મોરબીમાં રિવરફ્રન્ટ-પ્રધાનમંત્રી આવાસ યોજનાના કવાર્ટર બનાવવા કમિશ્નરને કરાઇ રજૂઆત મોરબીમાં શ્યામસુંદર ગૌશાળા લજાઈમાં ભગવાન નૃહસિંગ પ્રાગટ્ય દિવસ ઉજવાયો મોરબીમાં શ્રી ઉમિયા આરોગ્ય સેવા કેન્દ્ર-પાટીદાર વુમન્સ પાવર સંસ્થા દ્વારા કેન્સર નિદાન (સ્ક્રીનીંગ) કેમ્પનું આયોજન હળવદ નજીક કેનાલમાં ન્હાવા ગયેલા બે સગા ભાઈ ડૂબી ગયા, એકનો મૃતદેહ મળ્યો, બીજાની શોધખોળ શરૂ મોરબી RTO દ્વારા ટુ અને ફોર વ્હીલર વાહનોની જૂની સીરીઝના બાકી નંબરો માટે ઓનલાઈન હરાજી કરાશે મોરબી જિલ્લાના પેન્શનરોએ હયાતીની ખરાઈ કરાવવી ફરજિયાત મોરબીમાં આધેડે કરેલા આપઘાતના ગુનામાં પકડાયેલા 3 વ્યાજખોરના 1 દિવસના રિમાન્ડ મંજૂર: 4 ની શોધખોળ મોરબીમાં હોટલના ધંધાર્થીએ કરેલ આપઘાતના બનાવમાં 7 વ્યાજખોરો સામે ફરિયાદ: 3 ની ધરપકડ
Breaking news
Morbi Today

મોરબીમાં વેકેશનમાં ખરેખર ખાનગી શાળા ચાલુ છે કે કેમ તેની તપાસ થશે: અધિકારી


SHARE













મોરબીમાં વેકેશનમાં ખરેખર ખાનગી શાળા ચાલુ છે કે કેમ તેની તપાસ થશે: અધિકારી

દિવાળી વેકેશન સરકારે જાહેર કર્યું છે જે પૂરું થયું ન હતું ત્યાર મોરબીમાં કેટલીક ખાનગી શાળાની બસોમાં વિદ્યાર્થીઓને લઈ જતાં જોય તેવા વિડીયો વાઇરલ થયેલ હતા જેથી કરીને શિક્ષણ વિભાગ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે અને જો ખરેખર કોઈ શાળામાં સરકારનો વેકેશનનો પરિપત્ર હોવા છતાં પણ શિક્ષણ કાર્ય ચાલુ કરવામાં આવ્યું હોવાનું સામે આવશે તો કાર્યવાહી કરવામાં આવશે તેવી ઇન્ચાર્જ જિલ્લા શિક્ષણાધિકારીએ જણાવ્યુ છે.

ગુજરાતમાં સરકાર દ્વારા  21 દિવસનું દિવાળી વેકેશન જાહેર કરવામાં આવ્યું છે જે વેકેશન ચાલી રહ્યું છે. તેવામાં બે દિવસથી મોરબીના મુખ્ય માર્ગ સનાળા રોડ, ઉમિયા સર્કલ સહિતના વિસ્તારોમાં શાળાના વિદ્યાર્થીઓને લાવવા તથા મુકવા માટે થઈને દોડતી ખાનગી શાળાઓની બસોમાં વિદ્યાર્થીઓને લઈ જતાં હોય તેવા વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થયા હતા. જેથી કરીને ગઇકાલે મોરબી શહેર કોંગ્રેસના પ્રમુખ પુષ્પરાજસિંહ જાડેજાએ સોશિયલ મીડિયામાં વિડીયો મૂકીને વેકેશન દરમ્યાન સરકારના પરિપત્રનો ઉલાળીયો કરીને શૈક્ષણિક કાર્ય શરૂ કરનાર ખાનગી શાળાના સંચાલકો સામે પગલાં લેવાની માંગ કરી હતી આ બાબતે આજે મોરબી જિલ્લાના ઇન્ચાર્જ શિક્ષણાધિકારી પ્રવીણભાઈ આંબરિયા સાથે વાત કરતાં તેમણે જણાવ્યુ હતું કે, વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થયેલા વિડિયો ધ્યાને આવેલ છે અને તેના આધારે તપાસ કરવા માટે સૂચના આપવામાં આવી છે અને જો વેકેશન દરમ્યાન કોઈ ખાનગી શાળામાં શિક્ષણ કાર્ય કરાવવામાં આવતું હોવાનું સામે આવશે તો તે શાળાની સામે નિયમાનુસારની કાર્યવાહી કરવામાં આવશે.






Latest News