ટ્રાફિક પોલીસ ઉપર ઘાત: મોરબીમાં રિક્ષા ચાલક પોલીસ કર્મચારીને હડફેટે લઈને નાશી ગયો !
મોરબીની કોર્ટમાં ચાલી ગયેલ સગીરાના અપહરણ-પોકસોના ગુનામાં આરોપીને 20 વર્ષની સખ્ત કેદ, 25 હજારનો દંડ
SHARE
મોરબીની કોર્ટમાં ચાલી ગયેલ સગીરાના અપહરણ-પોકસોના ગુનામાં આરોપીને 20 વર્ષની સખ્ત કેદ, 25 હજારનો દંડ
વાંકાનેર તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાંથી સગીરાનુ વર્ષ 2018 માં અપહરણ કરવામાં આવ્યું હતું અને ત્યારબાદ વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે અપહરણ પોક્સો સહિતની કલમ હેઠળ ગુનો નોંધાયો હતો જે ગુનામાં આરોપીની ધરપકડ કરવામાં આવી હતી અને આ કેસ મોરબીની કોર્ટમાં ચાલી જતા કોર્ટે તમામ પુરાવાઓ અને મદદનીસ સરકારી વકીલની દલીલને ધ્યાને રાખીને આરોપીને 20 વર્ષની સખ્ત કેદ અને 25000 રૂપિયાનો દંડ કર્યો છે
આ કેસની મદદનીસ સરકારી વકીલ પાસેથી મળતી વિગત પ્રમાણે વર્ષ 2018 માં વાંકાનેર તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં રહેતા પરિવારની સગીર વયની દીકરીનું લગ્ન કરવાની લાલચ આપીને બદકામ કરવાના ઇરાદે બાઈક ઉપર લઈ જઈને અપહરણ કરવામાં આવ્યું હતું અને ત્યારબાદ સગીરાને સુરતના કામરેજ તાલુકામાં આવતા મોરથાણા ગામે લઈ જવામાં આવી હતી અને ત્યાં સગીરા સાથે આરોપીએ અવારનવાર જાતીય પ્રવેશ હુમલો કર્યો હતો જેથી કરીને આ બનાવ સંદર્ભે સગીરાના પિતાએ વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જે તે સમયે નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે અપહરણ અને પોક્સો સહિતની કલમ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો અને તે ગુનામાં આરોપી પરેશ માનસિંગભાઈ મેર (21) નામના શખ્સની ધરપકડ કરવામાં આવી હતી અને જે તે સમયે તેને જેલ હવાલે કરવામાં આવ્યો હતો આ કેસ મોરબીમાં મહે. એડિશનલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ જજ કે.આર.પંડ્યા સાહેબની કોર્ટમાં ચાલી ગયો હતો જેમાં મોરબી જિલ્લાના મદદનીસ સરકારી વકીલ એન.ડી.કારીઆ દ્વારા કરવામાં આવેલ દલીલો તથા રજુ કરવામાં આવેલા પુરાવાઓને ધ્યાને રાખીને કોર્ટે આરોપી પરેશ માનસિંગભાઈ મેરને 20 વર્ષની સખ્ત કેદની સજા તથા જુદીજુદી કલમ હેઠળ કુલ 25,000 રૂપિયાનો દંડ કર્યો છે.તેમજ ભોગ બનેલ સગીરાને આરોપી દંડની રકમ ભારે તો તેના સહિત 4.25 લાખ રૂપિયા ચૂકવવા માટેનો હુકમ કરવામાં આવ્યો છે.