મોરબીની કે.જી.એલ. કંપનીમાં કામ કરતી વખતે પડી જતા મોત મોરબીમાં બાઈક-બસ અથડાયા બાદ મારામારી માળીયા (મી) નાના દહીસરા ગામ પાસે ડેલામાં આવેલ ઓરડીમાંથી દારૂની 117 બોટલ ઝડપાઈ: બે આરોપીઓની શોધખોળ મોરબી જીલ્લામાં ગાડી સળગી જતાં વાહનના માલિકને 12 લાખનો વીમો ચૂકવવા ગ્રાહક કોર્ટનો આદેશ મોરબી રાજકોટ હાઇવે રોડના કામમાં બેદરકારી રાખનારા અધિકારીઓ-કોન્ટ્રાક્ટર સામે પગલા લેવા મહેશભાઇ લિખિયાની માંગ મોરબીમાં સગીરા સાથે દુષ્કર્મ કરીને ગર્ભ રાખી દેનારા આરોપીને પોકસો કોર્ટે 20 વર્ષની સખ્ત કેદની સજા અને દંડ ફટકાર્યો મોરબી જીલ્લામાં ૩૧.૭ કરોડના ખર્ચે બનેલા બે રમતગમત સંકુલનું નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની વર્ચ્યુઅલ હાજરી અને મંત્રી કાંતિભાઈની હાજરીમાં કરાયું લોકાર્પણ હળવદના શિરોઈ ગામે દાડમ ફાર્મ અને અમરદીપ ટિસ્યુકલ્ચર લેબની કલેકટરે મુલાકાત લીધી
Breaking news
Morbi Today

વાંકાનેરના કોઠી ગામેથી ટ્રેકટર ટ્રોલી-રોટાવેટરની ચોરી


SHARE







વાંકાનેરના કોઠી ગામેથી ટ્રેકટર ટ્રોલી-રોટાવેટરની ચોરી

વાંકાનેર તાલુકાના કોઠી પ્લોટ વાડી વિસ્તારમાં પાર્ક કરેલ ટ્રેકટર ટ્રોલી તથા વાડીએ રાખવામાં આવેલ રોટાવેટરની ચોરી કરવામાં આવેલ છે જેથી કરીને 1,20,000 ની કિંમતના મુદ્દામાલની ચોરી થઈ હોવાની ભોગ બનેલા વૃદ્ધ દ્વારા વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવવામાં આવી છે જેના આધારે પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે.

જાણવા મળતી માહિતી મુજબ વાંકાનેર તાલુકાના કોઠી ગામે રહેતા દેવજીભાઈ લખમણભાઇ સોલંકી (60)એ અજાણ્ય શખ્સની સામે વાહન ચોરીની ફરિયાદ નોંધાવેલ છે જેમાં જણાવ્યું છે કે, કોઠી ગામે તેઓના પ્લોટ પાસે ટ્રેક્ટર ટ્રોલી નંબર જીજે 14 ડબલ્યુ 7782 પાર્ક કરીને મૂકી હતી જે 80 હજાર રૂપિયાની કિંમતની ટેક્ટર ટ્રોલી તથા ઉસ્માનભાઈ ગનીભાઈની વાડીએ રાખવામાં આવેલ રોટાવેટર જેની કિંમત 40 હજાર રૂપિયા આમ કુલ મળીને 1,20,000 ની કિંમતના મુદ્દામાલની ચોરી કરવામાં આવેલ છે જેથી ભોગ બનેલા વૃદ્ધ દ્વારા વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે અજાણ્ય શખ્સની સામે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે






Latest News