હળવદ તાલુકામાં બાળક સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચરનારા આરોપીને કોર્ટે ફટકારી 20 વર્ષની સખ્ત કેદની સજા મોરબી જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના પૂર્વ પ્રમુખ મણિલાલ સરડવા નિવૃત થતાં વિદાય સમારોહ યોજાયો મોરબીના લાલપર પાસે કાર ચાલકે સુપર કેરી ગાડીને ઉડાવતા 210 પૈકી 150 મુરઘાંના મોત: વાહન ચાલકને પગમાં ગંભીર ઇજા માળીયા (મી)માં ઇનસ્ટાગ્રામ યુવતીને મેસેજ કર્યો હોવાનો વહેમ રાખીને યુવાનને ત્રણ શખ્સોએ માર માર્યો હળવદના ચરાડવા ગામે અગાઉના ઝઘડાનો ખાર રાખીને કાકા-કાકીને ત્રણ ભત્રીજાઓએ ધોકા વડે માર માર્યો: જાનથી મારી નાખવાની ધમકી વાંકાનેરમાં અગાઉ થયેલ બોલાચાલીનો ખાર રાખીને યુવાનને માર મારીને ટાંટિયા ભાંગી નાખવાની ધમકી વાંકાનેરના દીધલીયા ગામે ગંગોત્રી સ્ટોન ખાતે રિવર્સમાં આવેલ ડમ્પરના ચાલકે ખાટલા ઉપર સૂતેલા બાળકનું મોઢું ચિબી નાખતા મોત વાંકાનેરના કણકોટ ગામે આવેલ એલપીજી બોટલિંગ પ્લાન્ટના બે કર્મચારીઓએ 1.52 કરોડનો ગેસ બારોબાર વેચી નાખ્યો !
Breaking news
Morbi Today

માળીયા (મી)ના ખાખરેચી ગામના માલધારીઓએ ચરાવવા આપેલ 50 પૈકી 14 ગાય પરત ન આપીને પિતા-પુત્રે કર્યો વિશ્વાસઘાત


SHARE













માળીયા (મી)ના ખાખરેચી ગામના માલધારીઓએ ચરાવવા આપેલ 50 પૈકી 14 ગાય પરત ન આપીને પિતા-પુત્રે કર્યો વિશ્વાસઘાત

માળીયા મીયાણા તાલુકાના ખાખરેચી ગામે રહેતા માલધારીઓએ ચીખલી ગામે રહેતા પિતા-પુત્રને તેની કુલ મળીને 50 જેટલી ગાયોને ચરાવવા માટે આપેલ હતી જે પૈકીની 14 જેટલી ગાયો પછી આપેલ નથી જેથી કરીને માલધારીઓની સાથે વિશ્વાસઘાત કરવામાં આવ્યો હતો જેથી કરીને ભોગ બનેલા માલધારી દ્વારા બે શખ્સોની સામે માળિયા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

જાણવા મળતી માહિતી મુજબ માળિયા મિયાણાં તાલુકાના ખાખરેચી ગામે રહેતાને પશુપાલનનો ધંધો કરતાં જલાભાઈ ઉર્ફે જીલાભાઈ ભાલુભાઈ શીયાર (45)એ માળિયા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે મુસ્તાકભાઈ આમીનભાઈ લધાણી અને આમીનભાઈ કરીમભાઈ લધાણી રહે, બંને ચીખલી તાલુકો માળીયા મીયાણા વાળાની સામે ફરિયાદ નોંધાવે છે જેમાં જણાવ્યુ છે કે, તેઓની માલિકીની 20 ગાય તેમજ સાહેબળદેવભાઈ મેવાડાએ પોતાની માલિકીની 30 ગાય આરોપીઓને પૈસા આપીને રખેવાળ તરીકે ચરાવવા માટે થઈને આપી હતી જે પૈકીની ફરિયાદીની ત્રણ ગાય અને બળદેવભાઈની 11 ગાય આમ કુલ મળીને 14 ગાય આરોપીઓએ પરત નહીં આપીને માલધારીઓ સાથે વિશ્વાસઘાત કરેલ છે જેથી કરીને 85 હજાર રૂપિયાની કિંમતની ગાયો પરત નહીં આપનારા બંને શખ્સોની સામે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે ભારતીય ન્યાય સહીંતા 2023 ની કલમ 316 (5), 54 મુજબ ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે.






Latest News