મોરબીમાં વ્યાજખોરના ત્રાસથી કંટાળી ગયેલ યુવાને એસપી કચેરીએ ફિનાઇલ ગટગટાવ્યું
SHARE







મોરબીમાં વ્યાજખોરના ત્રાસથી કંટાળી ગયેલ યુવાને એસપી કચેરીએ ફિનાઇલ ગટગટાવ્યું
મોરબીના વાવડી રોડ ઉપર આવેલ આદર્શ સોસાયટીમાં રહેતા યુવાને વ્યાખોરના ત્રાસથી કંટાળીને મોરબીમાં આવેલ એસપી કચેરી ખાતે ફિનાઇલ પીધું હતું જેથી કરીને તેને 108 મારફતે તાત્કાલિક સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં તે સારવાર હેઠળ હોય હાલમાં પોલીસે આ બનાવની નોંધ કરીને આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે.
વ્યાજખોરોના ત્રાસના કારણે અવારનવાર પરિવારના માળા વિખાઈ જાય આવી ઘટનાઓ સામે આવતી હોય છે. દરમિયાન મોરબી શહેરમાં વાવડી રોડ ઉપર આવેલ આદર્શ સોસાયટીમાં રહેતા પ્રકાશભાઈ ગોવિંદભાઈ નકુમ (33) નામના યુવાને મોરબી શહેરના સામાકાંઠા વિસ્તારમાં આવેલ એસપી કચેરી ખાતે જઈને ત્યાં વ્યાજખોરના ત્રાસથી કંટાળી ગયેલ હોય ફિનાઇલ પી લીધું હતુ જેથી કરીને 108 મારફતે તેને તાત્કાલિક સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા. અને આ યુવાનને સારવાર આપ્યા બનાવની મોરબી બી ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવી હતી જેથી પ્રાથમિક તપાસ જગદીશભાઈ ડાંગર દ્વારા કરવામાં આવી હતી. જોકે યુવાન વાવડી રોડ ઉપર રહેતો હોય આ બનાવની મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે જાણ કરવામાં આવતા મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશનના પીએસઆઇ સી.એમ.કરકર અને તેની ટીમ દ્વારા આગળની તપાસ કરવામાં આવી રહી છે. અને તેઓની સાથે વાત કરતા તેમણે જણાવ્યું હતું કે, વ્યાજખોરોના ત્રાસથી કંટાળીને યુવાને આ પગલું ભર્યું હોવાનું સામે આવ્યું છે. જોકે હજુ સુધી તેણે ફરિયાદ નોંધાવેલ નથી.
યુવાન સારવારમાં
મોરબી નજીકના અદેપર ગામ પાસે આવેલ રાજન પેપર મિલમાં રહેતો અને મજૂરી કામ કરતો સોનુ આદિવાસી (22) નામનો યુવાન ત્યાં લેબર કવાર્ટરમાં પહેલા માળ ઉપરથી નીચે પટકાતા તેને શરીરે ઇજાઓ થઇ હતી જેથી તેને સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં લાવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવ અંગેની હસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસે જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી કરેલ છે અને આ બનાવની પ્રાથમિક તપાસ નંદરામભાઈ મેસવાણિયા દ્વારા કરવામાં આવી હતી
મારા મારીમાં ઇજા
મોરબી નજીકના લક્ષ્મીનગર ગામે મારામારીનો બનાવ બન્યો હતો જેમાં જીવરાજભાઈ અમરશીભાઈ ડાભી (45) નામના યુવાનને ઇજા થઈ હતી જેથી તેને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપીને આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસને જણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી કરેલ છે અને આ બનાવની પ્રાથમિક તપાસ એ.એમ. ઝાપડિયા દ્વારા કરવામાં આવી હતી
બાઇક સ્લીપ
મોરબીના વાઘપરા વિસ્તારમાં રહેતા પરમાર અનિલભાઈ શાંતિલાલ (52) નામના આધેડ મોરબીના સનાળા રોડ ઉપર આવેલ જીઆઇડીસી પાસેથી બાઈક લઈને જતા હતા ત્યારે ત્યાં રસ્તામાં બાઇક સ્લીપ થઈ જવાના કારણે અકસ્માત થયો હતો અને તેને ઇજાઓ થઈ હતી જેથી તેને સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં લાવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપીને આ બનાવની મોરબી એ ડિવિઝન પોલીસને જાણ કરી હતી.
