મોરબીમાં સ્કૂલના ઝઘડા બાદ બાળકો વચ્ચે ગરબી ચોક પાસે મારામારી, મોટાઓ વચ્ચે છરીઓ ઉડી અમારી ગાય કતલખાને ન જાય: ટંકારાના લજાઈ ગામે ગાયોના લાભાર્થે યોજાયેલ નાટકમાં 13 લાખનું દાન મળ્યું મોરબીમાં ગેરકાયદે કતલખાના બંધ કરાવવા મહાપાલિકામાં સ્ટિકર લાગ્યા: હવે શિવાજી મહારાજના વિચારો મુજબ કાર્યવાહી કરવા હિન્દુ સંગઠનોની ચીમકી માળિયા (મી) હળવદ રોડે બોલેરોની પાછળ ટ્રક અથડાતાં અકસ્માત: મિતાણા પાસે કાર ચાલકે હડફેટે લેતા ઇજા પામેલા વૃદ્ધ સારવારમાં માળિયા (મી) ના ખાખરેચી ગામ નજીક કારખાનાના કવાર્ટરમાં બીમારીથી કંટાળી ગયેલા યુવાને જીવનનો અંત આણ્યો વાંકાનેર તાલુકામાં અપમૃત્યુના બે બનાવ: એક યુવાનનું વીજ શોટ લાગતા મોત બીજાએ જીવન ટુકવ્યું મોરબીમાં પક્ષીઓને ફાયદો નહીં, નુકશાન કરે તેવી પ્રવૃતિ પક્ષી પ્રેમીઓએ બંધ કરવી જોઈએ: જીતુભાઇ ઠક્કર મોરબીમાં ફાયનાન્સ પેઢીએ ગ્રાહક પાસે લોન કલોઝરના રૂપિયા માંગતા કરવામાં આવેલ કેસમાં મહત્વપૂર્ણ ચુકાદો
Breaking news
Morbi Today

મહિલાના મોત મામલે ચોંકાવનારો ખુલાસો: મોરબીમાં પત્ની કુદરતી હાજતે ગઇ ત્યાં મોત થયાની સ્ટોરી કરીને સસરાને ગુમરાહ કરનારા જમાઇ અને તેની પ્રેમિકા સામે નોંધાયો હત્યાનો ગુનો


SHARE









મોરબી તાલુકાના જાંબુડીયા ગામની સીમમાં આવેલ સીરામીક કારખાનાના લેબર ક્વાર્ટરમાં રહેતી અને મજૂરી કામ કરતી પરણીતા કુદરતી હાજતે ગઈ હતી અને તેનું મોત નીપજ્યું હતું તેવી જાહેરાત મૃતકના પતિ દ્વારા કરવામાં આવી હતી જોકે પોલીસ તપાસ દરમિયાન મૃતક મહિલાને ગળાટુપો આપીને તેની હત્યા કરવામાં આવી હોવાનું સામે આવ્યું હતું જેથી કરીને આ બનાવ સંદર્ભે હાલમાં મૃતક મહિલાના પતિ અને તેની સાથે રહેતી મહિલાની સામે મૃતક મહિલાના પિતાએ ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે હત્યાનો ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરી છે

 

જાણવા મળતી માહિતી મુજબ મૂળ રાજસ્થાનના રહેવાસી અર્જુનસિંહ મોડાજી નાયક (50)એ હાલમાં તેના જમાઈ રાહુલ રોડુલાલ નાયક રહે.મુળ સુણાસરા જીલ્લો મંદોસર એમપી હાલ રહે ઓલવીન સીરામીક કારખાનામાં જાંબુડીયા ગામ ની સીમ મોરબી તથા તેની સાથે રહેતી મહિલા રેવાલી રાહુલ નાયકની સામે હત્યાની ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેણે જણાવ્યું છે કે ફરિયાદીની દીકરી પાયલ ઉર્ફે રાનીના લગ્ન આરોપી રાહુલ નાયક સાથે થયા હતા જોકે રાહુલ નાયકને રેવાલી સાથે આડા સંબંધ હોય તે રાહુલની સાથે તેની બીજી પત્ની તરીકે રહેતી હતી અને ફરિયાદીની દીકરી પાયલને તેનો પતિ રાહુલ પત્ની તરીકે રાખવી ન હોય બંને આરોપીઓએ સાથે મળીને ફરિયાદીની દીકરી પાયલ (૨૦) નું ગળું દબાવીને તેની હત્યા કરી નાખી હતી અને ત્યારબાદ પાયલની લાશને દોરડાથી બાંધીને ઓરડીની પાછળના ભાગે ઉતારી દીધી હતી અને પુરાવાનું નાશ કરવા માટેનો પ્રયાસ કર્યો હતો અને ફરિયાદીના દીકરીના મોત બાબતે તેના જમાઈએ ફરીયાદીને ખોટી માહિતી આપી હતી અને પુરાવાનો નાશ કર્યો હતો. જે બનાવ સંદર્ભે હાલમાં મૃતક મહિલાના પિતાએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે તેના જમાઈ અને તેની સાથે રહેતી મહિલાની સામે હત્યાનો ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે અત્રે ઉલ્લેખનીય છે કે અગાઉ મૃતક મહિલાના પતિ દ્વારા તેની પત્ની વહેલી સવારે કુદરતી હાજતે ગઈ હતી અને ત્યાં બેભાન અવસ્થામાં તેનું મોત થયું હતું તેવી સ્ટોરી પોલીસ સમક્ષ કરવામાં આવી હતી જો કે મૃતક મહિલા નું પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું તેમાં તેને ગળાટુપો આપીને મહિલાની હત્યા કરવામાં સામે આવ્યું હતું જેથી કરીને પોલીસે આગવી ઢબે પૂછપરછ કરતા હત્યાનો મામલો સામે આવ્યો હતો અને હાલમાં મૃતક મહિલાના પતિની ફરિયાદ લઈને પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે




Latest News