મોરબીના ઝાલા પરિવારે લગ્નના ચાંદલા સ્વરૂપે આવેલી માતબર રકમ નવનિર્મિત રાજપૂત સમાજ ભવન માટે અર્પણ કરી મોરબી મહાપાલિકામાં કમિશ્નરને મળવા માટે માંગવામાં આવતો અભિપ્રાય-સહી યોગ્ય નથી: કોંગ્રેસ મોરબી જીલ્લામાં મતદાનના ૪૮ કલાક પહેલા ચુંટણી સંબંધિત વિસ્તાર છોડી દેવાની તાકીદ મોરબીના ઘૂટું ગામનો રહેવાસી મોક્ષ કૈલા જીલ્લા કક્ષાએ દોડમાં વિજેતા બન્યો મોરબીના રાજકોટ હાઇવે અજંતા નજીક વાહન અકસ્માતમાં ઘવાયેલ યુવાન રાજકોટ ખસેડાયો મોરબી: સુરજબારી ચેકપોસ્ટ નજીક વાહન અકસ્માતમાં ઇજા પામેલ યુવાનનું મોત, સારવાર દરમિયાન વૃદ્ધનું મોત મોરબીમાં નટરાજ ફાટક-વેજીટેબલ રોડે કરવામાં આવેલા દબાણો ઉપર મહાપાલિકાનું બુલડોઝર ફરી ગયું મોરબીની ગીતાંજલી વિદ્યાલયમાં પ્રિ-SSC પરીક્ષાનુ આયોજન
Breaking news
Morbi Today

માળીયા (મી)ના ચાચાવદરડા ગામ પાસે ટેન્કરમાંથી ડીઝલની ચોરી કરતા બે શખ્સ ઝડપાયા, એક ફરાર: 43.71 લાખનો મુદ્દામાલ કબજે


SHARE













માળીયા (મી)ના ચાચાવદરડા ગામ પાસે ટેન્કરમાંથી ડીઝલની ચોરી કરતા બે શખ્સ ઝડપાયા, એક ફરાર: 43.71 લાખનો મુદ્દામાલ કબજે

માળીયા (મી) તાલુકામાં અગાઉ એસએમસીએ રેડ કરીને ડીઝલ ચોરીનો પર્દાફાશ કર્યો હતો ત્યારબાદ હાલમાં માળિયા તાલુકા પોલીસે બાતમી આધારે માળિયા તાલુકાના ચાચાવદરડા ગામની સીમમાં બંધ પડેલા ફાર્મ હાઉસ સામેના ભાગમાં ઉભેલા ટેન્કર પાસે રેડ કરી હતી ત્યારે ટેન્કરમાંથી ડીઝલની ચોરી કરવામાં આવતી હોવાનું સામે આવ્યું હતું જેથી કરીને સ્થળ ઉપરથી પોલીસે ટેન્કરના ડ્રાઇવર તથા ક્લિનર ની ધરપકડ કરી હતી અને 43,71,650 ની કિંમતનો મુદ્દામાલ કબજે કર્યો છે જોકે પોલીસને જોઈને એક શખ્સ નાસી છૂટ્યો હતો જેથી કરીને હાલમાં ત્રણ શખ્સોની સામે નામ જોગ માળિયા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે

મોરબી જિલ્લામાં જુદા જુદા વિસ્તારમાં ગુનાહિત પ્રવૃત્તિઓ છેલ્લા વર્ષોમાં ફૂલીફાલી હોય તેવું જોવા મળી રહ્યું છે કારણ કે અગાઉ એસએમસીએ માળિયા તાલુકા વિસ્તારમાં જ ડીઝલ ચોરીનો પર્દાફાશ કર્યો હતો ત્યારબાદ ગાળા ગામ નજીક પેટકોક ચોરીનો પર્દાફાશ કર્યો હતો આ ઉપરાંત ડુપ્લીકેટ દારૂની મીની ફેક્ટરીઓ પણ મોરબી જિલ્લામાંથી પકડાઈ છે ત્યારે સ્થાનિક પોલીસની કામગીરી સામે ગુનાહિત પ્રવૃત્તિઓને ડામવીએ મોટો પડકાર બની ગયો હોય તેવો ઘાટ મોરબી જિલ્લામાં જોવા મળે છે દરમિયાન માળિયા તાલુકા પોલીસને મળેલ બાતમી આધારે ચાચાવદરડા ગામની સીમમાં બંધ પડેલા ફાર્મ હાઉસની સામે ખરાબામાં રેડ કરવામાં આવી હતી અને ત્યારે ત્યાંથી ડીઝલ ચોરીનો પર્દાફાશ થયો છે અને લાખો રૂપિયાનો મુદ્દા માલ કબજે કરવામાં આવ્યો છે

હાલમાં માળિયા તાલુકા પોલીસ સ્ટેશન ખાતેથી જાણવા મળતી વિગત પ્રમાણે ચાચાવદરડા ગામની સીમમાં ખરાબાની જગ્યામાં ટેન્કર નંબર આરજે 14 જીજી 3790 ઉભું રાખીને તે ટેન્કરની અંદર ભરવામાં આવેલ લાઈટ ડીઝલ ઓઇલની ચોરી કરવામાં આવતી હતી ત્યારે માળિયાના પીઆઇ આર.સી.ગોહિલ સહિતની ટીમે સ્થળ ઉપર રેડ કરી હતી અને ત્યારે ટેન્કરમાંથી ડીઝલની ચોરી કરી રહેલ શખ્સોમાં નાશ ભાગ મચી ગઈ હતી અને તકનો લાભ લઈને દશરથભાઈ જસાભાઈ હુંબલ રહે. મોટી બરાર તાલુકો માળીયા (મી) વાળો નાસી છૂટ્યો હતો જોકે પોલીસે રેડ દરમિયાન સ્થળ ઉપરથી ટેન્કરના ડ્રાઇવર નવદિપભાઈ પુરણભાઈ દુકિયા (27) તથા ક્લિનર તારાચંદ હરલાલસિંહ દુકિયા (27)રહે હાલ બને મંડુલી હોટલ ખાવડી જામનગર મૂળ રહે. રાજસ્થાન વાળા ની ધરપકડ કરેલ છે અને ડીઝ, તેમજ ટેન્કર સહિત કુલ મળીને 43,71,650 ની કિંમતનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે








Latest News