મોરબીમાં રિવરફ્રન્ટ-પ્રધાનમંત્રી આવાસ યોજનાના કવાર્ટર બનાવવા કમિશ્નરને કરાઇ રજૂઆત મોરબીમાં શ્યામસુંદર ગૌશાળા લજાઈમાં ભગવાન નૃહસિંગ પ્રાગટ્ય દિવસ ઉજવાયો મોરબીમાં શ્રી ઉમિયા આરોગ્ય સેવા કેન્દ્ર-પાટીદાર વુમન્સ પાવર સંસ્થા દ્વારા કેન્સર નિદાન (સ્ક્રીનીંગ) કેમ્પનું આયોજન હળવદ નજીક કેનાલમાં ન્હાવા ગયેલા બે સગા ભાઈ ડૂબી ગયા, એકનો મૃતદેહ મળ્યો, બીજાની શોધખોળ શરૂ મોરબી RTO દ્વારા ટુ અને ફોર વ્હીલર વાહનોની જૂની સીરીઝના બાકી નંબરો માટે ઓનલાઈન હરાજી કરાશે મોરબી જિલ્લાના પેન્શનરોએ હયાતીની ખરાઈ કરાવવી ફરજિયાત મોરબીમાં આધેડે કરેલા આપઘાતના ગુનામાં પકડાયેલા 3 વ્યાજખોરના 1 દિવસના રિમાન્ડ મંજૂર: 4 ની શોધખોળ મોરબીમાં હોટલના ધંધાર્થીએ કરેલ આપઘાતના બનાવમાં 7 વ્યાજખોરો સામે ફરિયાદ: 3 ની ધરપકડ
Breaking news
Morbi Today

મોરબીમાં સરકારના પરિપત્રનો ઉલાળીયો કરીને વેકેશનમાં ખાનગી શાળા શરૂ કરનાર સંચાલકો સામે પગલાં લેવા કોંગ્રેસની માંગ


SHARE













મોરબીમાં સરકારના પરિપત્રનો ઉલાળીયો કરીને વેકેશનમાં ખાનગી શાળા શરૂ કરનાર સંચાલકો સામે પગલાં લેવા કોંગ્રેસની માંગ

રાજ્ય સરકાર દ્વારા દિવાળી વેકેશન જાહેર કરવામાં આવ્યું છે અને હાલમાં વેકેશન ચાલી રહ્યું છે તેમ છતાં પણ મોરબીની કેટલીક ખાનગી શાળાઓની અંદર શિક્ષણ કાર્ય શરૂ કરી દેવામાં આવ્યું છે. જેથી કરીને શાળાઓની બસ વિદ્યાર્થીઓને લાવતી અને લઈ જતી હોય તેના વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થયા હતા. જે બાબતને ધ્યાન રાખીને મોરબી શહેર કોંગ્રેસના પ્રમુખ દ્વારા શિક્ષણ વિભાગના અધિકારીઓ અને શિક્ષણ મંત્રીને રજૂઆત કરીને મોરબીમાં સરકારના પરિપત્રનો ઉલાળીયો કરીને શૈક્ષણિક કાર્ય શાળાઓમાં વેકેશન દરમિયાન શરૂ કરનાર શાળાના સંચાલકો સામે કાર્યવાહી કરવાની માગ કરવામાં આવી છે.

રાજ્ય સરકાર દ્વારા તારીખ 28-10-2024 થી લઈને 17-11-2024 સુધી કુલ મળીને 21 દિવસનું દિવાળી વેકેશન જાહેર કરવામાં આવ્યું છે અને હાલમાં વેકેશન ચાલી રહ્યું છે. જોકે મોરબીના મુખ્ય માર્ગ સનાળા રોડ, ઉમિયા સર્કલ, રવાપર રોડ વગેરે વિસ્તારોમાં શાળાના વિદ્યાર્થીઓને લાવવા તથા મુકવા માટે થઈને દોડતી ખાનગી શાળાઓની બસો છેલ્લા દિવસોથી મોરબી શહેરના મુખ્ય માર્ગો ઉપર વિદ્યાર્થીઓને લઈ જતી હોય તેવું જોવા મળી રહ્યું છે. જેના વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થયા હતા. ત્યાર બાદ બાબતે મોરબી શહેર કોંગ્રેસના પ્રમુખ પુષ્પરાજસિંહ જાડેજા દ્વારા હાલમાં સોશિયલ મીડિયાના માધ્યમથી વીડિયો મૂકીને મોરબી શિક્ષણ વિભાગના અધિકારીઓ તથા રાજ્યના શિક્ષણ મંત્રી દ્વારા મોરબીમાં વેકેશન દરમિયાન રાજ્ય સરકારના પરિપત્રનો ઉલાળીયો કરીને શૈક્ષણિક કાર્ય શરૂ કરનાર ખાનગી શાળાના સંચાલકો સામે પગલાં લેવામાં આવે તેવી માગ કરવામાં આવી છે.






Latest News