મોરબીમાં સ્કૂલના ઝઘડા બાદ બાળકો વચ્ચે ગરબી ચોક પાસે મારામારી, મોટાઓ વચ્ચે છરીઓ ઉડી અમારી ગાય કતલખાને ન જાય: ટંકારાના લજાઈ ગામે ગાયોના લાભાર્થે યોજાયેલ નાટકમાં 13 લાખનું દાન મળ્યું મોરબીમાં ગેરકાયદે કતલખાના બંધ કરાવવા મહાપાલિકામાં સ્ટિકર લાગ્યા: હવે શિવાજી મહારાજના વિચારો મુજબ કાર્યવાહી કરવા હિન્દુ સંગઠનોની ચીમકી માળિયા (મી) હળવદ રોડે બોલેરોની પાછળ ટ્રક અથડાતાં અકસ્માત: મિતાણા પાસે કાર ચાલકે હડફેટે લેતા ઇજા પામેલા વૃદ્ધ સારવારમાં માળિયા (મી) ના ખાખરેચી ગામ નજીક કારખાનાના કવાર્ટરમાં બીમારીથી કંટાળી ગયેલા યુવાને જીવનનો અંત આણ્યો વાંકાનેર તાલુકામાં અપમૃત્યુના બે બનાવ: એક યુવાનનું વીજ શોટ લાગતા મોત બીજાએ જીવન ટુકવ્યું મોરબીમાં પક્ષીઓને ફાયદો નહીં, નુકશાન કરે તેવી પ્રવૃતિ પક્ષી પ્રેમીઓએ બંધ કરવી જોઈએ: જીતુભાઇ ઠક્કર મોરબીમાં ફાયનાન્સ પેઢીએ ગ્રાહક પાસે લોન કલોઝરના રૂપિયા માંગતા કરવામાં આવેલ કેસમાં મહત્વપૂર્ણ ચુકાદો
Breaking news
Morbi Today

મોરબી જિલ્લામાં દારૂની ચાર રેડ: 31 બોટલ દારૂ-20 બિયરના ટીન કબજે કરતી પોલીસે


SHARE









મોરબી જિલ્લામાં દારૂની ચાર રેડ: 31 બોટલ દારૂ-20 બિયરના ટીન કબજે કરતી પોલીસે

મોરબી જિલ્લામાં જુદીજુદી ચાર જગ્યાએ દારૂની રેડ કરી હતી ત્યારે 31 બોટલ દારૂ અને 20 બીયરના ટીન કબજે કરેલ છે અને સ્થાનિક પોલીસ સ્ટેશનમાં ગુના નોંધીને પોલીસે આગળની કાર્યવાહી કરેલ છે.

મોરબી જીલ્લામાં દારૂની જુદીજુદી જગ્યાએ રેડ કરી હતી જેમાં હળવદના જોગડ ગામની સીમમાં રેવાભાઈ ગોરધનભાઇ કોળીની વાડીમાંથી વિદેશી દારૂની 24 બોટલ અને બિયરના 20 ટીન મળ્યા હતા જેથી કુલ મળીને 9200 ના મુદ્દામાલ સાથે આરોપી મૂળ છોટા ઉદેપુરના વતની કીર્તન ભીલ નામના ખેત મજૂરની ધરપકડ કરી હતી. જ્યારે મોરબી એ ડિવિઝન પોલીસે નગર દરવાજા પાસે મામૂજી વાળી શેરીમાંથી દારૂની 4 બોટલ સાથે આરોપી અવેશ ગફારભાઈ પીલુડિયા રહે.વીસીપરા વાળાની ધરપકડ કરીને 2,244 નો મુદામાલ કબ્જે કરેલ છે. જ્યારે માળીયા (મી) પોલીસે ઓનેસ્ટ ચેકપોસ્ટ પાસેથી દારૂની બે બોટલ સાથે આરોપી ફારૂક ફકીરમામદ રાઉમા રહે. ફતેપર વાળાને પકડ્યો હતો અને તેની પાસેથી બાઇક સહિત કુલ મળીને 51,372 નો મુદ્દામાલ કબજે કરેલ છે. આવી જ રીતે માળીયા (મી) પોલીસે ઓનેસ્ટ ચેકપોસ્ટ પાસેથી પસાર થતાં ટાટા હેરિયર ગાડી પસાર થઈ રહી હતી તેને રોકીને ચેક કરી હતી ત્યારે ગાડીમાંથી એક બોટલ દારૂ મળી આવેલ હતો જેથી કરીને પોલીસે આરોપી રાજેન્દ્ર હરિરામ દેવાસી રહે. રાજસ્થાન અને ખુશાલ હીરાલાલ જોશી રહે. વડોદરા વાળાની ધરપકડ કરી હતી અને દારૂ તેમજ કાર મળીને 15 લાખથી વધુનો મુદામાલ કબજે કરેલ છે.




Latest News