હળવદમાં સગીરાને અવાવરુ જગ્યાએ લઈ જઈને અજાણ્યા શખ્સે છરી બતાવીને કપડાં કાઢવા માટે ધમકાવી ! મોરબીના ગુંગણ ગામે ટ્રેકટર-રોટાવેટર વચ્ચે દબાઈ જવાથી યુવાનનું મોત મોરબીના રવાપર ગામે ઘરે ચક્કર આવતા પડી ગયેલ મહિલાનું મોત મોરબી એલસીબીની ટીમે સ્પેશિયલ ડ્રાઇવમાં અલગ-અલગ ગુનાઓમાં નાસતા ફરતા ત્રણ આરોપી ઝડપી લીધા અર્વાચિન ડાંડિયા રસના ક્રેઝ વચ્ચે 144 વર્ષ પછી પણ મોરબીના માધાપરની ગરબીનો દબદબો યથાવત તો હળવદમાં બે જુથ વચ્ચે મારા મારીનો બનાવ ન બન્યો હોત હળવદમાં વાહન સામસામે આવી જવાની બાબતમાં બે જુથ વચ્ચે લાકડી, પાઇપ અને ધારિયાથી મારા મારી: હવે સામસામે ફરિયાદ મોરબી સામાકાંઠા વિસ્તારમાં રહેતા પરિવારની સગીર દીકરીનું અપહરણ
Breaking news
Morbi Today

મોરબીમાં જિલ્લા પંચાયત ખાતે ઉપપ્રમુખના હસ્તે ધ્વજવંદન કરાયું: લાયન્સકલબ ઓફ મોરબી સીટી દ્વારા સ્વાતંત્ર્ય પર્વ ઉજવાયો


SHARE









મોરબીમાં જિલ્લા પંચાયત ખાતે ઉપપ્રમુખના હસ્તે ધ્વજવંદન કરાયું: લાયન્સકલબ ઓફ મોરબી સીટી દ્વારા સ્વાતંત્ર્ય પર્વ ઉજવાયો

મોરબી જીલ્લા પંચાયત ખાતે ધ્વજવંદન કરવાનુ આયોજન કરવામાં આવ્યું હતું જેમાં નાયબ જિલ્લા વિકાસ અધિકારી કુગશીયા, કારોબારી ચેરમેન પ્રવીણભાઇ સોનગરા સહિત તમામ શાખા અધિકારીઓ‌ તેમજ કર્મચારીગણ, શિક્ષકગણ અને વિધાર્થીઓ હાજર રહ્યા હતા અને ૭૮માં સ્વતંત્રતા દિવસની ઉજવણીના ભાગરૂપે યોજાયેલ કાર્યક્રમમાં મોરબી જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ હીરાભાઈ ટમારિયા દ્વારા તિરંગાને આકાશમાં લહેરાવવામાં આવ્યો હતો અને ત્યાર બાદ સલામી આપવામાં આવી હતી. તો લાયન્સકલબ ઓફ મોરબી સીટી દ્વારા લાયન્સનગર (ગોકુળ) પ્રા.શાળામા સ્વાતંત્ર્ય પર્વની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી. ત્યારે સંસ્થાના સેક્રેટરી ત્રિભોવનભાઈ ફુલતરિયાના હસ્તે ધ્વજ વંદન કરવામાં આવ્યું હતું. આ તકે રમેશભાઈ રૂપાલા અને દેત્રોજા પણ હાજર રહ્યા હતા તે ઉપરાંત શાળાના આચાર્યા નૂતનબેન અને સ્ટાફ હાજર રહ્યો હતો. અમે પરીક્ષામા કેજી થી ધો. ૮ સુધી પ્રથમ, દ્વિતીય અને તૃતીય નંબર મેળવનાર વિદ્યાર્થીઓને દાતા મણિલાલ કાવર દ્વારા પ્રોત્સાહિત ઇનામો આપવામાં આવ્યા હતા જયારે મચ્છુ જળ હોનારત મુત્યુ પામનાર દીવંગતોની આત્માને પરમ કૃપાળુ પરમાત્મા  શાંતી આપે દિવંગતોના મોક્ષાર્થે કીડીયારૂ પુરીને શ્રધ્ધાંજલિ અર્પણ કરીને રંગોળી દોરીને વૃક્ષો વાવો અને ઉછેરો કપાતા બચાવો પર્યાવરણ બચાવોનો સંદેશો આપ્યો હતો.અને પર્યાવરણ પ્રેમી વિપુલ કડીવાર, સાગર કડીવાર, અલ્પેશ ઉધરેજા, શૈલેષ ભોજાણી દ્રારા કીડીયારું પુરીને શ્રદ્ધાંજલી અર્પણ કરી હતી. તેમજ અબોલ જીવોનો ભંડારો એટલે કે કીડીયારું પુરીયુ હતું.




Latest News