મોરબીમાં રિવરફ્રન્ટ-પ્રધાનમંત્રી આવાસ યોજનાના કવાર્ટર બનાવવા કમિશ્નરને કરાઇ રજૂઆત મોરબીમાં શ્યામસુંદર ગૌશાળા લજાઈમાં ભગવાન નૃહસિંગ પ્રાગટ્ય દિવસ ઉજવાયો મોરબીમાં શ્રી ઉમિયા આરોગ્ય સેવા કેન્દ્ર-પાટીદાર વુમન્સ પાવર સંસ્થા દ્વારા કેન્સર નિદાન (સ્ક્રીનીંગ) કેમ્પનું આયોજન હળવદ નજીક કેનાલમાં ન્હાવા ગયેલા બે સગા ભાઈ ડૂબી ગયા, એકનો મૃતદેહ મળ્યો, બીજાની શોધખોળ શરૂ મોરબી RTO દ્વારા ટુ અને ફોર વ્હીલર વાહનોની જૂની સીરીઝના બાકી નંબરો માટે ઓનલાઈન હરાજી કરાશે મોરબી જિલ્લાના પેન્શનરોએ હયાતીની ખરાઈ કરાવવી ફરજિયાત મોરબીમાં આધેડે કરેલા આપઘાતના ગુનામાં પકડાયેલા 3 વ્યાજખોરના 1 દિવસના રિમાન્ડ મંજૂર: 4 ની શોધખોળ મોરબીમાં હોટલના ધંધાર્થીએ કરેલ આપઘાતના બનાવમાં 7 વ્યાજખોરો સામે ફરિયાદ: 3 ની ધરપકડ
Breaking news
Morbi Today

મોરબીમાં ગુરુનાનક જયંતીની વાજતે ગાજતે શોભાયાત્રા સાથે ઉજવણી કરાઇ


SHARE













મોરબીમાં ગુરુનાનક જયંતીની વાજતે ગાજતે શોભાયાત્રા સાથે ઉજવણી કરાઇ

મોરબી સિંધી સમાજ દ્વારા ગુરુ નાનક જયંતી નિમિતે સિંધુ ભવન ખાતે ધાર્મિક મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી તેમજ સાંજે ભવ્ય શોભાયાત્રા નીકળી હતી જે શહેરના મુખ્યમાર્ગો પર ફરી હતી મોરબીમાં સર્વે સિંધી સમાજ દ્વારા ગુરુનાનક જયંતીની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી જેમાં સ્ટેશન રોડ પર આવેલ ગુરુનાનક દરબાર સિંધુ ભવન ખાતે સવારે નિતનેમઆશાદી વાર અને કીર્તન યોજાયા હતા બાદમાં અખંડ પાઠ સાહેબની સમાપ્તિ ઉપરાંત સિંધી સમાજના ભાઈઓ અને બહેનોએ ગુરુ નાનકના દર્શન કર્યા હતા અને બપોરે લંગર પ્રસાદનો લાભ લીધો હતો સાંજે નગર કીર્તન (શોભાયાત્રા) યોજાઈ હતી જે શોભાયાત્રા ગુરુનાનક દરબાર સિંધુ ભવનથી પ્રસ્થાન કરી શહેરના મુખ્ય માર્ગો પર ફરી હતી જે નગર કીર્તનનું વિવિધ સ્થળોએ સ્વાગત કરવામાં આવ્યું હતું આ શોભાયાત્રામાં સિંધી સમાજના લોકો મોટી સંખ્યામાં જોડાયા હતા






Latest News