મોરબીમાં બી ડિવિઝન પોલીસ સ્ટેશન પાસે આવેલ સમર્પણ હોસ્પિટલ પાસેથી ત્રણ બાઇકની ચોરી
મોરબીમાં વૃદ્ધની માલીકીની 50 લાખની કિંમતની જમીન ઉપર દબાણ કરીને ખેતી કરનારા બે શખ્સ સામે લેન્ડ ગ્રેબિંગ
SHARE
મોરબીમાં વૃદ્ધની માલીકીની 50 લાખની કિંમતની જમીન ઉપર દબાણ કરીને ખેતી કરનારા બે શખ્સ સામે લેન્ડ ગ્રેબિંગ
મોરબીના બરવાળા ગામની સીમમાં આવેલ વૃદ્ધની 50 લાખની કિંમતની જમીન ઉપર ગેરકાયદેસર દબાણ કરવામાં આવ્યું છે અને ત્યાં વાવેતર કરી ખેતી કરી જમીન ખાલી કરવા માટે ફરિયાદી પાસેથી પૈસાની માંગણી કરવામાં આવી રહી છે જેથી ભોગ બનેલા વૃદ્ધ દ્વારા બે શખ્સોની સામે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે લેન્ડ ગ્રેબિંગનો ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરી છે.
જાણવા મળતી માહિતી મુજબ મૂળ આમરણના રહેવાસી અને હાલમાં મોરબીના રવાપર પાસે આવેલ સરદાર-2 માં આવેલા મારુતિ દર્શન એપાર્ટમેન્ટના બ્લોક નં- 601 માં રહેતા મગનભાઈ થોભણભાઈ ભાલોડીયા (60) એ મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે રણછોડભાઈ ઉર્ફે લાલો જીવણભાઈ ખાંભલા અને રતાભાઇ દેવાભાઈ ખાંભલા રહે. બંને બરવાળા વાળાની સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેને જણાવ્યુ છે કે, મોરબી તાલુકાના બરવાળા ગામના સર્વે નંબર 85 પૈકી 1 ની હેક્ટર 00-92-07 ચોરસ મીટર જમીન તેઓની માલિકીની છે અને તેની જંત્રી મુજબની કિંમત 2.90 લાખ થાય છે જોકે હાલની બજાર કિંમત આશરે 50 લાખ રૂપિયા થાય છે. તે ખેતીની જમીન ઉપર આરોપીઓએ કબજો કરી લીધેલ છે. અને રતાભાઇ ખાંભલાએ ફરિયાદીની માલિકીની જમીન ઉપર રણછોડભાઈ ખાંભલાના કહેવાથી કોઈપણ જાતના આધાર પુરાવા વગર ગેરકાયદે કબજો કર્યો છે અને જમીન ઉપર વાવેતર કરી ખેતી કરે છે અને જમીન ખાલી કરવા માટે પૈસાની માંગણી કરેલ છે જેથી ભોગ બનેલા વૃદ્ધ દ્વારા નોંધાવવામાં આવેલ ફરિયાદ આધારે પોલીસે બે શખ્સોની સામે લેન્ડ ગ્રેબિંગનો ગુનો નોંધી આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરી છે અને આ અંગેની આગળની વધુ તપાસ મોરબીના ડિવાયએસપી પી.એ.ઝાલા ચલાવી રહી છે