામાં આવી રહ્યો હોય સ્થળ ઉપરથી સાગર ચંદુભાઇ કુણપરા (૨૦), શામજી ગાંડુભાઇ ભોજવિયા (૨૮), સુનિલ દિલીપભાઈ ભીમદુખિયા (૨૪) અને કાળુભાઈ ટપુભાઈ પરમાર (૪૧) રહે. બધા રામાપીરના ઢોરા પાસે ભડીયાદ સામાકાંઠે મોરબી-૨ વાળાઓની રોકડા રૂપિયા ૧૯,૨૦૦ સાથે ધરપકડ કરવામાં આવી હતી અને તેઓ સામે જુગારધારા હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.
