મોરબીમાં રિવરફ્રન્ટ-પ્રધાનમંત્રી આવાસ યોજનાના કવાર્ટર બનાવવા કમિશ્નરને કરાઇ રજૂઆત મોરબીમાં શ્યામસુંદર ગૌશાળા લજાઈમાં ભગવાન નૃહસિંગ પ્રાગટ્ય દિવસ ઉજવાયો મોરબીમાં શ્રી ઉમિયા આરોગ્ય સેવા કેન્દ્ર-પાટીદાર વુમન્સ પાવર સંસ્થા દ્વારા કેન્સર નિદાન (સ્ક્રીનીંગ) કેમ્પનું આયોજન હળવદ નજીક કેનાલમાં ન્હાવા ગયેલા બે સગા ભાઈ ડૂબી ગયા, એકનો મૃતદેહ મળ્યો, બીજાની શોધખોળ શરૂ મોરબી RTO દ્વારા ટુ અને ફોર વ્હીલર વાહનોની જૂની સીરીઝના બાકી નંબરો માટે ઓનલાઈન હરાજી કરાશે મોરબી જિલ્લાના પેન્શનરોએ હયાતીની ખરાઈ કરાવવી ફરજિયાત મોરબીમાં આધેડે કરેલા આપઘાતના ગુનામાં પકડાયેલા 3 વ્યાજખોરના 1 દિવસના રિમાન્ડ મંજૂર: 4 ની શોધખોળ મોરબીમાં હોટલના ધંધાર્થીએ કરેલ આપઘાતના બનાવમાં 7 વ્યાજખોરો સામે ફરિયાદ: 3 ની ધરપકડ
Breaking news
Morbi Today

મોરબીમાં કાલે ગુરુનાનક જયંતીની હર્ષોલ્લાસ સાથે કરાશે ઉજવણી


SHARE













મોરબીમાં કાલે ગુરુનાનક જયંતીની હર્ષોલ્લાસ સાથે કરાશે ઉજવણી

મોરબી ખાતે શ્રી ગુરુ નાનક જયંતી નિમિતે સિંધી સમાજ દ્વારા લંગર પ્રસાદ, નગર કીર્તન સહિતના કાર્યક્રમોનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે

સર્વે સિંધી સમાજ મોરબી દ્વારા તા. ૧૫ ને શુક્રવારના રોજ શ્રી ગુરુ નાનક જયંતીની ધામધૂમથી ઉજવણી કરવામાં આવશે જેમાં સ્ટેશન રોડ પર આવેલ શ્રી ગુરુ નાનક દરબાર સિંધુ ભવન ખાતે સવારે ૫ થી ૬: ૩૦ સુધી નિતનેમ, આશાદિ વાર અને કીર્તન અને અરદાસ થશે સવારે ૯ : ૩૦ કલાકે અખંડ પાઠ સાહેબની સમાપ્તિ થશે. બપોરે ૧૨: ૩૦ કલાકે લંગર પ્રસાદ રાખેલ છે સાંજે ૪ : ૩૦ કલાકે નગર કીર્તન (શોભાયાત્રા) યોજાશે જે શોભાયાત્રા શ્રી ગુરુ નાનક દરબાર સિંધુ ભવનથી પ્રસ્થાન કરી શહેરના રાજમાર્ગો પર ફરશે રાત્રે ૧૦: ૩૦ કલાકે કથા, કીર્તન, સીમરન સાથે રાત્રે ૧-૨૦ કલાકે ફૂલોની વર્ષા કરી શ્રી ગુરુનાનક દેવજીનો જન્મ ઉત્સવ મનાવવામાં આવશે






Latest News