મોરબીના સામાકાંઠેથી સગીરાનું અપહરણ, ગુનો નોંધાયો મોરબીનો ૨વા૫૨થી ઘુનડા રોડ બનાવવાનું કામ તાત્કાલિક શરૂ કરવામાં ન આવે તો ઉપવાસ આંદોલન: લલિતભાઈ કાસુન્દ્રા મોરબીના કોમનમેન ફાઉન્ડેશન દ્વારા સારસ્વત સન્માન સમારોહ યોજાયો મોરબીમાં ગૌમાતાને કતલખાને જતી અટકાવવા મહા સહી ઝુંબેશનું આયોજન: નીલકંઠ વિદ્યાલય ખાતે સંતોની હાજરીમાં બેઠક યોજાઈ મોરબી જિલ્લો સાયન્સમાં 94.85 ટકા સાથે રાજ્યમાં પ્રથમ, સામન્ય પ્રવાહમાં 96.23 ટકા પરિણામ: વિદ્યાર્થીઓમાં હર્ષની લાગણી મોરબી જીલ્લામાં લગ્ન જીવનના ૫૦ વર્ષ કે પછી ઉમર ૭૫ વર્ષ થઈ હોય તેવા બ્રહ્મ સમાજના વડીલોનું કરાશે સન્માન મોરબીના મધુપુર ગામે મેલડીધામ ખાતે ખાતે રાજપૂત કરણી સેનાના દ્વારા ક્ષત્રિયા સમાજના ચૂંટાયેલા પ્રતિનિધિઓનું કરાયું સન્માન મોરબીની કોર્ટમાંથી અપહરણ, દુષ્કર્મ અને પોકસોના ગુનામાં આરોપીનો નિર્દોષ છુટકારો
Breaking news
Morbi Today

ગુડ ગવર્નસ ડે: મોરબી-કચ્છના સાંસદ દ્વારા અટલજીના જન્મદિને લાભાર્થી સન્માનના કાર્યક્રમનું ભુજમાં આયોજન


SHARE













ગુડ ગવર્નસ ડે: મોરબી-કચ્છના સાંસદ દ્વારા અટલજીના જન્મદિને લાભાર્થી સન્માનના કાર્યક્રમનું ભુજમાં આયોજન

કચ્છ લોકસભા દ્વારા તા. 25 ના પુર્વ વડા પ્રધાન ભારતરત્ન અટલજીના જન્મદિને સુશાસન દિવસે સરકારની યોજનાઓના પ્રચાર-પ્રસાર લાભાર્થીઓને લાભ અને સન્માનનો કાર્યક્રમ સાંસદ વિનોદભાઇ ચાવડા દ્વારા રાખવામા આવેલ છે. ત્યારે ગુડ ગવર્નસ ડેની ઉજવણી અને ભારત રત્ન અટલજીને યાદ કરવાનો સુવર્ણ અવસરે સહભાગી બનવા જાહેર જનતાને પધારવા  સાંસદએ અપીલ કરે છે.

પુર્વ વડાપ્રધાન ભારત રત્ન અટલ બિહારી બાજપેયીજીની જન્મ દિને ડિસેમ્બર 25 તારીખે દર વર્ષે સુશાસન દિવસ મનાવવામાં આવે છે. સરકારમાં જવાબદારી પ્રત્યે ભારતીય લોકોમાં જાગૃતિ-સભાનતા લાવવા માટે સુશાસન દિન મનાવવામાં આવે છે. જન્મ જયંતિ નિમિતે કેન્દ્ર સરકાર અને રાજય સરકાર અંતર્ગત ચાલીત યોજનાઓ ના પ્રચાર-પ્રસાર અર્થે લાભાર્થીઓને લાભ આપવા કચ્છના સાંસદ વિનોદભાઇ ચાવડા દ્વારા સુશાસન દિવસ ઉજવવાનું આયોજન ભુજ અદાણી ઓડીટોરિયમ, જી.કે. હોસ્પિટલ મધ્યે સાંજે 4 કલાકે કરવામાં આવેલ છે.

જેમાં મુખ્યત્વે પ્રધાનમંત્રી વિશ્વકર્મા યોજના, પ્રધાનમંત્રી સુર્યઘર યોજના, નમો સરસ્વતી, નમો લક્ષ્મી યોજના,પ્રધાનમંત્રી સ્વનિધિ યોજના, વિધા લક્ષ્મી યોજના, સહિતના લાભર્થીઓને લાભ આપવા તથા સન્માન કરવાનું ભવ્ય આયોજન કરવામાં આવેલ છે. વધુમાં સાંસદએ જણાવ્યુ હતું કે, સામાન્ય વર્ગ માટે ઉપરોક્ત યોજનાઓ ખુબજ લાભદાયી છે. જેનો પ્રચાર પ્રસાર વધુ ને વધુ થાય જેથી જનતા તેનો વધુમાં વધુ લાભ લઇ શકે સ્વ રોજગારી માટે તક મળે, ઉર્જા બચત સુર્ય ઘર યોજના હેઠળ થઇ શકે, મહિલાઓ, બાળકો, વિધાર્થીઓ લાભ લઇ શકે, તેમને માર્ગદર્શન માટે આ કાર્યક્રમ આશીર્વાદ રૂપ બનશે. 






Latest News