હળવદમાં સગીરાને અવાવરુ જગ્યાએ લઈ જઈને અજાણ્યા શખ્સે છરી બતાવીને કપડાં કાઢવા માટે ધમકાવી ! મોરબીના ગુંગણ ગામે ટ્રેકટર-રોટાવેટર વચ્ચે દબાઈ જવાથી યુવાનનું મોત મોરબીના રવાપર ગામે ઘરે ચક્કર આવતા પડી ગયેલ મહિલાનું મોત મોરબી એલસીબીની ટીમે સ્પેશિયલ ડ્રાઇવમાં અલગ-અલગ ગુનાઓમાં નાસતા ફરતા ત્રણ આરોપી ઝડપી લીધા અર્વાચિન ડાંડિયા રસના ક્રેઝ વચ્ચે 144 વર્ષ પછી પણ મોરબીના માધાપરની ગરબીનો દબદબો યથાવત તો હળવદમાં બે જુથ વચ્ચે મારા મારીનો બનાવ ન બન્યો હોત હળવદમાં વાહન સામસામે આવી જવાની બાબતમાં બે જુથ વચ્ચે લાકડી, પાઇપ અને ધારિયાથી મારા મારી: હવે સામસામે ફરિયાદ મોરબી સામાકાંઠા વિસ્તારમાં રહેતા પરિવારની સગીર દીકરીનું અપહરણ
Breaking news
Morbi Today

મોરબીમાં ગેરકાયદે હથિયારમાંથી ફાયરિંગ થવા મામલે ઇજાગ્રસ્ત સહિત બે મિત્રો સામે ગુનો નોંધાયો


SHARE









મોરબીમાં ગેરકાયદે હથિયારમાંથી ફાયરિંગ થવા મામલે ઇજાગ્રસ્ત સહિત બે મિત્રો સામે ગુનો નોંધાયો

મોરબી નજીકના સનાળા ગામ પાસે બાયપાસ રોડ ઉપર આવેલ હોથલ હોટલના ગ્રાઉન્ડમાં મિત્રો બેઠા હતા ત્યારે એક યુવાન પાસે રહેલ ગેરકાયદે હથિયાર તેણે બીજા મિત્રને આપ્યું હતું અને તે મિત્ર દ્વારા મિસ ફાયરિંગ કરવામાં આવતા તેને જ સાથળના ભાગે ઈજા થઈ હોવાથી ઇજાગ્રસ્તને સારવાર માટે હોસ્પિટલ લઈ ગયા હતા અને આ બનાવમાં પોલીસ ફરિયાદી બનેલ છે અને બે શખ્સોની સામે મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરી છે.

જાણવા મળતી માહિતી પ્રમાણે ગત રાત્રે 8:30 થી 9:00 વાગ્યાના અરસામાં મોરબીના બાયપાસ રોડ ઉપર સનાળા ગામથી આગળના ભાગમાં આવેલ હોથલ હોટલના ગ્રાઉન્ડમાં એક ફાયરિંગનો બનાવ બન્યો હતો જે બનાવની અંદર મહિપતસિંહ અનિરુદ્ધસિંહ જાડેજા નામના વ્યક્તિને ઇજા થઇ હોવાથી ઇજા પામેલ વ્યક્તિને સારવાર માટે મોરબીના સનાળા રોડ ઉપર આવેલ ક્રિષ્ના હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને તેને સારવાર આપ્યા બાદ આ બનાવાની હોસ્પિટલ મારફતે મોરબી એ ડિવિઝન પોલીસને જાણ કરતાં એ ડિવિઝન પોલીસ સ્ટેશનના પીઆઇ હકુમતસિંહ જાડેજા અને સમગ્ર ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને ઘટના કઈ રીતે બની છે તેનો તાગ મેળવવા માટેની તપાસ શરૂ કરી હતી.

ત્યારબાદ આ બનાવમાં મોડી રાત્રે મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશનના મહિલા પીએસઆઈ પી.આર. સોનાર દ્વારા બે શખ્સોની સામે ફરિયાદ નોંધાવવામાં આવી છે જેમાં મોન્ટુ પલ્લવભાઈ રાવલ રહે. શનાળા અને મહિપતસિંહ અનિરુદ્ધસિંહ જાડેજા રહે. યદુનંદન પાર્ક- 1 સનાળા રોડ મોરબી વાળાનો સમાવેશ થાય છે અને વધુમાં પોલીસ સૂત્રો પાસેથી જાણવા મળતી વિગત પ્રમાણે જે બે શખ્સોની સામે ગુનો નોંધાયો છે તે પૈકીના મોન્ટુ પલ્લભભાઈ રાવલ પાસે ગેરકાયદે હથિયાર હતું જે તેણે મહિપતસિંહ જાડેજાને આપ્યું હતું અને મહિપતસિંહ જાડેજાએ બેદરકારી પૂર્વક પોતાના હાથમાં હથિયાર લઈને તેમાંથી ફાયર કર્યું હતું જેથી કરીને તેને પોતાને જ સાથળના ભાગે ઈજા થઈ હતી જેથી કરીને ઇજા પામેલા મહિપતસિંહ જાડેજાને સારવાર માટે હોસ્પિટલે લઈને આવ્યા હતા આ બનાવમાં મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે બીએનએસની કલમ 110, 125 (બી), 54 તથા આર્મ્સ એક્ટની કલમ 25 (1) (બી) (એ), 29 (9) તથા 27 (1) અને જીપી એક્ટની કલમ 135 હેઠળ ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે તજવીજ ચાલી રહી છે




Latest News