મોરબીમાં રિવરફ્રન્ટ-પ્રધાનમંત્રી આવાસ યોજનાના કવાર્ટર બનાવવા કમિશ્નરને કરાઇ રજૂઆત મોરબીમાં શ્યામસુંદર ગૌશાળા લજાઈમાં ભગવાન નૃહસિંગ પ્રાગટ્ય દિવસ ઉજવાયો મોરબીમાં શ્રી ઉમિયા આરોગ્ય સેવા કેન્દ્ર-પાટીદાર વુમન્સ પાવર સંસ્થા દ્વારા કેન્સર નિદાન (સ્ક્રીનીંગ) કેમ્પનું આયોજન હળવદ નજીક કેનાલમાં ન્હાવા ગયેલા બે સગા ભાઈ ડૂબી ગયા, એકનો મૃતદેહ મળ્યો, બીજાની શોધખોળ શરૂ મોરબી RTO દ્વારા ટુ અને ફોર વ્હીલર વાહનોની જૂની સીરીઝના બાકી નંબરો માટે ઓનલાઈન હરાજી કરાશે મોરબી જિલ્લાના પેન્શનરોએ હયાતીની ખરાઈ કરાવવી ફરજિયાત મોરબીમાં આધેડે કરેલા આપઘાતના ગુનામાં પકડાયેલા 3 વ્યાજખોરના 1 દિવસના રિમાન્ડ મંજૂર: 4 ની શોધખોળ મોરબીમાં હોટલના ધંધાર્થીએ કરેલ આપઘાતના બનાવમાં 7 વ્યાજખોરો સામે ફરિયાદ: 3 ની ધરપકડ
Breaking news
Morbi Today

મોરબી તાલુકામાંથી ટ્રેક્ટરની ચોરી કરનાર શખ્સ ચોરાઉ ટ્રેકટર સાથે પકડાયો


SHARE













મોરબી તાલુકામાંથી ટ્રેક્ટરની ચોરી કરનાર શખ્સ ચોરાઉ ટ્રેકટર સાથે પકડાયો

મોરબીના જસમતગઢ ગામની સીમમાં કેનાલ પાસે હોટલના કમ્પાઉન્ડમાં ટ્રેક્ટર પાર્ક કરીને મૂક્યું હતું જે ટ્રેક્ટરની કોઈ અજાણ્યા શખ્સ દ્વારા ચોરી કરવામાં આવી હતી જેથી પાંચ લાખ રૂપિયાની કિંમતના ટ્રેક્ટરની ચોરી થઇ હોવાની યુવાને મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી હતી જેના આધારે પોલીસ તપાસ શરૂ કરી હતી અને આ ગુનામાં એલસીબીની ટીમે ચોરાઉ ટ્રેક્ટર સાથે એક શખ્સની ધરપકડ કરેલ છે અને ચોર તેમજ મુદામાલ તાલુકા પોલીસને હવાલે કરેલ છે.

મોરબી તાલુકાના જસમતગઢ ગામે રહેતા રણછોડભાઈ ભાણાભાઈ પાંચિયા (42)એ વાહન ચોરીની મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી હતી જેમાં જણાવ્યુ હતું કે, જસમતગઢ ગામની સીમમાં પાવળીયારી કેનાલ પાસે આવેલ મેલડી હોટલના ગ્રાઉન્ડમાં તેણે પોતાનું ટ્રેક્ટર નંબર જીજે 36 એએફ 9913 પાર્ક કરીને મૂક્યું હતું જે પાંચ લાખ રૂપિયાની કિંમતના ટ્રેક્ટરની કોઈ અજાણ્યા શખ્સ દ્વારા ચોરી કરવામાં આવેલ છે જેથી મોરબી તાલુકા પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે ચક્રોગતિમાન કરેલ હતા દરમ્યાના એલસીબીની ટીમે ચોરાઉ ટ્રેકટર સાથે ઉંચી માંડલ ગામ પાસે આવેલ માર્બીલાનો કારખાના સામેથી બેડીસિંગ ગુલાબસિંગ ગૌડ (25) રહે. હાલ મોરબી જેતપર રોડ પાવડીયારી કેનાલ નજીક મુળ રહે. મધ્યપ્રદેશ વાળાની ધરપકડ કરેલ છે અને ચોર તેમજ મુદામાલ મોરબી તાલુકા પોલીસને સોંપી દેવામાં આવેલ છે.






Latest News