હળવદમાં સગીરાને અવાવરુ જગ્યાએ લઈ જઈને અજાણ્યા શખ્સે છરી બતાવીને કપડાં કાઢવા માટે ધમકાવી ! મોરબીના ગુંગણ ગામે ટ્રેકટર-રોટાવેટર વચ્ચે દબાઈ જવાથી યુવાનનું મોત મોરબીના રવાપર ગામે ઘરે ચક્કર આવતા પડી ગયેલ મહિલાનું મોત મોરબી એલસીબીની ટીમે સ્પેશિયલ ડ્રાઇવમાં અલગ-અલગ ગુનાઓમાં નાસતા ફરતા ત્રણ આરોપી ઝડપી લીધા અર્વાચિન ડાંડિયા રસના ક્રેઝ વચ્ચે 144 વર્ષ પછી પણ મોરબીના માધાપરની ગરબીનો દબદબો યથાવત તો હળવદમાં બે જુથ વચ્ચે મારા મારીનો બનાવ ન બન્યો હોત હળવદમાં વાહન સામસામે આવી જવાની બાબતમાં બે જુથ વચ્ચે લાકડી, પાઇપ અને ધારિયાથી મારા મારી: હવે સામસામે ફરિયાદ મોરબી સામાકાંઠા વિસ્તારમાં રહેતા પરિવારની સગીર દીકરીનું અપહરણ
Breaking news
Morbi Today

ટંકારાના મીતાણા નજીક અજાણી કારના ચાલકે ત્રીપલ સવારી બાઇકને હડફેટે લેતા આધેડનું મોત: બેને ઇજા


SHARE









ટંકારાના મીતાણા નજીક અજાણી કારના ચાલકે ત્રીપલ સવારી બાઇકને હડફેટે લેતા આધેડનું મોત: બેને ઇજા

ટંકારા તાલુકાના મીતાણા ગામથી આગળના ભાગમાં આવેલ મંદિર પાસેથી ત્રીપલ સવારી બાઇક પસાર થઈ રહ્યું હતું ત્યારે અજાણી કારના ચાલકે બાઇકને હડફેટે લીધું હતું જેથી અકસ્માતનો બનાવ બન્યો હતો અને અકસ્માતના બનાવમાં આધેડને ઇજાઓ થઈ હોવાથી ઇજાગ્રસ્ત હાલતમાં તેનું મોત નીપજ્યું હતું જ્યારે મૃતકના દીકરા સહિત બે વ્યક્તિઓને ઇજા થતા ઇજા પામેલા બંને વ્યક્તિને સારવારમાં ખસેડવામાં આવ્યા હતા અને હાલમાં મૃતકના દીકરાએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે અજાણી કારના ચાલક સામે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે

બનાવની જાણવા મળતી માહિતી મુજબ રાજકોટના મોરબી રોડ ઉપર આવેલ વેલનાથપરામાં રહેતા નવઘણભાઈ રાયસીંગભાઈ ચારોલા (24)એ હાલમાં ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે અજાણી કારના ચાલક સામે ફરિયાદ નોંધાવી છે જેમાં જણાવ્યું છે કે મોરબી રાજકોટ હાઇવે રોડ ઉપર ટંકારા તાલુકાના મીતાણા ગામથી આગળના ભાગમાં આવેલ બહુચરાજી માતાજીના મંદિર સામેથી તેઓ રોહિતભાઈના બાઈક નંબર જીજે 13 એબી 4844 માં બેસીને તેના પિતા રાયસીંગભાઇ ભગાભાઈ ચારોલા સાથે પસાર થઈ રહ્યા હતા અને ત્યારે તેઓના ત્રીપલ સવારી બાઇકને અજાણી કારના ચાલકે હડફેટે લેતા અકસ્માતનો બનાવ બન્યો હતો જેમાં ફરિયાદીના પિતાને ગંભીર ઈજા થઈ હોવાથી તેનું મોત નીપજયું હતું જો કે ફરિયાદી તથા રોહિતભાઈને ઇજાઓ થઈ હોવાથી ઇજા પામેલા બંને વ્યક્તિને સારવાર માટે હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા અને ત્યારબાદ તેમણે નોંધાવેલ ફરિયાદ આધારે હાલમાં પોલીસે અજાણી કારના ચાલક સામે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે

જુગાર રમતા પકડાયા

વાંકાનેરની ઢુવા ચોકડી પાસે ચલણી નોટના આધારે જુગાર રમતા હોવાની હકીકત મળી હતી તેના આધારે સ્થાનિક પોલીસ દ્વારા ત્યાં જુગારની રેડ કરવામાં આવી હતી ત્યારે સ્થળ ઉપરથી ચલણી નોટના આધારે જુગાર રમતા રણજીતભાઈ હીરાભાઈ વિંઝવાડીયા (21) રહે. ભીમગુડા અને ગોપાલભાઈ જેમાભાઈ વિંઝવાડીયા (19) રહે. ઓળ વાળા જુગાર રમતા મળી આવ્યા હોય પોલીસે તેની પાસેથી 750 ની રોકડ કબજે કરી હતી અને વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે

દારૂની બે નાની બોટલ સાથે એક પકડાયો

મોરબીમાં એ ડિવિઝન પોલીસ સ્ટેશન સામે આવેલ કબીર ટેકરી શેરી નં-8 માંથી પસાર થઈ રહેલા શખ્સને રોકીને પોલીસ દ્વારા ચેક કરવામાં આવ્યો હતો ત્યારે તેની પાસેથી દારૂની નાની બે બોટલ મળી આવતા પોલીસે 200 ની કિંમતની દારૂની બોટલો સાથે અસગરભાઈ અબ્દુલભાઈ ચાનીયા (48) રહે. કબીર ટેકરી શેરી નં-8 વાળાની ધરપકડ કરી હતી અને તેની સામે એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધી આગળની તપાસ શરૂ કરી છે. આ શખ્સ પાસેથી મળી આવેલ દારૂની બોટલ તે ક્યાંથી લાવ્યો હતો તે દિશામાં પોલીસે તપાસ હાથ ધરી છે




Latest News