મોરબીમાં સ્નેહની રાખી - સ્વાવલંબનની ડોરની થીમ પર આધારિત પ્રદર્શન-સહ-વેચાણ રાખી મેળાને રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાએ ખુલ્લો મુક્યો રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાની હાજરીમાં મોરબી ખાતે વિભાજનની વિભીષિકા સ્મૃતિ દિવસનો કાર્યક્રમ યોજાયો ટ્રાન્સમિશન લાઇનના કામે ખેડૂતોને વળતર ચૂકવવા મોરબી કલેક્ટર કચેરી ખાતે નવી નીતિ અન્વયે પ્રથમ વખત MRC કમિટી દ્વારા ભાવ નક્કી થયા: ૪૦૦% થી પણ વધુ વળતર ચૂકવાશે મોરબી તાલુકામાં ગેસ કટિંગના ગુનામાં સંડોવાયેલ આરોપી રાજસ્થાનથી પકડાયો મોરબીના મચ્છુ-2 ડેમના દરવાજા ઉપર તિરંગા રોશનીનો શણગાર મોરબીમાં ગેરકાયદે કતલખાના બંધ કરાવીને નોનવેજની લારીઓ, દુકાન અને હોટલમાં ચેકિંગ કરવા હિન્દુ સંગઠનની માંગ મોરબી એબીવીપી દ્વારા JPSC-JSSC પેપર લીક થતાં કરાયું વિરોધ પ્રદર્શન મોરબી જિલ્લા કક્ષાનો સ્વતંત્રત પર્વની પ્રભારી મંત્રી ત્રિકમભાઈ છાંગા ની હાજરીમાં મોટા દહીસરા ગામે કરશે ઉજવણી
Breaking news
Morbi Today

મોરબીમાં રોટરી કલબના પ્રેસિડેન્ટ તરીકે કિશોરસિંહ જાડેજા, સેક્રેટરીમાં ભરતભાઈ બદ્રકિયા


SHARE







મોરબીમાં રોટરી કલબના પ્રેસિડેન્ટ તરીકે કિશોરસિંહ જાડેજા, સેક્રેટરીમાં ભરતભાઈ બદ્રકિયા

મોરબી રોટરી ક્લબ દ્વારા રોજ શપથ ગ્રહણ સમરોહનુ આયોજન કરવામાં આવ્યું હતું ત્યારે વર્ષ 2024-25 માં પ્રેસિડેન્ટ તરીકે કિશોરસિંહ જાડેજા તથા સેક્રેટરી તરીકે ભરતભાઈ બદ્રકિયાએ શપથ લીધા હતા.

આ શપથ ગ્રહણ સમારોહમાં આઈપીપી તરીકે સોનલબેન શાહ, ટ્રેઝરર તરીકે સ્વાતિબેન પોરિયા, જોઈન્ટ સેક્રેટરી તરીકે રવીનભાઈ આશર, ક્લબ એકઝ્યુકેટીવ સેક્રેટરી તરીકે રસેશભાઈ મહેતા, ટીઆરએફ ચેરમેન તરીકે સંજયભાઈ ગોસ્વામી, પબ્લિક ઇમેજ ચેરમેન તરીકે અબ્બાસ લાકડાવાલા, સર્વિસ પ્રોજેક્ટ ચેરમેન અશોકભાઈ મહેતા, મેમ્બરશિપ ચેરમેન તરીકે મહેન્દ્રભાઈ ચોક્સી, ક્લાસિફિકેશન ચેરમેન તરીકે અજીતભાઈ શેઠ, ક્લબ લર્નિંગ ચેરમેન તરીકે રાજવીરસિંહ સરવૈયા, ક્લબ સર્વિસ ચેરમેન તરીકે ડો. પરાગ પારેખ, કોમ્યુનિટી સર્વિસ ચેરમેન તરીકે હરીશભાઈ શેઠ, ક્લબ યંગ લીડર ચેરમેન તરીકે પાર્થ પટેલ, સર્જન એટ આર્મ્સ તરીકે મનુભાઈ પટેલની નિમણુંક કરવામાં આવી હતી.

મોરબીના જીમખાના ખાતે યોજાયેલ આ સમારંભ માં અતિથિ વિશેષ તરીકે સુરેન્દ્રનગરથી આસિસ્ટન્ટ ગવર્નર રશ્મિનભાઈ મહેતા દ્વારા નવા પ્રેસિડેન્ટ અને તેમની ટીમને શપથ લેવડાવ્યા હતા. આ કાર્યક્રમમાં મોરબી રોટરીની સમગ્ર ટીમ મેમ્બર્સ તેમજ રોટેરિયન મિત્રો અને આમંત્રિત મહેમાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.  આ કાર્યક્રમમાં મોરબી રોટરી ક્લબ દ્વારા આગામી સમયમાં મોરબીની જનતાને ઉપયોગી થઈ શકે તે માટે મોરબીમાં કેવા પ્રોજેક્ટ કરવા જેના પર નવા વરાયેલા પ્રેસિડન્ટ કિશોરસિંહ દ્વારા વક્તવ્ય આપવામાં આવ્યું હતું. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે મોરબી રોટરી ક્લબના પૂર્વ સેક્રેટરી રસેશભાઈ મહેતા અને બંસી શેઠ, હરીશભાઈ શેઠ, રવિભાઈ આશરે ભારે જહેમત ઉઠાવી હતી.






Latest News