મોરબીના મહેન્દ્રનગર ગામે મન્ચુરીયનની લારીએ મારામારી : ત્રણ લોકો સારવારમાં મોરબીના જાંબુડીયા ગામે લોડર ચાલકે હડફેટે લેતા ત્રણ વર્ષના બાળકનું મોત ટંકારાના મીતાણા ગામે આવેલ શ્રી બહુચર વિદ્યાલયની વિદ્યાર્થિનીઓએ મેળવી સિદ્ધિ હળવદ નજીક જીનીંગના કારખાનામાં આગ લગતા માલ અને મશીનરીમાં મોટું નુકશાન, કોઈ જાનહાનિ નહીં દિલ્હી ખાતે કોંગ્રેસનાં વિરોધ પ્રદર્શનમાં હાજરી આપવા જતાં મોરબી જિલ્લા યૂથ કોંગ્રેસના પ્રમુખની અટકાયત સેવા સંકલ્પ અભિયાન: મોરબીની મયુર હોસ્પિટલમાં એઇમ્સના ડોકટરોને સાથે રાખીને યોજાયો મેગા મેડિકલ કેમ્પ મોરબી જિલ્લાના વિવિધ મોરચાઓમાં હોદેદારોની કરાઈ નિમણૂક મોરબી નજીક કારખાનામાં દળેલી માટીના પાવડરના ઢગલામાં પડી જવાથી 9 વર્ષની બાળકીનું મોત
Breaking news
Morbi Today

સલામત ગુજરાતમાં અધિકારી ઓફિસમાં પણ સલામત નથી ! : મોરબી ખાણ ખનીજ અધિકારીને ગાળો આપીને જાનથી મારી નાખવાની ધમકી.!


SHARE









સલામત ગુજરાતમાં અધિકારી ઓફિસમાં પણ સલામત નથી ! : મોરબી ખાણ ખનીજ અધિકારીને ગાળો આપીને જાનથી મારી નાખવાની ધમકી.!

મોરબીના શોભેશ્વર રોડ ઉપર આવેલ કલેક્ટર કચેરીમાં ખાણ ખનીજની ઓફિસમાં બેઠેલા ખાણ ખનીજ વિભાગના મોરબી જિલ્લાના અધિકારીએ તેની ઓફિસમાં હતા ત્યારે ત્યાં આવેલા શખ્સને ઓફિસની બહાર જવા માટે થઈને કહ્યું હતું. જે તેને સારું નહીં લાગતા આ શખ્સની સામે અગાઉ ગેરકાયદેસર ખનન બાબતે કરેલ કેસ અને દંડનો ખાર રાખીને ખાણ ખનીજ વિભાગના અધિકારીને તેની જ ઓફિસમાં ગાળો આપીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી જેથી કરીને ભોગ બનેલ ખાણ ખનીજ વિભાગના અધિકારી દ્વારા હાલમાં મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવવામાં આવેલ છે.

જાણવા મળતી માહિતી મુજબ મોરબીમાં આવેલ લાલબાગ સરકારી વસાહતના બ્લોક નંબર બી 3/14 માં રહેતા અને મોરબી જિલ્લા ખાણ ખનીજ વિભાગના અધિકારી તરીકે ફરજ બજાવતા જગદીશભાઈ સેમાભાઈ વાઢેર (33) એ હાલમાં મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે સામતભાઈ કરમુર રહે.જામનગરની સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેણે જણાવ્યું છે કે, મોરબીના શોભેશ્વર રોડ ઉપર આવેલ કલેક્ટર કચેરીમાં ખાણ ખનીજ વિભાગની ઓફિસ આવેલ છે ત્યાં ફરિયાદી બેઠેલ હતા ત્યારે બીજાની લીઝ બાબતે અન્ય લોકોની સાથે આરોપી રજૂઆત કરવા માટે આવેલ હતા જેથી ફરિયાદીએ તેને ઓફિસની બહાર બેસવા માટે કહ્યું હતું.જે તેને સારું લાગ્યું ન હતું અને ફરિયાદીએ અગાઉ આરોપીની સામે ગેરકાયદેસર ખનન બાબતનો કેસ કર્યો હતો અને દંડ કરેલ હતો.જે બાબતનો ખાર રાખીને આરોપીએ ફરિયાદી મોરબી જિલ્લાના ખાણ ખનીજ વિભાગના અધિકારી હોવાની જાણ હતી તો પણ તેની જ ઓફિસની અંદર ગાળો આપીને જાનથી  મારી નાખવાની ધમકી આપેલ છે..! જેથી આ બનાવ સંદર્ભે હાલમાં ભોગ બનેલા મોરબી જિલ્લાના ખાણ ખનીજ વિભાગના અધિકારી દ્વારા મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરીયાદ નોંધાવવામાં આવેલ છે. જેના આધારે પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે.




Latest News