મોરબીમાં કોલેજે જવા નીકળ્યા બાદ નવા બસ સ્ટેશન ખાતેથી યુવતી ગુમ મોરબીના નવા ધરમપુર ગામે પરિણીતાનું શંકાસ્પદ હાલતમાં મોત: શરીર ઉપર મારના નિશાન જોવા મળતા ફેરેન્સિક રિપોર્ટની જોવાતી રાહ મોરબી અને હળવદમાં પાંચ બાઈકની ચોરી કરનાર આરોપી જેલ હવાલે મોરબીમાં ધારાસભ્ય દ્વારા ધ સાબરમતી રિપોર્ટ ફિલ્મના વિશેષ શોનું આયોજન કરાયું મોરબીના ગાળા નજીક ટ્રક કન્ટેનર અને ડમ્પર વચ્ચે અકસ્માત થતાં યુવાનું મોત: ગુનો નોંધાયો મોરબીની ત્રાજપર ચોકડી નજીક ઝેરી દવા પી ગયેલ યુવાનને રાજકોટ સારવારમાં ખસેડાયો મોરબીમાં ક્લોકના કારખાનામાં બીજા માળેથી નીચે પડતાં યુવાનનું મોત મોરબીમાં પાર્સલોમાંથી સોની કંપનીની ગેમિંગ આઈટમ-એપલ એરપોર્ડ કાઢી લઈને ડિલિવરી બોયે ફ્લિપકાર્ટ સાથે કરી 1.23 લાખની છેતરપિંડી
Breaking news
Morbi Today

મોરબી પાલિકામાં જન્મ-મરણની નોંધણીના કામમાં ઝડપ કરવા આમ આદમી પાર્ટીની માંગ


SHARE





























મોરબી પાલિકામાં જન્મ-મરણની નોંધણીના કામમાં ઝડપ કરવા આમ આદમી પાર્ટીની માંગ

મોરબી જિલ્લા આમ આદમી પાર્ટીના પ્રભારી પંકજભાઈ રાણસરીયાના માર્ગદર્શન હેઠળ જીલ્લા પ્રમુખ મહાદેવભાઈ પટેલ, મોરબી જિલ્લા મહામંત્રી પંકજભાઈ આદ્રોજા, મોરબી જિલ્લા ઉપપ્રમુખ જસવંતભાઈ કગથરા, મોરબી શહેર પ્રમુખ વિરજીભાઈ ચાવડા, દિવ્યેશભાઈ મગુનીયા રમેશભાઈ સદાતીયા જૈનીથભાઈ ચડાસણીયા દ્વારા મોરબી પાલિકા ચીફ ઓફિસરને આવેદનપત્ર આપવામાં આવ્યું છે જેમાં જણાવ્યુ છે કે, અત્યારે નવા આધારકાર્ડ માટે જન્મનાં દાખલામાં ફરજીયાત અરજદારનું આખું નામ હોવું જોઈએ એવાં નીયમ બનાવવાથી જન્મ દાખલામાં સુધારો કરવા અને નવા જન્મ મરણ નોંધણી કરવા માટે અરજદારની લાંબી લાઈનો લાગી છે ત્યારે પાલિકા દ્વારા જન્મ-મરણ નોંધણી માટે સીંગલ યુઝર લોગીનમાં ગોકળગાયની ગતીએ કામ ચાલે છે જેથી કરીને એક કરતાં વધારે વધારે કોમ્પ્યુટર ઓપરેટરો રાખીને કામ ઝડપથી કરવામાં આવે તેવી માંગ કરી છે.
















Latest News