મોરબીમાં ક્રિષ્ના હોસ્પિટલના સ્ટાફ અને જુદીજુદી શાળાના વિદ્યાર્થીઓને અપાઈ ફાયરની તાલીમ મોરબી મહાપાલિકાની ટીમે એક અઠવાડીયામાં 35 ઢોરને પકડીને ડબ્બે પૂરી દીધા મોરબીમાં ગુરુવારથી દુર્ગાપુજા મહોત્સવનો પ્રારંભ મોરબીના રાજકોટ હાઇવે ઉપર બે બાઈક સામસામે અથડાતા ઇજાગ્રસ્ત વૃધ્ધ સારવારમાં મોરબી આઈટીઆઈ પાસે ડબલસવારી બાઈકને ટ્રકે ઉડાવતા બે યુવકને ઈજા મોરબી જીલ્લાના સરકારી શિક્ષકોના પગાર માટે એક્સિસ બેંક સાથે સેલેરી એકાઉન્ટ માટે એમઓયુ કરાયા લાયન્સ કલબ ઓફ મોરબી સીટી નો એક માનવીય સેવાકીય પ્રોજેક્ટ મોરબી જીલ્લામાં શરૂ કરાયેલ પાસપોર્ટ સેવા મોબાઇલ વાનને મળ્યો સારો પ્રતિસાદ
Breaking news
Morbi Today

મોરબીના તળાવીયા શનાળા ગામ પાસે તળાવના પાણીમાં ડૂબી જવાથી યુવાનનું મોત


SHARE









મોરબીના તળાવીયા શનાળા ગામ પાસે તળાવના પાણીમાં ડૂબી જવાથી યુવાનનું મોત

મોરબી તાલુકાના તળાવીયા શનાળા ગામે રહેતો યુવાન ગામ નજીક આવેલ તળાવમાં પડી ગયો હતો જેથી પાણીમાં ડૂબી જવાથી તેનું મોત નીપજયું હતું જેથી તેના મૃતદેહને મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરતાં પોલીસે બનાવની નોંધ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

જાણવા મળતી માહિતી મુજબ મોરબી તાલુકાના તળાવીયા શનાળા ગામે રહેતા લાલજીભાઈ ભુપતભાઈ કગથરા (25) નામનો યુવાન ત્યાં ગામ પાસે આવેલ તળાવમાં પડી ગયેલ હોય પાણીમાં ડૂબી જવાના કારણે તેનું મોત નીપજયું હતું અને ત્યારબાદ તેના મૃતદેહને પાણીમાંથી બહાર કાઢીને રવિભાઈ મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી અને આ બનાવની આગળની વધુ તપાસ તાલુકા પોલીસ સ્ટેશનના એ.એમ. જાપડીયા ચલાવી રહ્યા છે.

ત્રિકોણ બાગ પાર્કિંગમાંથી બાઈકની ચોરી

ટંકારા તાલુકાના વીરપર ગામે રહેતા પ્રભુલાલ શામજીભાઈ કોરીંગા (68) એ મોરબીમાં આવેલ ત્રિકોણબાગના પાર્કિંગમાં પોતાનું બાઈક નંબર જીજે 3 એફપી 6909 પાર્ક કરીને મૂક્યું હતું જે 25,000 રૂપિયાની કિંમતના બાઈકની કોઈ અજાણ્યા શખ્સ દ્વારા ચોરી કરવામાં આવેલ છે જેથી કરીને હાલમાં ભોગ બનેલ વૃદ્ધ દ્વારા મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે બાઈક ચોરીની ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે ગુનો નોધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે




Latest News