મોરબીમાં રિવરફ્રન્ટ-પ્રધાનમંત્રી આવાસ યોજનાના કવાર્ટર બનાવવા કમિશ્નરને કરાઇ રજૂઆત મોરબીમાં શ્યામસુંદર ગૌશાળા લજાઈમાં ભગવાન નૃહસિંગ પ્રાગટ્ય દિવસ ઉજવાયો મોરબીમાં શ્રી ઉમિયા આરોગ્ય સેવા કેન્દ્ર-પાટીદાર વુમન્સ પાવર સંસ્થા દ્વારા કેન્સર નિદાન (સ્ક્રીનીંગ) કેમ્પનું આયોજન હળવદ નજીક કેનાલમાં ન્હાવા ગયેલા બે સગા ભાઈ ડૂબી ગયા, એકનો મૃતદેહ મળ્યો, બીજાની શોધખોળ શરૂ મોરબી RTO દ્વારા ટુ અને ફોર વ્હીલર વાહનોની જૂની સીરીઝના બાકી નંબરો માટે ઓનલાઈન હરાજી કરાશે મોરબી જિલ્લાના પેન્શનરોએ હયાતીની ખરાઈ કરાવવી ફરજિયાત મોરબીમાં આધેડે કરેલા આપઘાતના ગુનામાં પકડાયેલા 3 વ્યાજખોરના 1 દિવસના રિમાન્ડ મંજૂર: 4 ની શોધખોળ મોરબીમાં હોટલના ધંધાર્થીએ કરેલ આપઘાતના બનાવમાં 7 વ્યાજખોરો સામે ફરિયાદ: 3 ની ધરપકડ
Breaking news
Morbi Today

મોરબીમાં યુવાનને ઊંચા વ્યાજે રૂપિયા આપીને પઠાણી ઉઘરાણી, જાનથી મારી નાખવાની ધમકી


SHARE













મોરબીમાં યુવાનને ઊંચા વ્યાજે રૂપિયા આપીને પઠાણી ઉઘરાણી, જાનથી મારી નાખવાની ધમકી

મોરબીના શોભેસ્વર રોડ ઉપર આવેલ શાંતિવન સોસાયટીમાં રહેતા યુવાને અલગ અલગ સમયે ઊંચા વ્યાજે રૂપિયા લીધા હતા જેની સામે તેની પાસેથી પાંચ કોરા ચેક લઈ લેવામાં આવ્યા હતા અને વ્યાજના વધુ રૂપિયા માટે અવારનવાર પઠાણી ઉઘરાણી કરી ફોનમાં જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવતી હતી જેથી ભોગ બનેલા યુવાને મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે.

જાણવા મળતી માહિતી મુજબ મૂળ ઓડિસાના રહેવાસી અને હાલમાં મોરબીના શોભેશ્વર રોડ ઉપર આવેલ શાંતિવન સોસાયટીમાં રહેતા રાકેશભાઈ ગોર્ધનભાઈ પેન્થોઇ જાતે રાજપૂત (29) જયેશભાઈ વિનોદભાઈ કાનાબારની સામે મોરબી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેને જણાવ્યું છે કે, મોરબીના રવાપર રોડ ઉપર આવેલ ચકિયા હનુમાન પાસે જય ગારમેન્ટ નામની દુકાને તે હતો ત્યારે આરોપીએ અલગ અલગ સમયે ઊંચા વ્યાજે નાણા આપ્યા હતા અને બળજબરીપૂર્વક તેની પાસેથી પાંચ કોરા ચેક લઈ લીધા હતા અને આરોપીએ વ્યાજના વધુ રૂપિયા લેવા માટે અવારનવાર પઠાણી ઉઘરાણી કરી હતી અને યુવાનને ફોન ઉપર જાનથી મારી નાખવાની ધમકી આપી હતી જેથી ભોગ બનેલા યુવાન દ્વારા નોંધાવવામાં આવેલ ફરિયાદ આધારે પોલીસે ગુનો નોંધ્યો છે અને પીએસઆઇ સી.એમ.કરકર દ્રારા આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરવામાં આવેલ છે.






Latest News