મોરબીના મહેન્દ્રનગર ગામે મન્ચુરીયનની લારીએ મારામારી : ત્રણ લોકો સારવારમાં મોરબીના જાંબુડીયા ગામે લોડર ચાલકે હડફેટે લેતા ત્રણ વર્ષના બાળકનું મોત ટંકારાના મીતાણા ગામે આવેલ શ્રી બહુચર વિદ્યાલયની વિદ્યાર્થિનીઓએ મેળવી સિદ્ધિ હળવદ નજીક જીનીંગના કારખાનામાં આગ લગતા માલ અને મશીનરીમાં મોટું નુકશાન, કોઈ જાનહાનિ નહીં દિલ્હી ખાતે કોંગ્રેસનાં વિરોધ પ્રદર્શનમાં હાજરી આપવા જતાં મોરબી જિલ્લા યૂથ કોંગ્રેસના પ્રમુખની અટકાયત સેવા સંકલ્પ અભિયાન: મોરબીની મયુર હોસ્પિટલમાં એઇમ્સના ડોકટરોને સાથે રાખીને યોજાયો મેગા મેડિકલ કેમ્પ મોરબી જિલ્લાના વિવિધ મોરચાઓમાં હોદેદારોની કરાઈ નિમણૂક મોરબી નજીક કારખાનામાં દળેલી માટીના પાવડરના ઢગલામાં પડી જવાથી 9 વર્ષની બાળકીનું મોત
Breaking news
Morbi Today

મોરબીના બેલા ગામ પાસે મોપેડને હડફેટે લઈને આધેડનું મોત નિપજાવનાર ડમ્પર ચાલકની ધરપકડ


SHARE









મોરબીના બેલા ગામ પાસે મોપેડને હડફેટે લઈને આધેડનું મોત નિપજાવનાર ડમ્પર ચાલકની ધરપકડ

મોરબીના નાની વાવડી ગામે ન્યુ ગાયત્રી સોસાયટીમાં રહેતા આધેડ પોતાનું મોપેડ લઈને મોરબીના બેલા ગામની સીમમાં જે.ટી. પટેલ એન્ડ કંપની સામેથી પસાર થઈ રહ્યા હતા ત્યારે તેઓના મોપેડને ડમ્પર ચાલકે હડફેટે લેતા અકસ્માત થયો હતો જેમાં આધેડનું મોત થયું હતું જેની ફરિયાદ આધારે પોલીસે આરોપીની ધરપકડ કરીને આગળની કાર્યવાહી કરેલ છે.

મોરબી તાલુકાના નાનીવાવડી ગામે આવેલ ન્યુ ગાયત્રી સોસાયટીમાં રહેતા ચેતનભાઇ ભીખાભાઈ સાકરીયા (૩૦) એ ડમ્પર નંબર જીજે ૩૬ વી ૫૪૪૫ ના ચાલક સામે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવેલ હતી કે, તેઓના મામા હસમુખભાઈ ભગવાનજીભાઈ બોપલિયા (૫૫) પોતાનું મોપેડ નંબર જીજે ૩ ક્યુ ૯૫૪૨ લઈને મોરબીના પીપળી રોડ ઉપર બેલા ગામની સીમમાં જે.ટી.પટેલ એન્ડ કંપની સામેથી પસાર થઈ રહ્યા હતા.ત્યારે આરોપીએ તેને ડમ્પરની હડફેટે લીધા હતા અને આગળના ટાયરમાં આવી જવાથી અને રોડ ઉપર ઢસડાવવાના કારણે તેઓને ગંભીર ઇજા થઈ હોવાથી તેનું મોત નીપજયું હતું જેની મૃતકના ભાણેજે નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ડમ્પર ચાલક સામે ગુનો નોંધીને તેને પકડવા માટે તજવીજ શરૂ કરી હતી અને હાલમાં આ ગુનામાં પોલીસે આરોપી કૈલાસ અનસિંગ ભાભોર (28) રહે ટિંબડી ગામના પાટીયા પાસે કલ્યાણ ટ્રાન્સપોર્ટ ઓફિસમાં મોરબી મૂળ રહે. એમપી વાળાની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

અકસ્માતમાં ઇજા

મોરબીના લાલપર ગામ નજીક આવેલ હોટલ સામે વાહન અકસ્માતનો બનાવ બન્યો હતો જેમાં જયેશ કીર્તિભાઈ બારોટ (20) રહે. ઉમિયાનગર મોરબી તથા અબ્દુલ રસુલભાઈ સંધવાણી (35) રહે મહેન્દ્રનગર વાળાઓને ઈજા થઈ હતી જેથી તે બંનેને 108 મારફતે સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપીને આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી બી ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે




Latest News