મોરબીમાં રિવરફ્રન્ટ-પ્રધાનમંત્રી આવાસ યોજનાના કવાર્ટર બનાવવા કમિશ્નરને કરાઇ રજૂઆત મોરબીમાં શ્યામસુંદર ગૌશાળા લજાઈમાં ભગવાન નૃહસિંગ પ્રાગટ્ય દિવસ ઉજવાયો મોરબીમાં શ્રી ઉમિયા આરોગ્ય સેવા કેન્દ્ર-પાટીદાર વુમન્સ પાવર સંસ્થા દ્વારા કેન્સર નિદાન (સ્ક્રીનીંગ) કેમ્પનું આયોજન હળવદ નજીક કેનાલમાં ન્હાવા ગયેલા બે સગા ભાઈ ડૂબી ગયા, એકનો મૃતદેહ મળ્યો, બીજાની શોધખોળ શરૂ મોરબી RTO દ્વારા ટુ અને ફોર વ્હીલર વાહનોની જૂની સીરીઝના બાકી નંબરો માટે ઓનલાઈન હરાજી કરાશે મોરબી જિલ્લાના પેન્શનરોએ હયાતીની ખરાઈ કરાવવી ફરજિયાત મોરબીમાં આધેડે કરેલા આપઘાતના ગુનામાં પકડાયેલા 3 વ્યાજખોરના 1 દિવસના રિમાન્ડ મંજૂર: 4 ની શોધખોળ મોરબીમાં હોટલના ધંધાર્થીએ કરેલ આપઘાતના બનાવમાં 7 વ્યાજખોરો સામે ફરિયાદ: 3 ની ધરપકડ
Breaking news
Morbi Today

મોરબી ગ્રાહક સુરક્ષા મંડળ દ્વારા જંત્રીના ભાવ વધારા મુદ્દે સીએમને રજૂઆત કરાઇ


SHARE













મોરબી ગ્રાહક સુરક્ષા મંડળ દ્વારા જંત્રીના ભાવ વધારા મુદ્દે સીએમને રજૂઆત કરાઇ

સરકારે જંત્રીના ભાવ વધારા મુદ્દે જે નિર્ણય કરેલ છે તેનાથી ગરીબ અને મધ્યમવર્ગને મોટું નુકશાન થાય તેમ છે જેથી કરીને મોરબી ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખે આ બાબતે સીએમને રજૂઆત કરેલ છે અને જમીની તપાસ કરવાની માંગ કરેલ છે.

મોરબી શહેર/જિલ્લા ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ લાલજીભાઈ મહેતાએ સીએમને કરેલ રજૂઆતમાં જણાવ્યુ છે કે, દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ગરીબ અને મધ્યમ વર્ગના લોકોને ઘરનું ઘર મળી રહે તે માટે આવાસ યોજના શરૂ કરી છે. મધ્યમ અને ગરીબ માણસની આવક માસિક રૂપિયા 30 હજાર હોય છે. તેમ છતાં લોન લઈ પાંચથી પચ્ચીસ લાખનું મકાન સરળ બેંકના હપ્તાથી ખરીદી ઘરનો આશરો થાય છે પરંતુ જંત્રીના ભાવ વધારતા ગરીબ અને મધ્યમવર્ગના માણસોના ઘરનું ઘર લેવાના સ્વપ્ન હતા તે પૂરા થઈ ગયા છે. કેમ કે, પાંચથી દસ લાખમાં આવતું મકાન જંત્રી ભાવે પચ્ચીસ લાખ લગભગ થશે અને પચ્ચીસ લાખનું મકાન ૭૫ લાખનું થાય તેવી શક્યતા છે. જેથી સરકારે જંત્રીના ભાવ હાલ જે નિર્ણય લીધો છે. તે યોગ્ય નથી. અને જો આવાને આવા જંત્રી ભાવ રહેશે તો જનતાને મોટું નુકશાન થશે. માટે જંત્રી ભાવ સ્થગિત કરી જમીની તપાસ કરવા માંગ કરેલ છે.






Latest News