મોરબીમાં લક્ષ્મીનગર નજીક ઓફીસમાં-ભડીયાદ ગામે જુગારની બે રેડ: ૧.૪૦ ના મુદામાલ સાથે ૧૦ શખ્સ પકડાયા
મોરબીની પ્રધાનમંત્રી આવાસ યોજનાના કવાર્ટરની લોબીમાં જુગાર રમતા સાત પકડાયા
SHARE







મોરબીમાં આવેલ પ્રધાનમંત્રી આવાસ યોજનાના કવાર્ટરની લોબીમાં જુગાર રમતા હોવાનું બાતમી આધારે જુગારની રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી સાત શખ્સો જુગાર રમતા મળી આવ્યા હતા જેથી કરીને ૨૦,૭૫૦ ની રોકડ કબજે કરી હતી. અને ગુનો નોંધીને આગળની કાર્યવાહી કરેલ છે.
મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશનની ટિમ લાતી પ્લોટ વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતી ત્યારે બાયપાસ રોડે આવેલ પ્રધાનમંત્રી આવાસ યોજનામાં જુગારની રેડ કરી હતી ત્યારે લોબીમાં જુગાર રમતા કિશોરભાઈ હરજીવનમાઇ રાઠોડ (૪૯) રહે. પ્રધાનમંત્રી આવાસ યોજના મોરબી, જયદિપભાઇ પ્રવિણભાઇ દેવાયતકા જાતે બારોટ (૨૪) રહે. પ્રધાનમંત્રી આવાસ યોજના મોરબી રાજેશભાઈ શાંતીલાલ રાવલ જાતે બ્રાહ્મણ (૪૦) રહે. પ્રધાનમંત્રી આવાસ યોજના મોરબી, નિરવ ઉર્ફે લાલો સુભાષભાઇ મીરાણી જાતે લુહાણા (૩૧) રહે. પ્રધાનમંત્રી આવાસ યોજના મોરબી, નરેશભાઇ નાનજીભાઇ જસાપરા જાતે પટેલ (૩૮) રહે. મહેન્દ્રનગર રામેશ્વર પાર્ક સોસાયટી મોરબી, મુકેશભાઇ અરજણભાઇ જાદવ જાતે દલવાડી (૩૨) રહે. બોરીયા પાટ્ટી ઘુળકોટીયાની વાડી મોરબી અને હસમુખભાઇ નારણભાઇ કજારીયા જાતે દલવાડી (૪૫) રહે. વાવડી રોડ બાયપાસ ચોકડી પાસે રંગાણીની વાડીમાં મોરબી વાળા મળી આવ્યા હતા જેથી કરીને પોલીસે ૨૦,૭૫૦ ની રોકડ કબજે કરી હતી.
ઝેરી જનાવર કરડી ગયું
મોરબી તાલુકાના ચાચાપર ગામે રહેતા અરવિંદભાઈ કાળુભાઈ (૪૦) નામના યુવાનને કોઈ ઝેરી જનાવર કરડી જતા તેને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે અને આ બનાવની પ્રાથમિક તપાસ સબળસિંહ સોલંકી દ્વારા કરવામાં આવી હતી.
અકસ્માતમાં ઇજા
મોરબીના ભડીયાદ ખાતે રહેતા સત્યપ્રકાશ રામબાલકેશ્વર કુશવાહ (૩૮) નામનો યુવાન મોરબીના બેલા ગામ નજીક આવેલ સીરામીક કારખાના પાસેથી પસાર થતો હતો ત્યારે વાહન અકસ્માતના બનાવમાં તેને ઈજા થતાં તેને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવી છે
