મોરબીમાં રિવરફ્રન્ટ-પ્રધાનમંત્રી આવાસ યોજનાના કવાર્ટર બનાવવા કમિશ્નરને કરાઇ રજૂઆત મોરબીમાં શ્યામસુંદર ગૌશાળા લજાઈમાં ભગવાન નૃહસિંગ પ્રાગટ્ય દિવસ ઉજવાયો મોરબીમાં શ્રી ઉમિયા આરોગ્ય સેવા કેન્દ્ર-પાટીદાર વુમન્સ પાવર સંસ્થા દ્વારા કેન્સર નિદાન (સ્ક્રીનીંગ) કેમ્પનું આયોજન હળવદ નજીક કેનાલમાં ન્હાવા ગયેલા બે સગા ભાઈ ડૂબી ગયા, એકનો મૃતદેહ મળ્યો, બીજાની શોધખોળ શરૂ મોરબી RTO દ્વારા ટુ અને ફોર વ્હીલર વાહનોની જૂની સીરીઝના બાકી નંબરો માટે ઓનલાઈન હરાજી કરાશે મોરબી જિલ્લાના પેન્શનરોએ હયાતીની ખરાઈ કરાવવી ફરજિયાત મોરબીમાં આધેડે કરેલા આપઘાતના ગુનામાં પકડાયેલા 3 વ્યાજખોરના 1 દિવસના રિમાન્ડ મંજૂર: 4 ની શોધખોળ મોરબીમાં હોટલના ધંધાર્થીએ કરેલ આપઘાતના બનાવમાં 7 વ્યાજખોરો સામે ફરિયાદ: 3 ની ધરપકડ
Breaking news
Morbi Today

મોરબીની સરકારી શાળામાં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓની સ્કિલ ડેવલપ કરવા માટે ખાસ વર્કશોપનું આયોજન


SHARE













મોરબીની સરકારી શાળામાં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓની સ્કિલ ડેવલપ કરવા માટે ખાસ વર્કશોપનું આયોજન

મોરબી જિલ્લાના સરકારી શાળામાં ધો. 6થી 8 માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓની સ્કીલ ડેવલપમેન્ટ થાય તે માટે જિલ્લા કક્ષાએ વર્કશોપનુ આયોજન કરવામાં આવ્યું છે અને ત્રણ દિવસ સુધી મોરબીની એલ.ઇ.કોલેજમાં સવારે 9 થી 12 સુધી શિક્ષકોને માર્ગદર્શન આપવામાં આવશે.

મોરબી જિલ્લાના ડીડીઓ જે.એસ. પ્રજાપતિના માર્ગદર્શન હેઠળ મોરબી જીલ્લાની સરકારી શાળામાં ધો. 6 થી 8 માં અભ્યાસ કરતા વિધાર્થીઓની  સ્કિલ ડેવલોપમેન્ટ થાય તે માટે જીલ્લા કક્ષાએ એલ.ઈ. કોલેજ ખાતે વર્કશોપનુ આયોજન કરવામાં આવ્યું છે અને તા 12 થી 14 સુધી આ વર્કશોપ ચાલશે જેમાં પ્રથમ દિવસે ડ્રોઈંગચેસ અને વાર્તા-કાવ્ય લેખનમાં રસ ધરાવતા ૮૮ વિધાર્થીઓએ સ્કિલ ડેવલોપમેન્ટ વર્કશોપમાં ભાગ લીધો હતો. જેમને ડ્રોઈંગચેસ અને વાર્તા-કાવ્ય લેખનમાં નિષ્ણાત તજજ્ઞો દ્વારા માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું આ વર્કશોપમાં વિધાર્થીઓને પ્રેરણા અને માર્ગદર્શન પૂરું પાડવા જીલ્લા પંચાયત પ્રમુખ હંસાબેન પારધીજીલ્લા વિકાસ અધિકારી જે.એસ. પ્રજાપતિ તથા જીલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી એન.એ. મહેતા મેડમ ઉપસ્થિત રહ્યા હતા આ સમગ્ર વર્કશોપનું આયોજન સમગ્ર શિક્ષાના મદદનીશ જીલ્લા કો.ઓ પ્રવિણ ભોરણીયા અને તેમની ટીમે કરેલ છે






Latest News