ગુજરાત સ્થાપના દિન: મોરબી જિલ્લો પણ ગુજરાતની વિકાસ યાત્રામાં પાયાનો પથ્થર સાબિત થયો: જિલ્લા ભાજપ પરિવાર હળવદ માર્કેટયાર્ડ સામે કાર ચાલકે હડફેટે લેતા રોડ ક્રોસ કરી રહેલા યુવાનનું મોત મોરબીના વનાળીયા ગામે ઘર પાસે ગાળો બોલવાની ના કહેતા ભત્રીજાની કૌટુંબિક કાકાએ છરીના ઘા ઝીકિને કરી હત્યા મોરબીના રફાળેશ્વર નજીક રિક્ષાની પાછળ સુપર કેરી ગાડી અથડાતાં સર્જાયેલ અકસ્માતમાં મુસાફર યુવાનનું મોત માળીયા (મી) નજીક ડિવાઇડર કૂદીને ડમ્પર સામેના રોડ ઉપર કાર સાથે અથડાતા રાજકોટના દંપતી સહિત ત્રણને ઇજા વાંકાનેરમાં ઘરની દીવાલમાં પાણી આવવા બાબતે બે સગા ભાઈના પરિવાર વચ્ચે માથાકૂટ થતા સામસામે મારામારી વાંકાનેરના વિનયગઢ ગામે વાડીએ ઝેરી દવા પી ગયેલા યુવાનનું સારવારમાં મોત મોરબીમાં રિવરફ્રન્ટ-પ્રધાનમંત્રી આવાસ યોજનાના કવાર્ટર બનાવવા કમિશ્નરને કરાઇ રજૂઆત
Breaking news
Morbi Today

મોરબી ચેક રિટર્ન કેસ : હાજર ન રહેતા આરોપીને ડબલ રકમ સાથે એક વર્ષની સાદી કેદની સજા


SHARE













મોરબી ચેક રિટર્ન કેસ : હાજર ન રહેતા આરોપીને ડબલ રકમ સાથે એક વર્ષની સાદી કેદની સજા

મોરબીમાં ચેક રીટર્ન કેસમાં આરોપીને એક વર્ષની સાદી સજા અને રૂપીયા ૬૦,૦૦૦ ના ડબલ એટલે કે ૧,૨૦,૦૦૦ નો દંડ તથા તે દંડની રકમમાથી ફરીયાદીને નવ ટકા વ્યાજ સહીત ચૂકવવા મોરબીના ત્રીજા એડી.ચીફ જ્યુડી.મેજીસ્ટ્રેટ ડી.કે.ચંદનાની સાહેબની કોર્ટે હુકમ ફરમાવ્યો છે.

કેસની વિગત જોઇએ, તો ફરીયાદી સલામહુસૈન ફીરોઝભાઈ ભુવર એ સામાવાળા લાલાભાઈ ભીમાભાઇ રાઠોડ રહે.કાલીકા પ્લોટ, મોરબી સામે મોરબીની નામદાર અદાલતમાં ફોજદારી કેસ દાખલ કરાવ્ય હતો. આરોપી સામે ચેક રીટર્ન થયા અંગેની નેગોશીએબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટ હેઠળની ફરીયાદ મોરબીની ત્રીજા એડી.ચીફ જ્યુડી. મેજીસ્ટ્રેટ ડી.કે.ચંદનાની ની કોર્ટમાં દાખલ કરવામાં આવેલ હતી.આ કેસ ચાલી જતા ફરીયાદીના એડવોકેટ સીમા નાથાણીની ધારદાર દલીલ અને નેગોશીએબલના કાયદાની જોગવાઇઓના આધારે તા.૨૫-૧૧-૨૪ ના રોજ ત્રીજા એડી.ચીફ જ્યુડી.મેજીસ્ટ્રેટ ડી.કે. ચંદનાની સાહેબે આરોપી લાલાભાઈ ભીમાભાઇ રાઠોડને તકસીરવાન ઠરાવીને એક વર્ષની સાદી સજા અને રૂા.૬૦ હજારના ડબલ ૧,૨૦,૦૦૦ નો દંડ તથા તે દંડની રકમમાથી ફરીયાદીને નવ ટકા વ્યાજ સહીત ચૂકવવા હુકમ ફરમાવેલ છે. તેમજ આરોપી નામદાર અદાલતમાં હાજર રહેલ ન હોય તેની સામે સજા વોરંટ કાઢવાનો હુકમ કરવામાં આવેલ છે.આમસનામદાર અદાલત સમક્ષ ચેક રીટર્નના કેસમાં આરોપી મુદતે હાજર રહેતા ન હોય અને ફરીયાદીની ઉલટ તપાસના કામે ગેર હાજર રહી કેસ લંબાવતા હોય, તેવા આરોપીઓ માટે લાલબતી સમાન ચુકાદો આપેલ છે.ફરીયાદી તરફે વકીલ તરીકે એડ.સીમા નાથાણી રોકાયેલા હતા.






Latest News