માળિયા (મી) ખાતે એસિડ પી ગયેલ મહિલાનું સારવાર દરમિયાન મોત મોરબી જીલ્લામાં આવેલ રામપરા વન્યપ્રાણી અભ્યારણ્યમાં સિહ, દીપડા સહિત ૧૦૦થી વધુ પ્રજાતિના વન્યપ્રાણીઓનો વસવાટ મોરબી નજીક કારખાનામાં આગ લાગતા મશીનરી-શેડમાં 32.72 લાખથી વધુનું નુકસાન મોરબીમાં કરોડોના ખર્ચે બનેલ અંડર ગ્રાઉન્ડ ભૂગર્ભ ગટરના પમ્પિંગ સ્ટેશન વર્ષો સુધી બંધ રહ્યા તેના માટે જવાબદાર કોણ ?: પુષ્પરાજસિંહ જાડેજા મોરબીમાં અજાણ્યા શખ્સે 16 વર્ષના સગીરને છરીનો ઘા ઝીકયો મોરબીના લાલપર નજીક સર્વિસ રોડ ઉપર અજાણ્યા વાહન ચાલકે બાઇકને હડફેટે લેતા માથામાં ઇજા થવાથી આધેડનું મોત મોરબીમાં મંગેતર સાથે રસોઇ બનાવવા બાબતે બોલાચાલી બાદ યુવાને ગળાફાંસો ખાઈને કર્યો આપઘાત મોરબી નજીક કારખાનામાં રહેતા યુવાને ગળાફાંસો ખાઈને કર્યો આપઘાત: બે દીકરીઓએ પિતાની છત્રછાયા ગુમાવી
Breaking news
Morbi Today

મોરબીના બેલા નજીક દેશી દારૂ-મચ્છી મટનનું વેચાણ અને ખનીજ ચોરીની મુખ્યમંત્રી-રાજ્યના પોલીસ વડાને રજૂઆત


SHARE













મોરબીના બેલા નજીક દેશી દારૂ-મચ્છી મટનનું વેચાણ અને ખનીજ ચોરીની મુખ્યમંત્રી-રાજ્યના પોલીસ વડાને રજૂઆત

મોરબીના બેલા ગામના સિમ વિસ્તારમાં દેશી દારૂ, મચ્છી મટનનું વેચાણ, ખનીજ ચોર બેફામ કરવામાં આવે છે તેવી હાલમાં ગામના માજી ઉપસરપંચ દ્વારા મુખ્યમંત્રી અને રાજ્યના પોલીસ વડાને રજૂઆત કરવામાં આવેલ છે અને તેની હત્યા કરવામાં આવે કે પછી હત્યાનો પ્રયાસ કરવામા આવે તેવી આશંકા વ્યક્ત કરેલ છે.

મોરબી તાલુકાના બેલા ગામના માજી ઉપસરપંચ પ્રવિણચંદ્ર એસ. આચાર્યએ હાલમાં રાજ્યના મુખ્યમંત્રીને ખનીજ ચોરી બાબતે અને પોલીસ વડાને દારૂ અને માસના વેચાણ બાબતે જુદીજુદી બે રજૂઆત કરવામાં આવેલ છે જેમાં રાજ્યના પોલીસ વડાને કરેલ રજૂઆતમાં જણાવ્યુ છે કે, બેલા ગામના સિમ વિસ્તારમાં દેશી દારૂ, મચ્છી મટનનું વેચાણ, ખનીજ ચોર બેફામ કરવામાં આવે છે. અને હપ્તા આપતા શખ્સો દ્વારા તેની હત્યા કે પછી જીવલેણ હુમલો કરાવવામાં આવે તેવી પણ શક્યતા છે. હાલમાં કરેલ રજૂઆતમાં જણાવ્યુ છે કે, તેઓના ગામના સરકારી ખરાબાની જમીનમાં દેશી દારૂ, મચ્છી મટનનો ધંધો કરવામાં આવે છે અને દારૂના વેપારીપાસેથી ૨૦-૨૫ હજાર તેમજ મચ્છી મટન વાળા પાસે ૧૦-૧૫ હજાર રૂપિયાના હપ્તાનું ઉઘરાણુ કરવામાં આવે છે. અને તેમાં બેલા ગ્રામ પંચાયત સભ્ય પણ સંડોવાયેલ છે તેવો તેને આક્ષેપ કરેલ છે.

અત્રે ઉલેખનીય છેકે, ખાણ ખનીજ વિભાગમાં તા. ૬/૧૨/૨૦૨૪ નાં રોજ ખનીજ ચોરી રોકા માટે ર રજુઆત કરેલ હતી જો કે, કોઈ પગલાં લેવામાં આવેલ નથી અને ગામમા ખનીજ ચોરી, દેશી દારૂ, મચ્છી મટન જેવી પ્રવૃતિ વધી રહી છે ત્યારે હપ્તા ખોરીના લીધે દૂષણો દિવસેને દિવસે વધી રહ્યા છે. ત્યારે આ દુશનોને ડામવા માટે તે રજૂઆતો કરેલ છે જેથી તેની હત્યા કરવામાં આવે કે પછી હત્યાનો પ્રયાસ કરવામાં આવે તેવી શ્ક્યતા છે. ઉલેખનીય છે કે, બેલા ગામ નજીકના વિસ્તારમાં થોડા સમય પહેલા જ એક હત્યા કરવામાં આવી હતી અને તિક્ષણ હથિયાર વડે હુમલાના અનેક બનાવો બનેલ છે ત્યારે ખનીજ ચોરી, દેશી દારૂ, મચ્છી મટન જેવી પ્રવૃતિના લીધે હજુ પણ આવી ઘટના બને તેવી શક્યતાને નકારી શકાય તેમ નથી.

તો મુખ્યમંત્રીને જે રજૂઆત કરી છે તેમાં જણાવ્યુ છે કે, ખાણ ખનીજ વિભાગ દ્વારા ગેરકાયદેસર ચાલતા ખનીજ ખોદકામ ઉપર રેડ કરેલ હતી. અને ત્યારે ૩ ટ્રક, એક હિટાચી મશીન કબજે કરેલ છે. આ ખનીજ ચોરીમાં ગ્રામ પંચાયતના સદસ્યના ભાઈની સંડોવણી હોવાનું સામે આવ્યું હતું અને સરકારી ખરાબા તથા ગૌચરમાંથી કરોડો રૂપિયાની ખનીજ ચોરી કરેલ છે. અને સરકારી તિજોરીને કરોડો રૂપિયાનું નુકશાન પહોંચાડેલ છે. જો આ ગામની પાસે આવેલ સરકારી ખરાબાના સ્થળ તપાસ કરીને પંચરોજ કામ કરવામાં આવે તો કરોડો રૂપિયાની ખનીજ ચોરીની માહિતી સામે આવે તેવી શ્ક્યતા છે. જો કે, તંત્ર વાહકો હવે કામ કયારે કરશે તે સવાલ છે.






Latest News